બુધવાર સાંજે કરી લો ગણેશજીના આ ચમત્કારી ઉપાય, આવશે અઢળક ધન અને બનાવી દેશે માલામાલ…

0
107

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં બુધવાર સાંજ ગણેશજી ખાસ ઉપાયો અને પૂજા વિધિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ.બુધ ગ્રહ અને ગણશજી બંને બુદ્ધિના કારક છે. કુશાગ્ર બુદ્ધિના ચાહવાન ગણેશજીને મોદકનો ભોગ લગાવશો તો બુદ્ધ વધશે અને સાથે જ સુખ સફળતા કાયમ રહે છે. શુદ્ધ દેશી ઘીથી બપ્પાનુ પૂજન કરતા બુદ્ધિ કુશાગ્ર થાય છે.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશનૂ પૂજન અને સ્મરણ કરવામાં આવે છે. શિવ પુત્રની કૃપાથી જ ઘર-પરિવારમાં શુભ કાર્ય થાય છે. તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો. અથર્વશીર્ષ સ્ત્રોતનો પાઠ કરવાથી બધા અમંગળ દૂર થાય છે.સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતાના માર્ગ ખુલી જાય છે.મોંઘવારીના આ જમાનામાં પૈસા ખૂબ જ મહત્વ રાખે છે.એ જ કારણ છે કે દરેક વ્યક્તિ દિવસ-રાત તેની પાછળ ભાગતો ફરે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા બધા માટે આ ખાસ ઉપાય લાવ્યા છીએ. આ બધા જ ઉપાય ગણેશજીને સાથે સંબંધિત છે. મહત્વપૂર્ણ છે કે ગણેશજીને આપણે બધા ભાગ્ય વિધાતાનાં નામથી ઓળખીએ છીએ. કહેવામાં આવે છે કે જો તમે ગણપતિ બાપાને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાઓ છો તો તમારું ભાગ્ય દસ ગણું વધી જાય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ ઉપાય પર એક નજર નાખીએ.

ગણેશજીને ઇષ્ટદેવ બનાવો,ગણેશજીને પોતાના ઇષ્ટદેવ બનાવીને દરેક બુધવારે સાંજના સમયે તેમની પૂજા કરો. આ દરમિયાન તમે તેમના સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરો. હવે બંને હાથ જોડી વિનંતી કરો અને બોલો કે, હે દેવ કૃપા કરીને અમારા ઇષ્ટદેવ બની જાઓ. ત્યારબાદ ૧૦૮ વખત ગણેશજીના મંત્રનો જાપ કરો. સાથે જ ગણેશ ચાલીસાના પાઠ કરો અને ગણેશજીની આરતી કરો. અંતમાં તેમના ચરણોમાં માથુ ટેકવીને પોતાની ધન સંબંધિત સમસ્યાઓ અને મનોકામનાઓ જણાવો. ગણેશજીના આશીર્વાદથી તમે ક્યારે ગરીબીનું મોઢું જોશો નહીં.

શ્રીફળથી નજર ઉતારો,ઘણી વખત લોકોને ખરાબ નજર, ઈર્ષા અથવા દુશ્મનના ષડયંત્રને કારણે પણ સફળતા મળી શકતી નથી. તેવામાં આ ઉપાય તમને દરેક ખરાબ નજરથી બચાવશે. બુધવાર સાંજના સમયે પૂજાના દોરાથી વીંટાળેલું એક નાળિયેર લો. હવે પોતાના માથાથી પગ સુધી લઈને તેને સાત વખત ફેરવો. ત્યારબાદ આ શ્રીફળને મંદિરમાં ગણેશજીનાં ચરણોમાં રાખીને વધારી દો. હવે આ શ્રીફળ તમારે ત્યાં મંદિરમાં જ છોડી દેવાનું છે. તેને સાથે ઘરે લઈ જવાનું નથી. આવું કરવાથી તમારા કાર્યોમાં કોઈપણ અડચણ ઊભી થશે નહીં.

