ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કે સ્મશાનમાં ચિતા ને અગ્નિદાહ દેવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે, એકવાર જરૂર વાંચજો……..

0
578

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મિત્રો જે લોકો એ જન્મ લીધો છે તેમનું મુત્યુ નિશ્ચિત છે.મિત્રો જેનો ઉદય છે તેનો અંત ભગવાન પહેલાથી જ લખેલો હોય છે.પરંતુ મિત્રો શું તમે જાણો છો કે સ્મશાનમાં મૃતકના શરીરને સળગાવવા માટે આગ ઘરેથી લઈ જવામાં આવે છે તો ચાલો જાણીએ તેના પાછળનું રહસ્ય શું છે.ઋષિમુનિઓ અને આપણા પુર્વજોએ આપેલી આ પરંપરા આજે પણ આપણે અનુસરીએ છીએ.

આખી વાત એમ છે કે જુના જમાનામા જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી લાવામા આવતી અને મંગળ ના ચાર ફેરા ફેરવવામાં આવતા ત્યારે.ધર્મ નો, અર્થ નો, કામ નો, મોક્ષ નો.મોક્ષમા સ્ત્રી પોતાના પતિની આગળ અને પતિ પોતે પાછળ ચાલે છે જે અગ્નિની સાક્ષી ફેરા ફરાય છે તે અગ્નિ બુજાવા નહોતા દેતા , તે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળા તે અગ્નિ માટીના દોણામા ભરીને લઈ જતા ત્યારપછી પતરાના ચોરસા ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો.

મિત્રો આ વાત જાણીને તમને પણ હેરાન થશે કે જ્યારે જાન પરણીને ઘરે પહોચે ત્યારે તે અગ્નિમા એકાદ બે દેતવા જીવીત રહેતા તે દેતવા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવતા અને તે અગ્નિમા રસોઈ પકવીને ખાતા , પાછો અગ્નિ ચુલામા રાખથી ઢાંકી દેતાં પછી સવારે પાછો અગ્નિ જીવીત કરતા તેમ આ જીવન ચાલતુ જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એજ અગ્નિ પાછો દોણા મા ભરીને લઈ જવાય છે અને તે અગ્નિથી અગ્નિ દાહ અપાતો.મુત્યુ પછી ચાર વિસામા એ જ છે, પેલો ઘરને આંગણ, બીજો ઝાપા બહાર, ત્રીજો વિસામો ગામના પાદરે, ચોથો વિસામો સ્મશાન, ધર્મ , અર્થ , કામ અને મોક્ષના આ ચાર વિસામા છે.

એવી જ રીતે ચાર પ્રદક્ષિણા છે પગથી પાછા વળવાની એટલા માટે કે જીવ શિવમાં ભલી ગયો , તે શિવ બની ગયો એટલે તેના ચરણ ના ઓળંગી શકાય.જલ , અગ્નિ , પૃથ્વી , આકાશ અને પવન આ પાંચ તત્વોમાં ભળી જાય છે તેને ભગવાનમાં લીન થયા કહેવાય છે.હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું એટલા માટે કે આત્મા અમર છે તે મરતો નથી. ફરક એટલો છે કે તમે આત્માને જે રૂપમાં જોયો હતો હવે તે રૂપ નથી.ભગવાનનો અર્થ.ભ–ભુમિ, ગ–ગગન, વા–વાયુ, ન–નીર, આનો મતલબ એમ થયો કે પ્રકૃતિ એજ ભગવાન છે માટે તેમની પુજા કરવી જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ ની મૃતકની અંતિમવિધિ જ્યાં થાય છે તેને સ્મશાન કહેવાય છે. અહીં મડદાઓ ને લાવી ને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.આ જગ્યા ને મૃત આત્માઓ ની જગ્યા માનવામાં આવે છે.હિન્દૂ ધર્મ માં સ્ત્રી ઓ ને સ્મશાન માં જવાની મનાઈ કરવામાં આવી છે અને કેટલીક પરિસ્થિતિ ઓ માં તો ત્યાં બધા ને જવાની મનાઈ કરેલી છે.ચાલો આપણે જાણીએ કે આ નિયમ શા માટે બનાવવામાં આવ્યો છે અને તેના પાછળનું કારણ શું છે?

મિત્રો સમશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે. શાસ્ત્ર મુજબ આગ ૨૭ પ્રકારની હોય છે. અને ચિતાની અગ્નિ સૌથી અલગ હોય છે. સ્મશાન ઘટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતા. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન રહે છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દુર હોવો જોઈએ, જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘુસી શકે.રાત્રી ના સમયે ભૂલ થી પણ ન જવું..સ્મશાન માં મોટાપ્રમાણમાં આત્માઓ અને ભૂત નો વસવાટ હોય છે.

