કરોડપતિ બિલ ગેટ્સે 4600 કરોડનું ખરીદ્યું એવું વાહન કે એક વખત ભરાયેલા ઇંધણ દ્વારા અમદાવાદથી ચીન જઈ શકાય…

0
242

વિશ્વના સૌથી ધનિક માણસોમાંના એક બિલ ગેટ્સ ઘણીવાર ક્યાંક ને ક્યાંક રજા માણવા જતા હોય છે. તે શ્રેષ્ઠ જગ્યાઓ પર રોકાવા અને ઉત્તમ વાહનોનો ઉપયોગ કરવા માટે પણ જાણીતા છે. પરંતુ આ વખતે તેમણે એક સુપર યૉટ ખરીદી છે. આ સુપર યૉટની કિંમત 645 મિલિયન ડોલર (એટલે ​​કે 4600 કરોડ રૂપિયા) છે. આ સુપર યૉટમાં એકવાર ઈંધણ ભરાવાથી તે 6437 જેટલું અંતર કાપી શકે છે. નોંધનીય છે કે અમદાવાદથી ચીન સુધીનું અંતર આશરે 5000 જેટલું છે. આમ આ વાહનથી દૂર સુધીનું અંતર એક જ પ્રવાસમાં કાપી શકાય છે. તો ચાલો જાણીએ આ સુપર યૉટ વિશે.

આ સુપર યૉટ 370 ફૂટ લાંબી છે. તેમાં પાંચ ડેક છે. આમાં 14 લોકો એક સાથે મુસાફરી કરી શકે છે. ઉપરાંત, આ સુપર યૉટમાં લગભગ 30 ક્રૂ મેમ્બર કામ કરી શકે છે.

આ સુપર યૉટ ઇકો ફ્રેન્ડલી છે. આ સુપર યૉટ પ્રવાહી હાઇડ્રોજન દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કે આ યૉટમાંથી કોઈ પ્રદૂષણ થતું નથી. આ સુપર લક્ઝરી સુપર યૉટ જીમ, યોગ સ્ટુડિયો, મસાજ પાર્લર અને સ્વિમિંગ પૂલ પણ ધરાવે છે.

આ સુપર યૉટ વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં એકવાર પ્રવાહી હાઇડ્રોજન ભરાઈ જાય ત્યાર બાદ તે લગભગ 6437 કિ.મી. ચાલી શકે છે. આ સુપર યૉટનું નામ એક્વા છે.

સૌથી આકર્ષિક વસ્તુ 28 ટેન્કની બે સીલ્ડ ટેન્ક છે. આ બંને ટેન્કનું તાપમાન લગભગ 253 ડિગ્રી સેલ્સિયસ છે. જેમાં લિક્વિડ હાઇડ્રોઝન છે. જેનાથી આખા સુપરયોટને પાવર મળે છે. માહિતી મુજબ બિલ ગેટ્સને સુપરયોટ પર રજાઓ માણવી ખૂબ જ ગમે છે.

પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેમણે પોતાનો કોઈ સુપરયોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલીક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ બિલનું આ સુપરયોટને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં વર્ષ 2024 સુધીનો સમય લાગશે.

બિલ ગેટ્સ 2024માં આ સુપર યૉટ મેળવી શકશે. તેને બનાવતી કંપનીએ કહ્યું છે કે આ સુપર લક્ઝરી ઇકો ફ્રેન્ડલી યૉટ બનાવવામાં લગભગ ચાર વર્ષનો સમય લાગે છે. બિલ ગેટ્સ પાસેથી મળેલા પૈસા દ્વારા તેઓ ઝડપથી સુપર યૉટ બનાવી શકશે.

આ સુપર યૉટની પાછળ એક સ્વીમિંગ પૂલ, સનબાથ ડેક, આઉટડોર ડાઇનિંગ વગેરેની વ્યવસ્થા છે. આટલું જ નહીં શિયાળામાં વાતાવરણને ગરમ રાખવા માટે જેલ ફ્યુલ્ડ ફાયર બાઉલ્સ પણ લગાવવામાં આવ્યા છે.

એક્વા સુપર યૉટની અંદર એક હોમ સિનેમા થિયેટર પણ છે. જ્યાં 20 લોકો સાથે બેસીને ફિલ્મનો આનંદ માણી શકે છે.એક્વા સુપર યૉટની ગતિ કલાકના 32 કિલોમીટર જેટલી છે. તે અંદર 4 ગેસ્ટ રૂમ, 2 VIP સ્ટેટ રૂમ અને 1 પેવેલિયન છે.

એક્વા સુપર યૉટમાં ક્રૂના 31 જેટલા સભ્યો સાથે મળીને કામ કરી શકે છે. તેમાં રહેવા માટે 14 ડબલ ક્રૂ કેબીન, 2 ઓફિસર કેબિન અને એક કેપ્ટન કેબિન છે.એક્વા સુપર યૉટનો આગળનો ભાગ બબલ આકારનો છે. અહીંથી 360 ડિગ્રી વ્યૂ મળે છે. સુપર યૉટનો કેપ્ટન જ્યાંથી યૉટનું સંચાલન કરે છે તે સંપૂર્ણ ઓટોમેટિક છે.