કોલ સેન્ટરમા મોટાભાગનો સ્ટાફ છોકરીઓને જ કેમ રાખવામા આવે છે છોકરા કેમ નહી,કારણ જાણીને તમે પણ ચોકી જશો…….

0
371

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપ સૌનુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ કે કોલ સેન્ટરમા મોટાભાગે છોકરીઓને જ કેમ નોકરી મા રાખવામા આવે છે તમને જણાવી દઇએ કે આજકાલનો યુગ ટેકનોલોજી નો યુગ માનવામાં આવી રહ્યો છે લોકો આજકાલ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે પરંતુ ઘણી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે પરંતુ તે ઘણી વખત ખરાબ પણ થતું હોય છે અથવા તો તેમાં કોઈ સમસ્યા પણ આવતી હોય છે.

જેવી કે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેમાં ઘણી વાર નેટવર્કની સમસ્યા આવતી હોય છે તો આપણે તેનું નિરાકરણ કરવા માટે કંપનીમાં ફરિયાદ કરતા હોઈએ છીએ. જે આપણને યોગ્ય માહિતી પૂરી પાડે છે તો મિત્રો આ માટે બધી મોટી મોટી કંપનીઓમાં ગ્રાહકોની સમસ્યાના નિરાકરણ માટે કસ્ટમર કોલ સેન્ટરની સુવિધા રાખવામાં આવી હોય છે. જેમાં ગ્રાહક ફોન કરીને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે.

તો મિત્રો આજે આપણે કોલ સેન્ટર સાથે જોડાયેલું એક રહસ્ય જાણીશું જે દરેક લોકો માટે જાણવું ખુબ જરૂરી છે મિત્રો મોટાભાગના કોલ સેન્ટરમાં આપણે ફોન કરીએ તો સામેથી છોકરીઓનો જ અવાજ સાંભળવા મળતો હોય છે અને હા પુરુષો પણ કોલ સેન્ટરમાં નોકરી કરતા હોય છે પરંતુ કોલ સેન્ટરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં પુરુષો કામ કરતા જોવા મળે છે તો આવું શા કારણે તેનું રહસ્ય આજે આપણે જાણીએ કે મોટાભાગના કોલ સેન્ટરમાં યુવતીઓઓ જ કામ કરતી હોય છે.

કારણ કે કોલ સેન્ટરમાં કામ કરવું ખુબ જ મુશ્કેલીભર્યું હોય છે અને દિવસની ૮ કલાકની જો નોકરી હોય તો ૮ કલાક સતત ફોન રીસીવ કરવા પડતા હોય છે પરંતુ તેનાથી પણ મોટો જો કોઈ પડકાર હોય તો તે છે ગ્રાહકને સંતોષકારક જવાબો આપવા કારણ કે ઘણી વાર અમુક લોકો પોતાનો સમય પસાર કરવા માટે પણ કોલ સેન્ટરમાં ખોટે ખોટા ફોન કરીને સામેના વ્યક્તિને પરેશાન કરતા હોય છે રોજ ગ્રાહકો દ્વારા નવી નવી ફરિયાદો આવતી હોય છે. જેનું સમાધાન લાવવું ખુબ જ મુશ્કેલીભર્યું બની જતું હોય છે.

છોકરાઓ જો આ નોકરી કરતા હોય તો તે માત્ર ૧ મહિનાની અંદર જ નોકરી છોડી દેતા હોય છે. કારણ કે છોકરાઓ ગ્રાહકોને વિનમ્રતાથી જવાબ આપી શકતા નથી પરંતુ યુવતીઓ છોકરાઓના પ્રમાણમાં ખુબ જ વિનમ્ર થઈને ગ્રાહકને સંતોષકારક જવાબ આપવામાં સફળ રહે છે અને કોલ સેન્ટરમાં યુવતીઓ વધારે કામ કરતી હોય તેનું એક મહત્વનું અને મુખ્ય કારણ એ પણ છે કે છોકરીની સહનશક્તિ.

