ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કે ચાલુ ટ્રેન એ ટ્રેનનો ડ્રાઈવર સુઈ જાય તો શું થાય,શું ટ્રેન પાટા પરથી ઉતરી જાય ? જાણો હકીકત શું છે……

0
940

મિત્રો આ લેખમાં આપણે વાત કરીશુ કે જો ટ્રેન નો દ્રાઈવર સુઈ કે તો સુ થસે,કે જો તે 150 કિલોમીટરની ઝડપે ચાલતી ટ્રેનમાં બેભાન થઈ જાય,સુ થશે જો આમ ચાલતી ટ્રેનમાં તેને કદાચ હાર્ટ એટેક આવી જાય,આવા ઘણા પ્રશ્નો હશે તમારા મનમાં જેનો અમે આ લેખમાં તમને સઁતોષ પૂર્વક જવાબ આપીશું.અહીં અમે એના જ વિશે વાત કરીશુ કે જો ટ્રેનમાં જો ચાલક અન હોય તો સુ થશે.આપણે બધાએ કોઈ વાર તો ટ્રેનમાં સફર કરી જ હશે.તમને બધાને જાણવાની ઉતાવળ હશે કે આટલા બધા પસેજર ભરેલી ટ્રેન નો ચાલક સુઈ અથવા બેભાન થઈ જાય.પેહલા તો અમે તમને બતાવી દઈએ કે આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે કે ટ્રેનમાં કઈક ખામી આવી જાય અથવા ટ્રેન નો ચાલક સુઈ જાય.મિત્રો ભારતમાં ટ્રેનો બે પ્રકારની જોય છે.એક મેમુ,ડેમુ જેને લોકલ તેન પણ કહેવાય છે.

જેને સીટીઝન સ્ટ્રેટમાં માજ ચલાવી શકાય છે.અને બીજી હિય છે જે લાંબ રૂટમાં હોય છે.આ બે ટ્રેનોમાં બસ એટલો જ ફરક હોય છે કે લોકલ ટ્રેનમાં કોઈ મોટું એન્જીન નથી હોતું.જેને બે એનજિન આગળ પાછળ લગાવાય છે જેનાથી એક ટેશનથી બીજા સ્ટેશન લઈ જઈ આ એન્જની મદદથી આગળ પાછળ કરી શકાય છે.એના માટે ચાલકે પોતાની જગ્યા પોતાના ગાર્ડથી બદલવાની હોય છે.આ ટ્રેનને ચલાવવા માટે એક જ ચાલક હોય છે.અને તે સિટીમાં જ અવ જાવ કરે છે.સિટીમાં ચાલવા વાળી આ ટ્રેન મેઈન લાઈન પર ચાલવા વાળી ટ્રેનો ના અકસ્માત કરતા વધારે નુકસાન કરે છે.કારણ કે આ ટ્રેન કોઈ કારણ ડીલે થઈ ગઈ તો સીધી સિટીમાં ઘૂસી જશે અને ભારે નુકસાન કરશે.આને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં એક ડેનમાઇન સ્વીચ આપવામાં આવે છે.આ એક સ્પ્રિંગ થી કન્ટ્રોલ થતી સ્વીચ હોય છે.જેને લોકો પાયલટે વારંવાર એને પ્રેસ કરતું રેહવું પડે છે.

રાજધાની એક્સપ્રેસ ભારતીય રેલવે દ્વારા લકઝરી અને સુપરફાસ્ટ ટ્રેન સર્વિસિ તરીકે લોન્ચ કરવામાં આવનાર ટ્રેનોમાં સૌ પ્રથમ ટ્રેન હતી. તેના બાદ રેલવેએ શતાબ્દી એક્સપ્રેસ, દૂરાન્તો એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને હાલમાં જ વંદે ભારત એક્સપ્રેસ જેવા લકઝરી અને સુપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરી. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ રાજધાની, શતાબ્દી અને દુરાન્તો એક્સપ્રેસ ટ્રેનો માટે તેના બેસ ફેયર પર આધારિત ફલેક્સી-ફેયર સિસ્ટમ લોન્ચ કરી હતી. ગત વર્ષે રેલવેએ 15 ટ્રેનોમાંથી ફલેકસી ફેયર સિસ્ટમ બંધ કરી દીધી અને આશરે 100 ટ્રેનોમાં ફલેક્સી ફેયર વસૂલવામાં આવે છે.

ફલેકસી ફેયર સિસ્ટમ કહો કે પછી ડાયનામિક પ્રાઈસિંગમાં સુધાર માટે બનાવવામાં આવેલ રિવ્યુ કમિટિની ભલામણો, સીએજીનો રિપોર્ટ અથવા તો યાત્રિઓથી મળેલ ફીડબેકના આધાર પર કરેલ સૂચનો.રાજધાની, શતાબ્દી અને દૂરાન્તો એક્સપ્રેસ ટ્રેનોમાં ફલેકસી ફેયર સિસ્ટમને ટિકિટ બુકિંગને મોનેટાઈઝ કરવાના ઇરાદે લાગુ કરવામાં આવેલ છે. આ સિવાય ટ્રેન ઉપડે તે પહેલાના સમયની નજીક થતા બુકિગ પરની ટિકિટ પર વધારે કિમંત વસૂલનો તેનો ઉદેશ્ય હતો.

