ચોમાસામાં વધી જાય છે સ્કિનની આ પ્રોબ્લેમ, માત્ર 5 ઉપાય સમસ્યા કરી દેશે દૂર,જાણી લો ખૂબ કામ ની માહિતી

0
377

બ્લેકહેડથી છુટકારો મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય છે સિંધાલૂણ અને મધ. સિંધાલૂલ અને મધની પેસ્ટ બનાવી તેને સારી રીતે તમારા નાક અને તેની આસપાસના હિસ્સા પર લગાવો. 4-6 મિનિટ સુધી આ પેસ્ટથી સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ડ્રાય ન થાય તે માટે તેની પર ક્રીમ લગાવી લો.

ત્વચાને સુંદર બનાવવાની સાથે સાથે ટૂથપેસ્ટ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે સૌ પ્રથમ એક ચમચી ટૂથપેસ્ટમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ફેસપેકની જેમ ચહેરા પર લગાવી લો. થોડીક વાર બાદ ચહેરાને સાફ કરી લો. આમ કરવાથી ચહેરા પરના ખીલની સમસ્યાથી કાયમ માટે રાહત મળી શકે છે.

મધ એક બાઉલમાં પાણી ગરમ કરી તેમાં ડબલ બોઈલિગ પ્રોસેસથી મધને નવશેકું કરો. તેને બ્લેકહેડ્સ પર દસ મિનિટ લગાવી રાખો. તે પછી ગરમ પાણીમાં પલાળેલા સ્વચ્છ મુલાયમ કાપડથી મધ લૂછી લો.

હળદર અને કોકોનટ ઓઈલ બાઉલમાં થોડી હળદર લઈ તેમાં પાણી કે કોપરેલ નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને બ્લેકહેડ્સ હોય ત્યાં લગાવી પંદર-વીસ મિનિટ લગાવી રાખો. નવશેકા પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડા કાંચના બાઉલમાં 1 ચમચી બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સ પર લગાવી દસ મિનિટ માટે સુકાવા દો. તે પછી નવશેકા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક-બે વાર આ ઉપાય અપનાવો.

તજનો પાઉડર એક બાઉલમાં અડધી ચમચી તજનો પાઉડર અને બે ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. બ્લેકહેડ્સ થયા હોય ત્યાં આ પેસ્ટ લગાવી પંદર મિનિટ રાખો. તે પછી ચહેરો સારી રીતે ધોઈ લો અને મોઇશ્ચરાઇઝર લગાવો. આ ઉપાય રોજ કરવાથી સારું પરિણામ જોવા મળશે.

લીંબુનો રસ એક બાઉલમાં એક ચમચી લીંબુનો રસ લઈ રૂથી બ્લેકહેડ્સ પર લગાવો. દસ મિનિટ સુકાવા દીધા પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. લીંબુના રસને તમે ઇચ્છો તો આખી રાત લગાવીને રાખી શકો છો.ચહેરા પર જવનો લોટ અને સિંધાલૂણને મધમાં મિક્સ કરી લગાવો. જો તમારી ત્વચા શુષ્ક છે તો આ મિશ્રણમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો.લીંબુ માત્ર ચહેરો સાફ જ નથી કરતું પણ તે એક પ્રકારનું પ્રાકૃતિક બ્લીચ પણ છે. લીંબુના કાપેલા ટૂકડા પર થોડું સિંધાલૂણ છાંટીને 3-4 મિનિટ સુધી ચહેરાનું સ્ક્રબિંગ કરો અને જ્યારે સ્ક્રબ થઇ જાય ત્યારપછી ચહેરાના 3-4 મિનિટ સુધી એમ જ રહેવા દો. બાદમાં ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ લો.

ઓરેન્જ પીલ, જે તમે સૂકાયેલા સંતરાની છાલને મિક્સરમાં દળીને બનાવી શકો છો. પેસ્ટ બનાવવા માચે દળેલા પાવડરમાં થોડું દૂધ મિક્સ કરી તેની મદદથી ચહેરાનું સ્ક્રબિંગ કરો. આ સ્ક્રબને પણ ચહેરા પર 5-10 મિનિટ રહેવા દો. છેલ્લે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો.

ગ્રીન ટી ટી-બેગને એક કલાક માટે હૂંફાળા પાણીમાં મૂકી રાખો. હવે આ પાણી જ્યાં બ્લેકહેડ્સ દેખાતા હોય એ ભાગ પર રૂના પુમડા વડે લગાવો. થોડીવાર પછી તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો. આ પ્રયોગ ધીરજપૂર્વક દરરોજ કરો. બ્લેકહેડ્સ દેખાતા બંધ થાય ત્યાં સુધી.

ખાંડ એક કપ સફેદ અથવા બ્રાઉન સુગર લો. તેમાં ચાર ટેબલસ્પૂન જોજોબા તેલ નાખીને તેનુ ંમિશ્રણ બનાવો. હવે આ મિશ્રણ એકસમાન રીતે લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. આમ કરવાથી જે તે અંગ પરની મૃત ત્વચા નીકળી જશે અને રક્ત પરિભ્રમણ પણ વધશે. આમ આ પ્રયોગથી તમારી ચામડી સ્વચ્છ- તરોતાજા લાગશે.

પપૈયાને ક્રશ કરીને તેમાં દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ માસ્કને ચહેરા પર લગાવીને સુકાવા દો, પછી સ્ક્રબ કરી ધોઈ નાખો.ઈંડાના પ્રવાહીમાં મધ મિક્સ કરો અને ચહેરા પર માસ્કની જેમ લગાવો. સુકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.ચાણાના લોટમાં દૂધ અને લીંબુ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, જેને ચહેરા પર લગાવી જેનાથી બ્લેકહેડ્સ દુર થઇ જશે દહીને મધ અને ચણાના લોટ સાથે મિક્સ કરી લો, તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર મસાજ કરો. સુકાયા બાદ ચહેરો ધોઈ નાખો.