તેથી જ્યારે ચંદ્ર દેખાવવાનો શરૂ થાય ત્યારથી લઈ ને સૂર્યોદય સુધી આ જગ્યાએ ન જવું જોઈએ. વાસ્તવમાં, રાત્રિના સમયે નકારાત્મક શક્તિ વધુ અસરકારક હોય છે, જે તેઓ પોતાના પ્રભાવમાં તરત જ માનસિક રીતે નબળા વ્યક્તિને લે છે. આવા કિસ્સામાં, જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે નબળી હોય અને નકારાત્મક વિચારથી ઘેરાયેલા હોય, તો જ્યારે તે આ નકારાત્મક શક્તિઓના પ્રભાવ હેઠળ આવે છે, ત્યારે તે પોતાની જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી અને તે તેના નિયંત્રણ હેઠળ આવે છે.

કહેવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત પ્રેત અને આત્માઓનો વાસ હોય છે. એટલા માટે રાતના સમયે સ્મશાન ઘાટ પાસેથી પસાર ન થવું જોઈએ. એવી પણ માન્યતાઓ છે કે જયારે આકાશમાં ચંદ્ર દેખાઈ ત્યાંથી સૂર્ય ઉદય થવા સુધી કોઈ પણ જીવિત વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન જવું જોઈએ.ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ અને માતા કાળી શબ ઉપર શાસન કરે છે. એવું માનવામાં આવે છે કે અંતિમવિધિ પછી, ભગવાન શિવ તેની અંદરની મૃત આત્માને શોષી લે છે.

એવી જ રીતે, કોઈ પણ માનવની હાજરી એ આ પ્રક્રિયામાં દખલ ન દેવી જોઈએ, અન્યથા તેમને માતા કાલિનો ક્રોધનો સામનો કરવો પડશે.સ્ત્રીઓ ને સ્મશાન ઘાટ જાવા માટે શા માટે મનાઈ છે, સ્ત્રીઓને સ્મશાન ન જવા ના કેટલાક કારણો છે એમનું એક કારણ એવું પણ છે કે સ્મશાન એ આત્માઓ નું ઘર છે ત્યાં ખુબજ શક્તિશાળી આત્મા ઓ વસવાટ કરે છે.આ આત્માઓ સ્ત્રીઓ ઉપર પોતાનો કાબુ જમાવવાનું વધારે પસંદ કરે છે.આ વાત ઉપર બીજું કારણ એ પણ છે કે હિન્દૂ ધર્મ અનુસાર અંતિમવિધિ મા જાવા વાળા સ્વજનો ને પોતાના વાળ મુંડાવવા પડે છે.

હિંદુ ધર્મના લોકો જયારે કોઈના અંતિમ સંસ્કારમાં આવે છે, કે તેમાં જોડાય છે તો તેના હિસાબે તે લોકોને પોતાનું માથું મૂંડાવવું પડે છે.અને એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ, કે મહિલાઓને વાળ મૂંડાવવાની પરવાનગી નથી.એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્મશાન ઘાટમાં આત્માઓ વાસ કરે છે. અમે મોટાભાગે આત્મા મહિલાઓને જ નિશાન બનાવે છે. એટલા માટે પણ સ્મશાન ઘાટમાં મહિલાઓને નથી જવા દેવામાં આવતી.

આ રીતે સ્ત્રીઓએ આ પ્રથામાંથી દૂર રહેવું જોઈએ જેથી તેઓને અહીં જવાની મનાઈ કરવામાં આવે છે. આ માટે એક કારણ એ પણ છે કે સ્ત્રીઓ એ પુરુષો ના મન કરતાં સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને જો તે અંતિમવિધિ માં જાય તો ચોક્કસ પણે તે ખુબજ અશક્તિ અનુભવે છે અને આ અશક્તિ નો લાભ લઇ ખરાબ આત્માઓ તેમની અંદર પ્રવેશી શકે છે.એક મહિલાનું દિલ પુરુષના દિલથી વધુ કોમળ અને નરમ હોય છે. એટલા માટે તે કોઈનું દુ:ખ નથી જોઈ શકતી.

જો સ્મશાન ઘાટ ઉપર કોઈ રડે છે, તો જે માણસને દાહ સંસ્કાર થઇ રહ્યો છે તેની આત્માને શાંતિ નથી મળી શકતી.જો પત્ની ગર્ભવતી હોય તો પતિ શામિલ ન થઈ શકે અંતિમવિધિ માં.જો કોઇ માણસની પત્ની ગર્ભવતી હોય તો તે અંતિમક્રિયામાં સ્મશાન ન જવું જોઈએ.આવી પ્રવૃત્તિઓ થી દૂર રહેવુ જોઇએ.માન્યતા છે કે આમ ન કરવાથી બાળક માં ખરાબ અસર આવે છે.મહિલાઓ કોઈને સળગતા જુવે અને તે રડે નહિ, એવું બની જ નથી શકતું.

કેમ કે તેના માટે કોઈ માણસની ઈજા જોવી પણ મુશ્કેલ કામ હોય છે. મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા, કેમ કે મહિલાઓનું દિલ ઘણું કોમળ હોય છે. અને મૃત્યુ પછી માણસને ચિતા ઉપર સળગતા જુવે અને ક્યાંક ડરી ગઈ તો તેમના માટે ઘણી મોટી સમસ્યા બની જશે. એટલા માટે પણ તેમને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા.