છોકરાઓને પણ શરમાવીદે એવી રીતે સિગરેટ પીવે છે આ બોલિવૂડ અભિનેત્રીઓ,તસવીરો જોઈ તમે અચક પામી જશો…….

0
6378

આજે દરેક મહિલા દરેક ક્ષેત્રે આગળ છે.પછી ભલે તે કોઈ.પણ કામમાં એક્સપર્ટ હોઈ .આજે અમને તમને એવી જ મહિલા એક્ટર્સ એટલે કે બૉલીવુડ અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમને પોતાના કામ થી લાખો દિલો પર રાજ કરે છે. આ અભિનેત્રીઓ ની ખૂબસૂરતી ના દીવાના તો પૂરું હિંદુસ્તાન થઇ ગયું છે. ચાલો જાણીએ કે આપણા આ લેખ માં તમારા માટે શું ખાસ છે? દેશમાં મહિલાઓની સિગારેટ પીવાની આદતને ખરાબ ગણવામાં આવે છે. અમે તો કહીએ છીએ કે સિગારેટ પીવાની આદત જ ખોટી છે, ભલે તે મહિલા હોય કે પુરુષ. સિગારેટનાં દુષ્પરિણામ એટલા બધા ભયાનક હોય છે કે જેની કોઈ હદ નથી. પરંતુ બધા જ નુક્શાન અને જોખમોને જાણવા છતાં લોકો સિગારેટની આદત છોડતા નથી. કેટલાક લોકોને તો દર કલાકે સિગારેટ પીવાની આદત હોય છે. જેને આપણે ‘ચેન સ્મોકર્સ’નાં નામથી ઓળખીએ છીએ. કેટલાક લોકો ટેન્શનને કારણે સિગારેટ પીવા લાગે છે. જે એમના માટે તણાવ દૂર કરવાનું કામ કરે છે.

આજની બદલાતી સામાજિક વિચારશ્રેણીને કારણે, ઘણી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી જોવા મળે છે. બૉલીવુડની અભિનેત્રીઓ હોય કે સામાન્ય મહિલાઓ, તે તમામ ધીમે-ધીમે ધુમ્રપાન દ્વારા બરબાદ થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે બોલીવુડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓ પણ ચેન સ્મોકર્સ છે. તો ચાલો જાણીએ એ અભિનેત્રીઓ વિશે કે જેઓને ધૂમ્રપાન કરવાની ખરાબ આદત છે.

રાની મુખર્જી.

બૉલીવુડની ક્વિન અને રાણી એ ફિલ્મ નો વન કિલ્ડ જેસિકામાં એક બિન્દાસ્ત રિપોર્ટરનો રોલ કર્યો હતો અને આ ફિલ્મમાં ઘણાં સીન્સમાં તેઓ સિગરેટ પીતાં નજરે ચડ્યા હતાં .રાની મુખર્જીને સિગારેટ પીવાની ખરાબ આદત છે. એના દિવસની શરૂઆત સિગારેટથી જ થાય છે. સિગારેટ વગર એનો દિવસ મુશ્કેલ થઈ પડે છે. આ આદતને કારણે પરિવારે તેણીને ઘણીવાર સમજાવી છે, એમ છતાં તેણી સિગારેટ છોડી શકી નથી.

સુષ્મિતા સેન.

મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને પણ સિગારેટ પીવાની આદત છે. ઘણીવાર તો તેણી જાહેરમાં સિગારેટ પીતા પણ સ્પોટ થઈ છે. સુષ્મિતાનું માનીએ તો આ એમની અંગત જીંદગીની બાબત છે અને આ બાબતમાં તેણીને કંઈ ખોટું નથી લાગતું. સુષ્મિતાએ કહ્યું કે, આ આદત તેણી ઈચ્છે ત્યારે છોડી શકે છે.

કંગના રનાવત.

મધુર ભંડારકરની સ્ત્રી-પ્રધાન ફિલ્મ ફેશનમાં કંગના રાણાવતને ઘણી વાર સિગરેટ પીતા દર્શાવાઈ હતી
કંગનાએ પોતાની ઘણી ફિલ્મોમાં સિગારેટ પીવાની એક્ટિંગ કરી છે. પરંતુ આ વાત ફક્ત એક્ટિંગ પૂરતી મર્યાદિત નથી. રિયલ લાઈફમાં પણ કંગના ચેન સ્મોકર છે. કંગનાનું કહેવું છે કે, સિગારેટ પીવી એ એમની પર્સનલ ચોઈસ છે. જણાવી દઈએ કે હાલમાં કંગના ‘મણિકર્ણીકા’ અને ‘મેન્ટલ હૈ ક્યાં’ જેવી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

મનીષા કોઈરાલા.

ઓવેરિયન કેન્સરને માત આપનાર મનીષા કોઈરાલાને સિગારેટ અને દારૂની ખૂબ જ ખરાબ આદત છે. મનિષા પણ એક ચેન સ્મોકર હતી. પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવ્યા બાદ હવે મનીષાએ આ બધી વસ્તુઓ છોડી દીધી છે. હવે તેણી એક હેલ્ધી જીવન જીવવા માંગે છે. તમને જણાવી દઈએ કે મનીષાએ ‘અગ્નિ સાક્ષી’, ‘મન’, ‘બોમ્બે’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ગુપ્ત’, ‘કચ્ચે ધાગે’ વગેરે જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લે તેણીએ ફિલ્મ ‘સંજુ’માં સંજય દત્તની માતાનો રોલ કર્યો હતો.

અમીષા પટેલ.

હિટ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ થી પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી અમીષા પટેલ પણ સિગારેટ પીવે છે. તેણી પણ ઘણી જગ્યાએ ધુમ્રપાન કરતા દેખાય છે. જણાવી દઈએ કે આજકાલ તેણી ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. હમણાં છેલ્લે તેણી સની દેઓલ અને અરશદ વારસી સાથે ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ માં જોવા મળી હતી.

સોનાલી રાઉત.

ફિલ્મ ‘ધી એક્સપોઝ’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને બિગ બોસ સિઝન-8 માં કામ કરનાર સોનાલી રાઉત પણ સિગારેટની બંધાણી છે. કેમેરા સામે અને દર્શકો વચ્ચે તેણીએ આ વાતનો સ્વીકાર પણ કર્યો છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના બિગ બોસ – 8 ની એક મશહૂર સ્પર્ધક રહી ચુકી છે. કરિશ્મા પાસે હંમેશા સિગારેટનું પેકેટ રહે છે. તેણીને પણ સિગારેટ પીવાની ખૂબ જ ખરાબ આદત છે. કરિશ્મા ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ નામની સિરિયલ તેમજ ફિલ્મ ‘ગ્રાંડ મસ્તી’ અને ‘સંજુ’ માં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે.

તનીષા મુખર્જી અને માતા તનૂજા.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જુના જમાનાની મશહૂર અદાકારા તનુજા અને એની દિકરી તનીષાને સિગારેટ પીવાની લત છે. મા-દિકરી બન્ને ઘણી વખત સિગારેટ પીતા જોવા મળી છે. તનીષા તણાવમાં હોય ત્યારે વધારે સિગારેટ પીવે છે. તનીષા મુખર્જી પ્રખ્યાત એક્ટ્રેસ કાજોલની બહેન છે.