IRCTC મુજબ જેવી રીતે દરેક વખતે 10 ટકા સીટો બુક થાય છે તેવી રીતે 10 ટકા ભાડું વધે છે. જો કે ટ્રેનના ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડા અને વર્તમાન ભાડામાં કોઈ બદલાવ નથી હોતો. IRCTCનું કહેવું છે કે આ સિવાય બીજા વધારાના ચાર્જિસ જેવા કે રિઝર્વેશન ચાર્જીસ, સુપરફાસ્ટ ચાર્જીસ, કેટરિંગ ચાર્જીસ, સર્વિસ ટેક્સ અલગથી વસૂલવામાં આવે છે. ચાર્ટ બનતી વખતે ખાલી રહેલ સીટોને કરન્ટ બુકિંગ માટે ઓફર કરવામાં આવે છે.

કરન્ટ બુકિંગ હેઠળ ટ્રેન ટિકિટોને તે કલાસની છેલ્લી કિમંતો પર વેચવામાં આવે છે.ફલેકસી ફેયર સિસ્ટમમાં આ ટ્રેનોમાં તત્કાલના કોટા માટેની સીટોની હાલની લિમિટ વર્તમાન દિશા-નિર્દેશ અનુસાર જ નક્કી થાય છે અને વધારાના ચાર્જિસ જેવા કે તત્કાલ ચાર્જિસ લેવામાં આવતા નથી. તત્કાલ કોટા હેઠળ બુક થનાર તમામ કલાસની સીટો માટે વધુ ચાર્જ લેવામાં આવે છે. IRCTCના આદેશ મુજબ ફલેકસી ફેયર સિસ્ટમ હેઠળ બુક થનાર ટિકિટો પર ભારતીય રેલવે પ્રીમિયમ તત્કાલ કોટાની સુવિધા ઓફર કરતું નથી.

અંગ્રેજોએ ભારતમાં રેલવે વ્યવહાર શરૂ કરવામાં પોતાનો સ્વાર્થ જોયો જ હતો. બ્રિટીશ હકૂમતને પોતાનાં આર્થિક અને રાજકીય હિતો સાચવવા રેલવેની આવશ્યકતા સમજાઈ હતી; સાથે જ કેટલાક અગ્રણી ભારતીયોને પણ દેશના ત્વરિત વિકાસ માટે રેલવેની ઉપયોગિતા સમજાઈ હતી. મુંબઈના સર જમશેત્જી જીજીભોય તથા જગન્નાથ શંકર શેઠ આવા દીર્ઘદ્રષ્ટા આગેવાનો હતા. એશિયાભરમાં પ્રથમ રેલવે લાઇન ભારત (હિંદુસ્તાન) માં નખાઈ તે વાત સાચી. મુંબઈની બોરીબંદર થાણા રેલવે લાઇન પર પ્રથમ પેસેંજર ટ્રેન દોડી; પણ તે ભારતની પ્રથમ રેલવે લાઇન તો ન જ હતી.

હિંદુસ્તાનમાં રેલવેના આરંભનો ઇતિહાસ વિવાદિત છે; રેલવે ટ્રાંસપોર્ટની શરૂઆત અંગે સંદિગ્ધ દાવા-પ્રતિદાવાઓ થયા છે. વ્યવસ્થિત, સાતત્યપૂર્ણ લેખિત રેકર્ડ્ઝ રહ્યા નથી; જે છે તે અધૂરા અથવા અસ્પષ્ટ છે. ‘મધુસંચય’ના વાચકોને નવાઈ લાગશે કે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં ભારતમાં રેલવે પાટા પર માલવહનની શરૂઆત થઈ ચૂકી હતી.સામાન્ય રીતે રેલવે લાઇનનો ઉપયોગ પથ્થર કે કોલસા જેવાં ખનીજો કે અન્ય ગુડ્ઝની હેરફેર માટે થતો. રેલના પાટા પર ખાસ પ્રકારનાં ‘કાર્ટ’માં માલ ભરવામાં આવતો; આવા માલવાહક કાર્ટને માણસો ધકેલતાં અથવા પ્રાણીઓ ખેંચતાં.

ભારતની પહેલી પ્રાયોગિક રેલવે: મદ્રાસની ચિંતાદ્રિપેટ રેલવે લાઇન,ભારતની પ્રથમ રેલવે લાઇન દક્ષિણ ભારતમાં મદ્રાસ પ્રેસિડેન્સિ (હાલ તામિલનાડુ) માં ચિંતાદ્રિપેટ, મદ્રાસ (હાલ ચેન્નાઈ) ખાતે નાખવામાં આવી.ચિંતાદ્રિપેટ (મદ્રાસ, ચેન્નાઈ, તામિલનાડુ, સાઉથ ઇંડિયા) ની રેલવે લાઇન ભારતની પ્રથમ રેલવે લાઇન હતી.1832 – 33 ના અરસામાં નખાયેલ ચિંતાદ્રિપેટ બ્રિજ રેલવે લાઇન માત્ર પ્રાયોગિક ધોરણે નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) માટે નખાયેલી નાનકડી રેલવે લાઇન હતી; તે ન તો માલ વહન કરતી, ન પેસેંજરો બેસાડતી. આમ, તેનો વ્યાવસાયિક ઉપયોગ ન હતો.

