છાતી માં થતી બળતરા ને 5 મિનિટ માં દૂર કરી દેશે આ ઘરેલુ ઉપચાર,જાણી લો કામ ની માહિતી…

0
555

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય લક્ષણોમાં પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ઘભરાવવું, ગળા અને છાતીમાં બળતરા કે દુ:ખાવો થવો વગેરે છે. માણસના પેટમાં એસિડ વધારે બનતા છાતીમાં બળતરા વધવા લાગે છે, જે પછી એસીડીટીમાં ફેરવાય જાય છે.

પેટમાં એસીડીટી થતી રોકવા અને છાતીમાં દુ:ખાવો અને બળતરાનો ઈલાજ કરવાં લોકો દવા લે છે. પણ ઘરેલુ ઉપાય અને દેસી આયુર્વેદિક નુસખાથી પણ આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે. આજે અમે એના વિષે તમને જણાવીશું. પણ એસીડીટીના ઉપાય જણાવવાં પહેલા તમને પેટમાં એસિડ બનવાના કારણ જણાવી દઈએ.

પહેલા તો એ જાણી લઈએ કે છાતીમાં બળતરા કેમ થાય છે? આપણા પેટમાં એસિડ બને છે જે ખાવાને પચવામાં મદદ કરે છે, પણ જયારે આ એસિડ વધારે બનવા લાગે એસીડીટીનું સ્વરૂપ લે છે, તે કારણે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા થતી રહે છે.

ચટાકેદાર ખોરાક ખાવાથી ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યા થવાનું કારણ એસિડ રિફ્લક્સ હોય છે. પેટમાં ખોરાકના કારણે વધેલું એસિડ જ્યારે અન્નનળી સુધી પહોંચવા લાગે છે ત્યારે ઉલટી થવી, ખાટા ઓડકાર આવવા જેવી તકલીફ સતાવા લાગે છે. આવી તકલીફ ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગલ સ્પિંચર બરાબર કામ ન કરતું હોય. આ ઉપરાંત જ્યારે ગ્રાસનળી પેટમાં બનેલા એસિડને અન્નનળી સુધી જવા દે છે ત્યારે છાતીમાં બળતરા થાય છે.

શરીરમાં એસિડ વધારે બનવાનું સૌથી પહેલું કારણ એ છે કે, આપણે ઘરનું ખાવાનું છોડીને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. ઘરે વધારે તળેલું, ખાટ્ટુ અને મસાલેદાર ખાવાથી પણ પેટમાં એસિડ વધારે બને છે. ચા, કોફી, ધુમ્રપાન, કોલ્ડ ડ્રિન્ક અને દારૂના વધારે સેવનથી પણ એસીડીટીની સમસ્યા થવા લાગે છે.

તેમજ પ્રેગ્નેસી દરમ્યાન છાતીમાં દુ:ખાવો અને બળતરાની ફરિયાદ હંમેશા ઘણી ગર્ભવતી મહિલાઓને થાય છે. વાત વાત પર દુઃખાવો દૂર કરનારી દવાઓનું સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે. આના સિવાય લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું અને ભૂખથી વધારે ખાવાનું ખાવાથી પણ આ સમસ્યા થવા લાગે છે.

અનિયમિત જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતોના કારણે અવારનવાર એસિડ રિફ્લક્સનની સમસ્યા થવા લાગે છે. આવું વારંવાર થવાથી પાચનક્રિયા પર પણ અસર પડે છે. વારંવાર છાતીમાં બળતરાને ઉલટી થવાની સમસ્યા સર્જાય તો તેના કારણે ગળામાં બળતરા પણ થવા લાગે છે. તેથી આ તકલીફને શરૂઆતમાં જ દૂર કરી દેવી જોઈએ. જ્યારે પણ પેટમાં બળતરાની સમસ્યા ઉદ્ભવે કે તુરંત જ તેને દૂર કરવા માટે નીચે દર્શાવેલા ઉપાયોમાંથી તમારી તાસીરને માફક આવતો ઉપાય અજમાવવો.

