ચાણકય નીતિ અનુસાર બાળક જ્યારે માતાનાં ગર્ભમાં હોય છે ત્યારેથી જ નક્કી થઈ જાય છે એ ચાર મહત્વની વાતો.

0
303

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં મનુષ્યમાં જીવનમાં ઘટતી ઘટનાઓ વિશે પણ ઉલ્લેખ કર્યો છે. ચાણક્યને એક કુશળ અર્થશાસ્ત્રી અને નીતિજ્ઞ માનવામાં આવ્યા છે. ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથમાં જણાવ્યું છે કે મનુષ્ય જીવન સાથે સંબંધિત 5 વાતો માના ગર્ભમાં જ નક્કી થઇ જાય છે. એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તેના જીવનની કેટલીક વાતો નક્કી થઇ જાય છે. ચાલો તમને જણાવીએ તે બાબતો વિશે.

आयुः कर्म च वित्तं च विद्या निधनमेव च ।पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।। આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે તેના જીવન સાથે સંકળાયેલી 5 વાતો નિર્ધારિત થઇ જાય છે અને તે છે આયુ, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ. એટલે કે તમારા જીવનમાં કેટલા વર્ષ જીવવાનું લખ્યુ છે, તેના કર્મ કેવા હશે, તેને કેટલા ધનની પ્રાપ્તિ થશે, કેટલા જ્ઞાની હશે અને ક્યારે તેનુ મૃત્યુ થશે, તે બધુ જ પહેલાથી જ નિર્ધારિત થઇ જાય છે.

क: काल: कानि मित्राणि को देश: को व्ययागमौ ।कस्याहं का च मे शक्ति: इति चिन्त्यं मुहुर्मुहु: ।। આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશા યાદ રાખવુ જોઇએ અથવા વિચાર કરવો જોઇએ કે, કયો અથવા કેવો કાળ છે, તેનો સમય યોગ્ય છે કે નહી? તેના મિત્ર કોણ છે, શું તે સ્વાર્થી છે કે સાચા મિત્ર?તે કયા દેશ એટલે કે જગ્યા પર રહે છે, તેની આસપાસ સુવિધાઓ છે કે નહી? તેની આવક કેટલી છે અને ખર્ચની સીમા શું છે? તે કોણ છે, તેની શક્તિ અથવા ક્ષમતા કેટલી છે?

આ ઉપરાંત આચાર્ય ચાણક્ય એક મહાન જ્ઞાની ની સાથે સાથે એક સારા નિતીકાર પણ હતા. તેમને વ્યક્તિ ના જીવન ને સુખી બનાવવા માટે કેટલીક વાતો કહી છે. જેના વિશે તેમની પુસ્તક ચાણક્ય નીતિ માં લખેલું છે. તેમને લખેલી વાતો આજકાલ ના સમય માં જોવા મળે છે. આજે અમે તમને એવા ત્રણ લોકો વિશે જણાવીશું જે આંખો હોવા છતાં આંધળા ની જેમ વર્તતા હોય છે. આચાર્ય ચાણક્ય ના કહેવા મુજબ આ લોકો કદી અમીર બની નથી શકતા.

જે લોકો કાયમ કામવાસના માં લિપ્ત હોય તે લોકો કદી ધનવાન નથી બની શકતા. તેઓ કામવાસના માં આવીને સાચું અને ખોટું શું છે તે પણ ભૂલી જાય છે. તેઓ એવા ખોટા કાર્યો કરવા લાગે છે જેના વિશે તેઓ વિચારી પણ નથી શકતા. તેમના માટે કોઈ પણ સંબંધ મહત્વ નો રહેતો નથી. ચાણક્ય ના કહેવા પ્રમાણે જે લોકો કામવાસના માં લિપ્ત હોય તેમને બીજું કાંઈ જ દેખાતું નથી અને તેઓ કદી અમીર નથી બની શકતા.

આચાર્ય ચાણક્ય મુજબ જે વ્યક્તિ ધૂમ્રપાન કરતા હોય તેઓ કદી ધનવાન નથી બની શકતા. તે વ્યક્તિ હમેશાં નશા માં રહે છે. તેને પોતાના ખુદ ની પણ ચિંતા નથી રહેતી. તે પોતાની સાથે પોતાના પરિવાર ને પણ બરબાદ કરી નાખે છે. આચાર્ય ચાણક્ય ના કહેવા મુજબ જે લોકો લાલચ રાખતા હોય તે લોકો પણ કદી અમીર બની નથી શકતા. લાલચ ના કારણે લોકો ખોટા કામ કરવા લાગે છે. આવા વ્યક્તિ ને પોતાના અને પારકા કોઈ જ દેખાતા નથી. ધન ની લાલચ માં તે કોઈ પણ સંબંધ ને તોડી શકે છે.

આચાર્ય ચાણક્યના કૌટિલ્ય શાસ્ત્ર વિષે તો તમે સંભાળ્યું જ હશે. ચાણક્ય નીતિને અપનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે પણ જે વ્યક્તિ તેને અપનાવી લે છે તેના જીવનમાં ક્યારેય પણ દુ:ખ નથી આવતું. ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી નીતિઓમાં સફળ અને સુખી જીવનના ઘણા સૂત્ર બતાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ ચાણક્ય નીતિઓનો પાલન કરે છે એ જીવનમાં ચોક્કસ પણે પરેશાનીઓથી મુક્ત રહે છે.

જાણતા અજાણતા લોકો એવી વાતો બીજાને કહી દે છે જે ભવિષ્યમાં તેમના સંકટનું કારણ બની જાય છે. ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી ૪ વાતોને કોઈને પણ ના કહેવી જોઈએ અને ગુપ્ત રાખવી જોઈએ. જે લોકો આ વાતો જાહેર કરે છે એ લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એવી કઈ વાતો છે એ અમે તમને અહી જણાવીશું.

આર્થિક તકલીફો.ચાણક્ય શ્લોકના મધ્યમથી કહે છે કે, આપણે ધન નાશ એટલે કે આર્થિક મુસીબતોની વાત કોઈને કહેવી ના જોઈએ. જો આપણે આર્થિક સંકટનો સામને કરવો પડી રહ્યો હોય તો આપણે કોઈની પણ સામે એ વાત ના કરવી જોઈએ. જો બધાને તમારી આર્થિક સ્થિતિ વિશે બધાને ખબર પડી જશે તો તમારી કોઈ આર્થિક મદદ નહીં કરે અને તમને કોઈપણ પ્રકારનો સહયોગ પણ નહીં આપે, જેથી આ વાત ને ગુપ્ત જ રાખવી.

પોતાનું દુ:ખ કોઈને ના કહેવું.આચાર્ય ચાણક્ય કહે છે કે, જો આપણને કોઈપણ પ્રકારનું દુખ હોય કે કોઈ તકલીફ હોય તો એ કોઈને પણ ના કહેવી જોઈએ કેમ કે ક્યારેક સામેવળી વ્યક્તિ આપણી તકલીફોની મજાક બનાવશે તો આપણને વધારે દુખ થશે. કેમ કે આપના સમાજમાં એવા ઘણા લોકો છે કે જે બીજાના દુખો ને મજાક બનાવે છે પરંતુ કોઈ સાથ નહીં આપતા. એવું ક્યારેય ના વિચારવું કે પોતાનું દુખ બીજા વ્યક્તિને કહેશું તો દુખ ઓછું થશે.

ઘરની વાત બહાર ના કરવી.દુનિયામાં સમજદાર વ્યક્તિ એજ છે જે પોતાના ઘર સાથે જોડાયેલી વાતો બહારના વ્યક્તિને નથી કરતો અને ગુપ્ત રાખે છે. જે વ્યક્તિ પોતાના ઘરના ઝગડા, સુખ-દુખની વાતો બહારના કોઈ વ્યક્તિને નથી કરતાં એજ લોકો મુશ્કેલીઓથી દૂર રહે છે અને જે લોકો આ બધી વાતો બહાર જાહેર કરી દે છે તેને ભવિષ્યમાં ભયંકર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જેનું પરિણામ બહુ જ ભયંકર હોય શકે છે. ઘરની વાતો જાહેર કરવાથી તમારો કોઈ વ્યક્તિ ફાયદો પણ ઉઠાવી શકે છે.