ભારતની પ્રથમ રેલવેલાઇન: રેડ હિલ્સ રેલ રોડ,ચિંતાદ્રિપેટ પછી બીજી રેલવે લાઇન કેપ્ટન આર્થર કૉટન દ્વારા નિર્મિત રેડ હિલ્સ રેલ રોડ (રેડ હિલ્સ રેલવે લાઇન) હતી.1837 માં શરૂ થયેલ રેડ હિલ રેલરોડ અથવા રેડ હિલ્સ રેલવે હિંદુસ્તાનની પ્રથમ રેલવે ટ્રાંસપોર્ટ સેવા હતી જે વ્યાવહારિક – કોમર્શિયલ ઉપયોગમાં આવી હતી.મદ્રાસ પ્રેસિડેન્સિમાં ચેન્નાઈ પાસે લિટલ માઉંટ / સેંટ થોમસ માઉન્ટ વિસ્તારમાં પથ્થરની ખાણો – ક્વૉરિ – હતી. ત્યાંથી મદ્રાસ (ચેન્નાઈ) ના રેડ હિલ્સ તરફ પત્થર / ગ્રેનાઇટના વહન માટે, ટેમ્પરરી / અસ્થાયી રેડ હિલ રેલવે નાખવામાં આવી હતી.માલ પરિવહન માટે થોડાં વર્ષો જ ઉપયોગમાં લેવાયેલી રેડ હિલ્સ રેલ રોડ ભારતની પ્રથમ રેલવે હતી પરંતુ તેના પર પેસેંજર સેવા ન હતી. હા, માલપરિવહન માટેના ‘કાર્ટ’માં બેસીને રેલવે લાઇન પર ક્યારેક મુસાફરોએ થોડી સફર કરી હોય તેવા પણ ઉલ્લેખ છે.

શરૂઆતમાં આ રેલવે પ્રાણીઓથી ખેંચાતી, પણ 1838માં રેડ હિલ્સ રેલવે લાઇન પર ભારતનાં પ્રથમ સ્ટીમ લોકોમોટિવ એંજિન દોડ્યાં હોવાના રિપોર્ટ છે. સંભવત: આ સ્ટીમ એંજિન અમેરિકામાં વિલિયમ એવરીની કંપની (ન્યૂ યૉર્ક, યુએસએ) નાં ઉત્પાદિત અથવા એવરી એંજિનના આધાર પર બનેલ કોઈક લોકોમોટિવ એંજિન હોઈ શકે.ચિંતાદ્રિપેટ (ચિંતાદ્રાપેટ) – રેડ હિલ્સ રોડ રેલવે લાઇન વિશે બહુ જ અસ્પષ્ટ રેકોર્ડ મળે છે; તે ક્યાંથી કયા રસ્તે ક્યાં દોડી અને ક્યારે બંધ થઈ નામશેષ થઈ ગઈ તેના ઉલ્લેખ અપૂરતા છે. પણ રેડ હિલ્સ રેલ રોડનું ઐતિહાસિક મહત્ત્વ ભારતની રેલવે ટ્રાંસપોર્ટ સેવામાં પ્રથમ ગુડ્ઝ રેલવે લાઇન તરીકે ઘણું છે.

ભારતમાં માલપરિવહન માટે રેલવેનો વિકાસ1846 – 48 ના ગાળામાં દક્ષિણ ભારતમાં હાલના આંધ્ર પ્રદેશ વિસ્તારમાં ગોદાવરી નદી પર ડેમના બાંધકામ સમયે માલ પરિવહન માટે રેલવે લાઇન બંધાઈ હોવાનું નોંધાયું છે. ગોદાવરી ડેમ રેલવે લાઇન પણ આર્થર કૉટન દ્વારા નિર્મિત હતી. સાઉથ ઇંડિયામાં રેલવેના વિકાસના પાયા નાખનાર આર્થર કોટનને અંગ્રેજ સરકારે નાઇટહૂડથી સન્માન્યા હતા.

આ પછી ઉત્તર ભારતમાં ગંગા નદી કેનાલ પ્રૉજેક્ટ (સોલાની એક્વિડક્ટ) માટે રૂરકી પાસે ટેમ્પરરી રેલ ટ્રાન્સપોર્ટ વ્યવહાર અર્થે રેલવે લાઇન નાખવામાં આવેલી. 1851માં તેના પર લોકોમોટિવ સ્ટીમ એંજિન ‘થોમસન’ દોડ્યાની અધિકૃત વાત છે. ઘણાના મતે, ખરા અર્થમાં, થોમસન ખાસ રેલવે લાઇન માટે પ્રયોજિત ભારતનું સર્વ પ્રથમ સ્ટીમ એંજિન લોકોમોટિવ હતું.