આ ઉપાય તમારી સમસ્યાને તુરંત દૂર કરી દેશે.જે વ્યક્તિને આ સમસ્યા હોય તેણે નિયમિત રીતે ભોજન કર્યા પછી ગોળનો એક ટુકડો ખાવો જોઈએ.એક કપ પાણી ઉકાળી તેમાં એક ચમચી વરીયાળી ઉમેરી દેવી. આ પાણીમાં વરીયાળીને 4થી 5 કલાક પલાળી રાખવી. ત્યારબાદ વરીયાળીમાંથી પાણી કાઢી તેમાં જરૂર મુજબ મધ ઉમેરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને સવારે અને સાંજે જમ્યા બાદ ખાવાથી લાભ થાય છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં મરી પાવડર ઉમેરી અડધું લીંબુ ઉમેરી પાણીને પી જવું.
છાતીમાં થતી બળતરાને દૂર કરવા માટે વરીયાળી, આંબળા અને ગુલાબના પાનને સમાન માત્રામાં લઈ એક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને રોજ જમ્યા બાદ પાણી સાથે લેવાથી આ સમસ્યામાંથી કામયી મુક્તિ મળી જશે.

દૂધ પીવાથી પણ ખતમ થઇ જાય છે બળતરા જો તમારી છાતીમાં સતત બળતરા થઇ રહી છે તો તમે સૌથી પહેલા એક ગ્લાસમાં દૂધ લો અને એને ઠંડું કરી શકો છો. ઠંડા દૂધને પીવાથી તમારી છાતીની બળતરા ખતમ થઇ જશે.

જમવામાં વધારેમાં વધારે લીંબૂનો ઉપયોગ કરોઘરડાંનું કહેવું છે કે ખાવામાં લીંબૂનો ઉપયોગ કરવો જોઇએ. સાથે જ ખાવાના 1 કલાક પહેલા લીંબૂના રસમાં મરી મિક્સ કરીને પીવાથી છાતીની બળતરા ઘણી ઠીક થઇ જાય છે.

ખાવાનું ખાતા પહેલા પીવો એલોવેરા જ્યુસ ખાવાનું ખાતી પહેલા એલોવીરનો જ્યુસ પીવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. સાથે જ જમ્યા બાદ વરિયાળી જરૂરથી ખાવ, એનાથી ખાવાનું સરળતાથી પચી જાય છે. તાજા ફુદીનાનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે.

છાતીમાં બળતરા અને પેટમાં એસિડના અન્ય ઉપાય :એક વાતનું ધ્યાન રાખવું કે પેટમાં એસિડની સમસ્યા વધારે થવા પર વધારે ખાવાનું ખાવાથી બચવું જોઈએ. જયારે આપણે પેટ ફૂલ થયા પછી પણ ખાવાનું ખાઈએ છીએ, ત્યારે તે એસીડીટી અને છાતીમાં બળતરાનું મુખ્ય કારણ બને છે. પેટ અને ગેસથી જોડાયેલી સેંકડો બીમારીઓથી બચાવે છે.

પરેજી :એસીડીટી અને છાતીમાં બળતરાના ઈલાજ માટે દવા અને ઉપાય કરવાની સાથે સાથે આ પણ જાણી લો કે, શું ખાવું જોઈએ? અને શું ન ખાવું જોઈએ? આ રોગની પરેજીમાં વધારે મરચા વાળો આહાર, ફાસ્ટ ફૂડ, તળેલું ખાવાનું, કોલ્ડ ડ્રિન્ક, પકોડા, પુરી, પરાઠા, ચા, કોફી અને કાચા ફળ ખાવા નહિ.

તેમજ પેટમાં એસિડને નિયત્રિત રાખવા માટે પાણી વધારે પીવું જોઈએ. એસીડીટીને કારણે પેટ ગળું અને છાતીમાં બળતરા રહે છે તો કેળું ખાવું જોઈએ. કારણ કે કેળામાં એસીડ સામે લડવાની શક્તિ હોય છે. આહારમાં ખાટ્ટી વસ્તુનું સેવન કરો નહિ. ખાટી વસ્તુમાં એસિડની માત્રા વધારે હોય છે જેનાથી પેટમાં એસીડ બને છે.

તમે સવાર, બપોર અને રાતના નાસ્તા અને ભોજનનો સમય નિર્ધારિત કરો, અને દરરોજ તે જ સમયે ખાવાનું ખાઓ. ખાવાનું હમેશા ધીરે ધીરે અને ચાવી ચાવીને ખાવું જોઈએ. જલ્દી ખાવાનું ગળવાથી આને પચાવવા માટે પેટમાં વધારે એસીડ બનતું રહે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ એસીડીટી થઇ શકે છે, એટલા માટે ૩ થી 4 કલાકમાં કંઈક ખાઈ લેવું જોઈએ.