અપમાનની વાત ના કરવી.આપના જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા આપનું અપમાન થયેલ હોય તો એ વાત પણ કોઈને પણ ના કહેવી જોઈએ કેમ કે આવી વાત જાહેર કરવાથી લોકો આપણી મજાક ઉડાડશે. જેના લીધે આપણી પ્રતિષ્ઠા ઓછી થશે જેનું કારણ આપણે જ છીએ. આવી વાત જાહેર કરીને આપણે હાંસીને પાત્ર બનશુ.

આ ઉપરાંત આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર નોકરી, કરિયર, રૂપિયા-પૈસા અને જીવન સાથે જોડાયેલા દરેક પહેલું પર મિત્રોની સંગતનો ઉંડો પ્રભાવ પડે છે. ચાણક્યએ કહ્યું છે કે, દુરાચારી મિત્રોની સંગત કરતા વધુ સારું એ છે કે વ્યક્તિ એકલો રહીને જ પોતાનું જીવન વ્યતિત કરે. અન્યથા એમનાં જીવનમાંથી સુખ-શાંતિ છીનવાઈ જતા વાર નહિ લાગે. આવો જાણીએ કેવા પ્રકારના મિત્ર થી ચાણક્ય એ દૂર રહેવાની સલાહ આપી છે.

જેમનું આચરણ સારું ના હોય.એવા મિત્રો જેમનું આચરણ સારું ના હોય તેવા વ્યક્તિ વિશે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, જે વ્યક્તિ પોતાના માતા-પિતા નું સમ્માન ના કરતો હોય અને પોતાની પત્ની અને બાળકોની ઈજ્જત ના કરતો હોય એવો માણસ જે જન્મ આપવવાળા માતા-પિતા નું સમ્માન ના કરી શક્યો એ બીજા કોઈ સાથે મિત્રતા કેવી રીતે નિભાવી શકે.

જે વ્યક્તિ ની દ્રષ્ટિ માં પાપ હોય.આચાર્ય ચાણક્યના મત મુજબ એવા વ્યક્તિ ની મિત્રતા પણ હાનિકારક છે જેની દ્રષ્ટિ અથવા નજરમાં પાપ હોય. એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમે પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જો વ્યક્તિ ની દ્રષ્ટિ માં ખામી હોય તો એ તમારા ઘરવાળાને પણ સારી નજરે નહિ જોવે.

ખરાબ સ્થાન પર રહેવાવાળા.આચાર્ય ચાણકય નું માનીએ તો આપણે કોઈ એવા વ્યક્તિ સાથે મિત્રતા ના કરવી જોઇએ કે જે ખરાબ સ્થાન પર રહેતો હોય. ખરાબ સ્થાન પર રહેવાવાળો વ્યક્તિ પોતાને એ સ્થાનથી દૂર નથી રાખી શકતો અને એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમારા જીવન પર પણ ખરાબ અસર પડે છે. તેની સાથે રહેવા કરતા સારું રહેશે કે સારા લોકોની વચ્ચે સારા સ્થાન પર રહેવાવાળા વ્યક્તિ સાથે મિત્રતા કરો.

દુર્જન પુરુષ થી રહો દૂર.એવો વ્યક્તિ જે ખરાબ આદતો (વ્યસન-કુટેવ) થી બંધાયેલો હોય એની સાથે ક્યારેય પણ મિત્રતા ના કરો. એમની ખરાબ આદતો તમારા જીવનને પણ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે અને તમે પણ એ ખરાબ આદતમાં બંધાઈ જશો.