કરોડપતિ બનાવી શકે છે તમને આ ફળ ની ખેતી, આ ફળ નું વાવેતર કરીને તમે પણ કમાઈ શકો છો 12 લાખ રૂપિયા….

0
343

અત્યારે દરેક વ્યક્તિ પૈસા કમાવવા માગે છે.પરંતુ પૈસા કમાવવા એ નાની વાત નથી એવામાં હાલ કોરોના મહામારીના કારણે ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે.જોકે જેનું નસીબ સારું છે એની પાસે સારી એવી નોકરી હોઈ છે.અને એના મહેનત ને પણ શ્રેય જાય છે.જોકે વર્તમાન સમયમા લોકો સારી નોકરી મેળવવા માટે તનતોડ પરિશ્રમ કરે છે અને તેની પાછળ દોટ મુકે છે. ત્યારે આજે એક ખેડૂતે સાબિત કરી બતાવ્યુ કે, નોકરી કરતા પણ આ ફળનુ વાવેતર કરવાથી વધુ પૈસા કમાઈ શકાય છે. આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ એક સારુ ઉદાહરણ બની ચૂક્યો છે. આપણે જે ખેડૂત વિશે વાત કરી રહ્યા છીએ તે સુનારીયા ગામના નિવાસી જીલેસિંહ અને તેમનો પુત્ર દીપક છે. આ યુવક સ્ટ્રોબેરીની ખેતી કરીને પ્રતિ એકર બાર લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે.

તમને જણાવી દઇએ કે, લગભગ ૨૧ વર્ષ પહેલા જીલેસિંહ આ આધુનિક ખેતીના અભિગમ તરફ વળ્યા હતા. તેમણે સરકાર પાસેથી લોન લઈને બે એકર જમીનની અંદર સ્ટ્રોબેરીની ખેતી કરવાની શરૂઆત કરી હતી. તેમના કહેવા અનુસાર સ્ટોબેરીની ખેતી કરતા પહેલા તેઓ ખૂબ જ ગરીબ હતા. પરંતુ, આ ખેતી ચાલુ કર્યા બાદ હવે તેને પૈસાની કોઇ કમી નથી. તેનો પુત્ર દીપક પણ હવે તો કેરીની ખેતી કરવામા ઉસ્તાદ થઈ ચૂક્યો છે અને અત્યારે તે ૩૦ એકર જમીનનો માલિક છે.

આ વ્યક્તિ તો સ્ટોબેરીમાંથી પૈસા કમાય જ છે પરંતુ, તેની સાથે-સાથે તે ઘણા મજૂરોને રોજગાર પણ પૂરો પાડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ, જીલેસિંહે પોતાના ખેતરની અંદર કામકાજ માટે ૩૦ કરતા પણ વધારે મજૂરો રાખ્યા છે. આ સિવાય તેમણે સ્ટોબેરીની ખેતી કરવા માટે સરકાર પાસેથી દસ લાખ રૂપિયાની લોન પણ લીધી હતી.

આ લોન તેણે ફક્ત ત્રણ વર્ષના સમયકાળમા જ ચૂકવી દીધી હતી. સૌપ્રથમ તો સ્ટ્રોબેરીને ખેતરમા ઉગાડીને તૈયાર કરવામા આવે છે, ત્યાર બાદ તેના જુદા-જુદા વીભાગ પાડવામા આવે છે. એક એકર ની અંદર અંદાજે ૨૫,૦૦૦ રોપ ઉગાડવામા આવે છે. છોડનો ગ્રોથ સારો થાય તે માટે લીલા ખાતર નો પણ ઉપયોગ કરવામા આવે છે.

ચાલો જાણીએ સ્ટ્રોબેરીનો પાક ઉગાડવા માટેની પદ્ધતિ વિશે :સ્ટ્રોબેરીની મુખ્ય પ્રજાતિઓ :સ્ટોબેરીની જુદી-જુદી પ્રજાતિઓ ભારત દેશની બહારથી આયાત કરવામા આવે છે.સ્ટ્રોબેરીની ખેતી માટે આવશ્યક જમીન અને વાતાવરણ :તમને ખ્યાલ નાં હોય તો જણાવી દઈએ કે, સ્ટોબેરી કોઈપણ માટીમા થઈ શકે છે પરંતુ, તેના માટે લોમ માટી વધારે સારી ગણાય છે. ૨૦-૩૦ ડિગ્રી તાપમાન તથા ૫-૬ પી.એચ. વાળી માટી સૌથી વધુ લાભદાયી ગણવામા આવે છે.

