CDS બિપિન રાવતના નિધન બાદ એવું તો શું બન્યું કે ચીન ભડક્યું,જાણીને તમારા પણ હોશ ઉડી જશે…

0
226

તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન છે. આ ઘટનાને લઈને હવે મંથન શરૂ થઈ ગયું છે.

કેટલાક નિષ્ણાંતોએ આ ઘટનામાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. આ મામલે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હથિયાર નિયંત્રણના મુદ્દા પર નિષ્ણાંત અને જિયોસ્ટ્રેટેડિસ્ટ અને લેખક બ્રહ્મા ચેલાનીએ કરેલી ટ્વિટ આ કેસમાં હેડલાઈન્સ બની છે. ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પણ આ અંગે પોતાની આકરી પ્રતિક્રિયા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર ચેલાનીએ સીડીએસ રાવતના હેલિકોપ્ટર ક્રેશ અંગે શ્રેણી બદ્ધ ટ્વિટ કર્યા હતાં. તેમણે હેલિકોપ્ટર દુર્ઘટના અંગે સીડીએસ રાવત અને તાઈવાનના જનરલ ચીફ વચ્ચે ભયાનક સમાનતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

જ્યારે ચીનની અગ્રણી મીડિયા ચેનલ ગ્લોબલ ટાઈમ્સે આ ટ્વિટ અંગે અમેરિકાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પ્રોફેસર ચેલાનીએ ગ્લોબલ ટાઈમ્સે પણ પ્રતિક્રિયા આપી હતી. પ્રોફેસર ચેલાનીએ પોતાના પ્રથમ ટ્વિટમાં લખ્યું હતું કે, છેલ્લા 20 મહિનામાં ચીન સાથે સરહદી તણાવને કારણે હિમાલયના મોરચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને તે સમયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને 11 લશ્કરી કર્માચારીઓનું ખૂબ જ દુઃખદ છે.તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, જનરલ રાવતના મૃત્યુ અને તાઈવાનના જનરલ ચીફ ઓફ સ્ટાફના મૃત્યુ વચ્ચે ડરામણી સમાનતાઓ છે.

2020ની શરૂઆતમાં તાઈવાનના જનરલ સ્ટાફના વડા જનરલ વડા શેન યી-મિંગનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું.અને આ અકસ્માતમાં બે અગ્રણી જનરલ સહિત સાત લોકો માર્યા ગયા હતાં. આ બંને દેશોની અગ્રણી હસ્તીઓનું મોત નીપજ્યું હતું.જેઓ ચીનની આક્રમકતા સામે ખૂબ જ મહત્વપૂર્ણ ચહેરા હતાં. તેમણે પોતાની આગામી ટ્વિટમાં લખ્યુ કે, આ વિચિત્ર સમાનતાઓનો અર્થ એ નથી કે, બંને હેલિકોપ્ટરમાં દુર્ઘટનાઓ કોઈ કનેક્શન છે કે કોઈ વિદેશી તાકાતનો હાથ છે.

મહત્વનું છે કે, દરેક અકસ્માતે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભો કર્યો છે. ખાસ કરીને ટોચના જનરલોને લઈ જતાં લશ્કરી હેલિકોપ્ટરોની જાળવણી અંગે.ગ્લોબલ ટાઈમ્સે ચેલાનીના ટ્વિટને રી-ટ્વિટ કરીને કટાક્ષ કરતાં લખ્યું કે, આ દ્વષ્ટીકોણથી અમેરિકા પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભૂમિકા ભજવી શકે છે. કારણે કે, ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સાથે આગળ વધી રહ્યાં છે. અને અમેરિકાએ આ સોદાનો સખત વિરોધ કર્યો હતો.