કારણ કે ઘણી વાર લોકો આખો દિવસનો થાક અને ગુસ્સો કોઈ પણ કંપનીના કોલ સેન્ટરમાં ફોન કરીને ઉતરતા હોય છે અને કોલ સેન્ટરમાં આ લોકો એવો ઉદ્દેશ્ય રાખતા હોય છે કે ગ્રાહકને વાત કરીને આપણી કંપનીથી સંપૂર્ણ સંતોષ મળવો જોઈએ જેના પગલે કોલ સેન્ટરની નોકરિયાતો ખુબ જ વિનમ્રતા સાથે વાત કરતી હોય છે અને મેનેજર અને ટીમ લીડરનું પણ આખો દિવસ સાંભળવું પડતું હોય છે. જે માત્ર યુવતીઓ જ સહન કરી શકે છે.

મિત્રો પુરુષ ક્યારેય પણ આવી બાબતોને સહન કરી ન શકે એટલા માટે છોકરાઓ કોલ સેન્ટરમાં ખુબ જ ઓછા નોકરી કરતા જોવા મળે છે અને આ મુશ્કેલ કામમાં ખુબ જ તણાવ ભર્યો માહોલ રહેતો હોય છે અને એટલા માટે છોકરીઓ આ કામમાં વધારે જોડાય છે અને પુરુષો આ કામમાં ઓછા તાકી શકતા હોય છે તેમજ છોકરીઓ પોતના કોઈ પણ કામમાં થોડા સમયમાં જ એડજસ્ટ તરત જ કરી લેતી હોય છે. તેની સહનશક્તિ પણ છોકરાઓ કરતા ખુબ જ વધારે જોવા મળતી હોય છે.

મિત્રો યુવતીઓને કોલ સેન્ટરમાં જો રજા જોઈએ તો ખુબ જ સરળતાથી મળી જાય છે. જ્યારે છોકરાઓને રજાઓ સરળતાથી મળતી નથી કોઈ ટીમ લીડર કે મેનેજર હોય તો છોકરા ઓ પર તે ખુબ જ સરળતાથી ગુસ્સો કરી શકે છે અને કંઈ પણ સંભળાવી દેતા હોય છે. પરંતુ છોકરીઓને તે રીતે કહી શકતા નથી. જેના કારણે યુવતીઓને નોકરી કરવામાં ઓછી મુશ્કેલી ઉભી થતી હોય છે પરંતુ છોકરાઓ પર મેનેજર અથવા ટીમ લીડર ગુસ્સો કરે તો તેની સાથે ઝગડો પણ થઇ જતો હોય છે.

મિત્રો નોકરી છોડવી પડતી હોય છે પરંતુ યુવતીઓ સાથે જો આવો વ્યવહાર કરવામાં આવે તો તેના ઉપરી અધિકારીઓને પણ નોકરી છોડવાનો વારો આવે છે અને આ માટે કોલ સેન્ટરમાં યુવતીઓને કામ કરવા માટે ખુબ જ સાનુકૂળ વાતવરણ મળી રહે છે જેના કારણે દરેક કોલ સેન્ટરમાં યુવતીઓની પહેલી પસંદગી થાય છે.અને ઘણી કંપનીઓ તરફથી ગ્રાહકોને સામેથી કોલ કરવામાં આવતા હોય છે.

જેમાં શાંત અને સારી રીતે વાત કરવામાં આવતી હોય છે અને જો કોઈ ગુસ્સામાં પણ હોય તો તે શાંત થઇ જાય છે. અને આવી મધુર વાણીમાં છોકરીઓ ખૂબ જ માહિર હોય છે જ્યારે આવો શાંત સ્વભાવ અને મધુર વાણી પુરુષોમાં ઓછી જોવા મળે છે જો કે સ્ત્રી સાથે વાત કરતી વખતે તો તે શાંત રહી શકે છે પરંતુ પુરુષ સામે તે વધુ ગુસ્સે પણ થઇ શકે છે અને એવામાં આ નોકરી માં છોકરીઓ વધારે હોય છે અને વધુ ટકી પણ શકે છે.