ચણોઠી ના ફાયદા છે જાણતા જેવા, અવાજ ખોલવા,માથાની ઉંદરી દૂર કરવા,ખરજવા,પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે….

0
1337

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.,સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી,આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી,ઝાંખરા ઝાડીમાં શોભે કીકી જેમ અનોખી,શ્વેત ટપકે પ્રેમમાં રંગાતી લાલ ચણોઠી,પાન સાથે સાચવેલા સંબંધ ને તોડી,મખમલી કાપડમાં સચવાતી લાલ ચણોઠી,લાગતી શૈશવમાં જે રંગે લાલ ચટક સીઆજ ઝાંખપ જેમ વળગાડી લાલ ચણોઠી,કામનાઓનું સુકાતું લીલું વન જોઇને,કેસરી રંગોમાં સોરાતી લાલ ચણોઠી,જે ઘડી માયાને મમતાને છોડવાની હોય,નાં છુટે એ બાળપણ વારી લાલ ચણોઠી..

મોટેભાગે દરેકે જાત-જાત ની ક્દુરતે આપેલ બક્ષિશ માંથી બનતી ઔષધિઓ વિશે ઘણું સાંભળ્યું જ હશે પણ આજ ના આર્ટીકલ મા આજે અમે જે ઔષધી વિશે જણાવના જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ઘણા ઓછા માણસોએ સાંભળ્યું હશે. આ ઔષધિ નુ નામ છે ચણોઠી. આ જોવા મા એક પ્રકાર નો ગોળ દાણા જેવી હોય છે તેમજ તે ઘણા રંગો મા મળી આવે છે.

મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિ ના રૂપ મા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે. આ સિવાય બીજા સફેદ રંગ મા પણ ચણોઠી મળી આવે છે.

સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી,લાલ અને કાળી અેવી ત્રણ જાતની હોય છે.ત્રણે ના વેલા સરખા જ હોય છે……..

આ ચણોઠી નુ ઝેર કેવી રીતે દુર કરવામાં આવે છે :

આ ચણોઠી ને જો પાણી મા નાખી ને ત્રણ કલાક સુધી ઉકાળવામા આવે તો તેમાં રહેલ ઝેર નાશ પામે છે અને તે શુદ્ધ થઇ જાય છે. આપણા આયુર્વેદ ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ આ ચણોઠી મા વિષાક્ત તત્વો સ્ટ્રીકનીન થી પણ સો ગણા શુદ્ધ હોય છે. તેના આ બીયા ને ઉકાળવા થી તેમાં રહેલ ઝેર નાશ પામે છે. ત્યારબાદ તેના થી કોઈપણ ઉપચાર કરી શકાય છે.

જુના જમાનામાં સોનાનું વજન કરવાના ઉપયોગ માં આવે છે એક તોલા ભારની છનનું(૯૬) ચણોઠી થાય છે.એના પાંદડા વિષ નાશક છે.ચણોઠી નાં મૂળ પાણી માં ઘસીને નસ્ય આપવા માં આવે તો આધાશીશી તત્કાલીન દૂર થાય છે.અવાજ સાફ લાવવા માટે ધોળી ચણોઠી ના પાનનો રસ ગળતાજવુ અથવા ચાવવી.

માથે ટાલ પડે તે ઉપર ચણોઠી ના મૂળ અથવા ફળ ભિલામાના રસ માં ઘસીને તેનો લેપ કરવો.અથવા મધ અગર ઘીમાં ખરલ કરીચોપડવી.મોઢામા ગરમી થી ફોલ્લા પડે ત્યારે ધોળી ચણોઠી ના પાન,ચણોકબોબા, અને સાકર માંઢામા રાખી રસ ચુસવો ખરજવા ઉપર ધોળી ચણોઠી ના પાંદડા ના રસમાં જીરાની મૂકી નાખી પાવો.ઊધરસ ઉપર ધોળી ચણોઠી ના મૂળ ઘસીને પાવા.વિગેરે વિગેરે.

મારા બગીચામાં ચાર પાંચ વેલા છે.વનૌષધી વેચતા વેપારી પાસેથી મળે.એક બીજ વાવવાથી પણ થાયછે.ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે. એનાં પાન આમલી જેવાં જ પણ મીઠાં અને કોમળ હોય છે. તેની લાલ સફેદ અને કાળી એમ ત્રણ જાત થાય છે. ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે.ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દુર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ.બનાવી વાપરવું ચણોઠીનાં મુળ,પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે.ચણોઠી કડવી, તુરી અને ગરમ છે. એ આંખ ચામડી વાળ કફ, પીત્ત, કૃમી, ઉંદરી, કોઢ,વ્રણ વગેરે રોગોમાં વપરાય છે. ચણોઠી વાજીકર અને બળકારક છે.

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસે દુનિયાભરના લોકોમાં હાહાકાર ફેલાવી રાખ્યો છે, એવા મા તેનાથી બચવા માટે કેટ કેટલા ઉપાય કરવામાં આવી રહ્યા નથી પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તેના પર કાબૂ મેળવી શકાયો  નથી ડૉક્ટરોનું માનીએ તો તેના થી બચવા માટે વારેવારે હાથ ધોવા  અનિવાર્ય છે, જ્યારે માસ્ક પહેરવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવા ની જરૂરિયાત છે એવામાં લોકો એવી ચીજ વસ્તુઓનો સેવન કરી રહ્યા છે કે જે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે. આવો જ એક પદાર્થ છે ચણોઠી.ચણોઠી એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ઘણી બધી બીમારીઓથી પણ દૂર રાખે છે મોટાભાગના લોકો ચણોઠીને ચુસવાનું કે પછી ભાનમાં લેવાનું પસંદ કરે છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં કેલ્શિયમ વસા, રાઇઝ એસિડ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિક અને પ્રોટીનની માત્રા વધારે મળી આવે છે

(૧) સફેદચણોઠીનું ચુર્ણ ચોપડવાથી માથાની ઉંદરી . ટાલમાં ફાયદોથાય છે(૨)સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરા નોરસ નાખી સીદ્ધ કરેલું તલનુંતેલ માથામાં નાખવાથી દારુણક માથાનો ખોડો મટેછે(૩)ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવા થી માથા ના બધી જાતના દુ:ખાવા મટે છે.(૪) ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટે છે.(૫) ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી આધાશીશી મટે છે. (૬) સફેદ ચણોઠીનાં પાનખુબ ચાવીને ખાવાથીબેસી ગયેલો અવાજખુલી જાય છે.(૭) સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છે.

એક મહત્વ ની ધ્યાન મા રાખવા જેવી બાબત:

આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેને પાણી મા ઉકાળીને શુદ્ધ કરી લેવી અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો. જો અશુધ્ધ ચણોઠી નો ઉપયોગ કરવામા આવે તો ઝાડા થઇ જાય છે તેમજ જો તેનુ વધુ પ્રમાણ મા સેવન થઇ જાય તો તે પોતાની આ ખરાબ અસર ચાલુ જ રાખે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..