સ્ટ્રોબેરીની ખેતી માટે ખેતર કેવી રીતે તૈયાર કરવુ :આ ખેતી કરવા ખેતરમા ત્રણ વાર એક હેક્ટર દીઠ ૭૫ ટન સારુ ખાતર નાખવુ આવશ્યક છે.સ્ટ્રોબેરીની ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા :આ છોડની અંદર અમુક સમયના અંતરે ભેજનુ પ્રમાણ ચેક કરવુ અત્યંત આવશ્યક છે. આ માટે ફુવારા દ્વારા સિંચાઈ કરી શકાય.સ્ટ્રોબેરીને તોડવા માટેનો યોગ્ય સમય :સ્ટ્રોબેરી નો રંગ ૭૦ ટકા જેવો લાલાશ પડતો દેખાય ત્યારબાદ જ ફળ તોડવુ.પેકીંગ:સ્ટ્રોબેરીનુ પેકીંગ પ્લાસ્ટિકની પ્લેટમાં કરવી જોઈએ જે કાણાવાળી હોય જેથી હવાની અવરજવર થઇ શકે.

આ સિવાય બીજા પણ એક વ્યક્તિ છે જેમને પણ સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી એવી કમાણી કરી છે તો ચાલો જાણીએ સ્ટ્રોબેરીની ખેતી અંગે તેમનું શુ કહેવું છે.સ્ટ્રોબેરીની ખેતી કરીને વિવેક કુમાર રાય એક સફળ ખેડૂત બની ગયા છે. તો ચાલો આજે તેના દ્વારા જ જાણ્યે કે, તે કઈ રીતે સફળ ખેડૂત બન્યા. તેમનું કહેવું છે કે, સૌથી પહેલાં મને  મારા મિત્ર રવિન્દ્ર સ્વામી પાસેથી સ્ટ્રોબેરીની ખેતી કરવાની પ્રેરણા મળી હતી. તે અમુક વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેણે મને કહ્યું કે, તમારી પાસે અહીં જયપુર જેવું મેટ્રો સિટી છે, જ્યાં સ્ટ્રોબેરીની ખેતી સારી રીતે થાય છે, જેથી તમે સ્ટ્રોબેરીની ખેતીની કરી શકો. આ વાત માનીને મેં ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રોબેરીની ખેતી વિશેની માહિતી મેળવી હતી. મેં ઓનલાઈન જ છોડ માંગવાનું નક્કી કર્યું.

મેં પુણેના મહારાષ્ટ્રથી સંવર્ધન તકનીક દ્વારા તૈયાર કરેલા છોડો મંગાવ્યા, જે 2 ઓક્ટોબરના રોજ મેં મારા ખેતરમાં રોપ્યા હતા. 5000 છોડની મેં 1 વીઘા જમીનમાં રોપણી કરી હતી. 5000 છોડમાંથી ઊંચા તાપમાના કારણે 450 છોડ કરમાય ગયા હતા. મેં તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા અને આખા ક્ષેત્રમાં તાપમાન ઘટાડવા માટે મેં ઉપર એક કાપડ બાંધી દીધું હતું. થોડા સમયમાંજ છોડ ઉગવા માંડ્યા અને 5 નવેમ્બરના રોજ મેં જોયું કે, કેટલાક સ્ટ્રોબેરીના ફળ આવી ગયા હતા જે 8 નવેમ્બર સુધીમાં પાકીને તૈયાર થઈ ગયા.

કૃષિ મંત્રીએ ફાર્મની લીધી હતી મુલાકાત બજારમાં તૈયાર પાકને વેચવા માટે હવે મારે પેકિંગ મટિરીયલની જરૂર હતી, પરંતુ મને જયપુરમાં પેકિંગ મટિરિયલ ન મળતા, મેં દિલ્હીમાંથી પેકિંગ મટિરિયલનો ઓર્ડર આપ્યો. મેં 10 નવેમ્બરથી સ્ટ્રોબેરી વેચવાનું શરૂ કર્યું, ત્યારે લોકો વિશ્વાસ ન હતો કે, આ સ્ટ્રોબેરી ક્યાંક જયપુરમાં ઉગાડવામાં આવી છે, તે દરમિયાન માનનીય કૃષિમંત્રી એક કાર્યક્રમ માટે નજીકના ગામની મુલાકાત લઈ રહ્યા હતા, જ્યાં મેં પ્રધાનને વિનંતી કરી મેં સ્ટ્રોબેરી રોપણી કરી છે, સર, એકવાર તમે મારા ફાર્મની મુલાકાત લો. કૃષિમંત્રીએ 14 નવેમ્બરના રોજ મારા ખેતરની મુલાકાત લીધી અને ત્યાર બાદ તેઓ પણ માનવા લાગ્યા કે, આ સ્ટ્રોબેરી જયપુરના કાલખ જેવા નાના ગામમાં બનાવવામાં આવી હતી.