ચહેરાની રુવાંટી અને વણજોઇતા વાળને જડમૂળથી દુર કરી દેશે આ ખાસ સ્ક્રબ, મહિલાઓ આજે જ જાણી લો…..

0
246

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં તમારા ચહેરા અને બીજા અણગમતા વાર ને દૂર કરવા માટેના કેટલાક ઉપાય બતાવવા જઇ રહ્યા છે.ઘણી મહિલાઓને ચહેરા પર અમૂક સમયના અંતરમા અણગમતા વાળ આવવા લાગે છે. જે દૂર કરવા માટે ઘણા પ્રયોગો કરે છે. પરંતુ અંતે તેનું પરિણામ શૂન્ય મળે છે. સાથે બજારની ઘણી બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી ત્વચા ખરાબ થઇ જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે ચહેરા પરના અણગમતા વાળને દૂર કરી શકાય. આ પ્રયોગ સહેલો અને ઝડપથી કરી શકાય તેમ છે. આ ઉપાય કરવાથી ફક્ત ચહેરા પરના અણગમતા વાળ જ દૂર નહીં થાય પરંતુ તમારી ત્વચા પણ ચમકી જશે. આ પેક મિનરલ અને વિટામીનથી ભરપૂર છે.

મહિલાઓ અને છોકરીઓ પોતાના ચહેરાને સુંદર રાખવા માટે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. તેમ છતાં ઘણી ટ્રીટમેન્ટ માટે મહિલાઓએ વારંવાર પાર્લર જવું પડતું હોય છે અને તેનાથી ચહેરાની સ્કિનને નુકસાન પણ થાય છે. એવી જ એક સમસ્યા છે ચહેરા પરની રૂંવાટી અને વાળ. આજકાલ નાની ઉંમરની છોકરીઓના ચહેરા પર પણ પુષ્કળ રૂંવાટી જોવા મળે છે. જેને નેચરલી ઝડપથી દૂર કરી શકાય છે. તો તેના માટે શું કરવું ચાલો જાણીએ.

સૌ પ્રથમ મધ , દાળિયાની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરી લો. તે બાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લો. આ પેસ્ટને લગાવીને રહેવા દો. સૂકાઇ જાય તે બાદ બરાબર સ્ક્રબ કરો અને 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી બરાબર ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે. એક ચમચી હળદર પાવડર, ચણા દાળ પાવડર બન્નેને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો.

સૂકાઈ જાય ત્યારે તેને રગડીને કાઢી લો. નિયમિત રીતે આમ કરવાથી ધીરે-ધીરે વાળ દૂર થઈ જાય છે. જો તમારા ચહેરા કે શરીરના અન્ય ભાગ પર વધુ પડતી રૂંવાટી હોય તો આ પ્રયોગ તમારા માટે બેસ્ટ છે.ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. થોડીવાર પછી તેને રગડીને કાઢી દો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. રોજ આમ કરવાથી ન જોઈતા વાળ થી છૂટકારો મળશે અને ચહેરામાં ચમક આવશે.

મેજિકલ સ્ક્રબ.ચહેરા પરના વાળ દૂર કરવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. તેના માટે એક પાકાં કેળાને મેશ કરીને તેમાં 2 ચમચી ઓટ્સનો પાઉડર મિક્સ કરીને આ પેસ્ટ 20 મિનિટ ચહેરા પર લગાવો. પછી હળવા હાથે સ્ક્રબ કરતાં તેને દૂર કરો. તમને એક જ વારના યુઝમાં ફરક દેખાવા લાગશે.

માસ્ક.આ માસ્ક ચહેરાના અણગમતા વાળને જડથી દૂર કરે છે. તેના ઉપયોગ માટે કાબુલી ચણાનો પાઉડર લઈ તેમાં 1 ચમચી હળદર પાઉડર, એક ચમચી તાજી ક્રીમ અને થોડું દૂધ મિક્સ કરીને આ પેસ્ટ 20 મિનિટ ચહેરા પર લગાવો. પછી હળવા હાથે સ્ક્રબ કરતાં તેને દૂર કરો. આ ચહેરા પર ફરી વાળ આવતા પણ રોકશે.

અન્ય સ્ક્રબ.આ સ્ક્રબમાં એવું પાવરફૂલ ઈન્ગ્રેડિઅન્ટ છે જે ચહેરાના વાળને ગાયબ કરી દેશે. સાથે જ સ્કિનને હાઈડ્રેટ અને મુલાયમ પણ બનાવશે. તેના માટે એક ચમચી જવનો લોટ લઈ તેમાં દૂધ અને લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટને 20 મિનિટ ચહેરા પર લગાવો. પછી હળવા હાથે સ્ક્રબ કરતાં તેને દૂર કરો.

મધ અને લીંબુનો પ્રયોગ.અણગમતા વાળથી છુટકારો મેળવવા ખાંડ, દહીં, ઓટમીલ સ્ક્રબ, લીંબુનો રસ અને મધ મદદ કરે છે. તમે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. 4 ચમચી મધ અને 2 ચમચી લીંબુના રસને સરખી રીતે મિક્સ કરો. પછી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. વધુ સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2 વખત લગાવો.

આ રીતે જવનો સ્ક્રબ બનાવો.જવના દળિયા બેસ્ટ એક્સફોલિએટિંગ એજન્ટ હોવાની સાથે તમારા ચહેરાના વાળ હટાવવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી જવના દળિયામાં 8 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તેને સરખી રીતે મિક્સ કરીને 15થી 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો. પછી તેને પાણીથી ધોઈ લો. સપ્તાહમાં 2 વખત આ ઉપાય કરવાથી ફાયદો થશે.1 ચમચી મધમાં દહીં મિક્સ કરીને તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. સુકાય ગયા પછી તેને ખાંડથી હળવા હાથે રબ કરીને કાઢી લો. ચહેરા ધોઈ લીધા પછી કોઈ સારું ટોનર અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

આ છે પરફેક્ટ વેક્સિંગ.મકાઈનો લોટ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઈંડું મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. સારા રિઝલ્ટમાટે તેને વીકમાં 2થી 3 વખત લગાવો.1 વાટકી મસૂરની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં ક્રશ્ડ કરેલું બટાકું મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી સુકાય જવા દો. સુકાય ગયા પછી તેને પાણીથી ધોઈ લો. આ ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે કારગર ઉપાય છે.

કોઈપણ જાતનું ઇન્ફેક્શન નથી.1 વાટકીમાં ચણાનો લોટ લો. તેમાં ચપટી હળદર અને પાણી મિક્સ કરીને પેક બનાવી ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી પાણીથી ધોઈ લો. આ પેક તમે રોજ તમારા ચહેરા પર લગાવી શકો છો.

સ્ક્રબનું કામ કરે છે ખાંડ.ખાંડ ડેડ સ્કિન રિમૂવ કરીને અણગમતા વાળથી છુટકારો અપાવવામાં બેસ્ટ છે. તેના માટે ચહેરાને પાણીથી ભીનો કરી તેના પર ખાંડ લગાવી રબ કરો. આવું સપ્તાહમાં ઓછામાં ઓછું 2 વખત કરવાથી ફાયદો થશે.