નાડાછડી અને સિંદૂરનો ઉપાય,બુધવારના દિવસે સૂર્યાસ્તના સમયે આ ઉપાય શરૂ કરો. એક નાળાછડી લઈને તેમાં ગણેશજીનાં ચરણોનું સિંદૂર લગાવો. હવે તેને ગણેશજીના ચરણોમાં જ રાખી દો. ત્યારબાદ ૐ શ્રી ગણેશાય નમઃ ૧૦૮ વખત જાપ કરો. હવે આ નાડાછડીને ઉઠાવી લો અને આ મંત્રનો જાપ કરતા તેને ૭ ગાંઠ બાંધી લો. તમારો આ દોરો હવે ચમત્કાર માટે તૈયાર છે. તેને તમે પોતાના કાંડા પર બાંધી લો અથવા ગળામાં પહેરી લો. તે સિવાય તેને પર્સ અથવા તિજોરીમાં પણ રાખી શકો છો. તેનાથી તમારી ધનની આવક ઝડપથી વધવા લાગશે.

જે વ્યક્તિ દૂર્વાથી ભગવાન ગણેશનું સાચા મનથી પૂજન કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે. જ્યોતિષિય માપદંડ મુજબ દુર્વા છાયા ગૃહ કેતુને સંબોધિત કરે છે. ગણપતિજી ધુમ્રવર્ણ ગૃહ કેતુ ના અધિષ્ટ દેવતા છે અને કેતુ ગૃહથી પીડિત જાતકોએ ગણેશજીને 11 અથવા 21 દુર્વાના મુકુટ બનાવીને ગણેશની મૂર્તિ પર જાતક બુધવારની સાંજે 4 થી 6 વચ્ચે સૂર્યાસ્ત પૂર્વ ગણેશજીને અર્પિત કરવા હિતકારી રહે છે.

ધનની કામના માટે બુધવારના દિવસે શ્રી ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવો. થોડીવાર પછી ઘી નએ ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થઈ જાય છે.ગણેશજી પાસેથી વૈભવનુ વરદાન ઈચ્છો છો તો કરો આ મંત્રનો જાપ…

प्रातर्नमामि
चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम्।तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयो: शिवाय।।प्रातर्भजाम्यभयदं खलु, भक्तशोकदावानलं गणविभुं वरकुञ्जरास्यम्अज्ञानकाननविनाशनहव्यवाहमुत्साहवर्धनमहं सुतमीश्वरस्य।।

બુધવાર વ્રતની પૂજા વિધિ, જો તમે બુધવાર વ્રત કરી રહ્યા હોય તો બુધવાર ના દિવસે સવારના સમયે જલ્દી ઉઠી જવું, સ્નાન કરીને પછી તાંબાના પાત્ર માં ગણેશજી ની મૂર્તિ સ્થાપિત કરવી.તાંબા ના પાત્ર માં ગણેશજી ની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા પાત્ર ને સરખી રીતે સાફ કરી લેવું અને પુજાના સ્થાન પર પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજાની શરૂઆત કરવી.

ભગવાન ગણેશજી ની મૂર્તિ આગળ આસન પર બેસી જવું અને ભગવાન ગણેશજી ની ધૂપ, દીવો, ફૂલ, કપૂર, ચંદન થી પૂજા કરવી.જો તમે ભગવાન ગણેશજી ની પૂજામાં દુર્વા અર્પિત કરો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.જયારે ગણેશજી ની પૂજા સમાપ્ત કરી લેવામાં આવે તો છેલ્લે ગણેશજી ને મોદક નો ભોગ જરૂર લગાવવો અને મનમાં ભગવાન નું ધ્યાન કરતા મંત્ર “ॐ गं गणपतये नमः” નો ૧૦૮ વાર જાપ કરવો.

બુધવાર ના રોજ આ ઉપાયો કરવાથી ગણેશજી થશે પ્રસન્ન,જો તમે ધન સંપતિ માં વધારો કરવા માંગતા હોય અને ઘર પરિવાર ને સમૃદ્ધ બનાવવા માંગતા હોય તો એના માટે બુધવાર ના દિવસે ભગવાન ગણેશજી ને ઘી અને ગોળ નો ભોગ લગાવવો અને ગાય ને પણ આ ભોગ ખવડાવવાનું ન ભૂલવું.જો તમારા ઘર પરિવાર માં નકારાત્મક શક્તિઓ નો વાસ થઇ ગયો હોય, જેના કારણે ઘરમાં કંકાશ થતો રહે છે તો એના માટે તમે દુર્વા ના ગણેશજી બનાવો અને એની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવી.

એનાથી ઘર પરિવાર ના લોકો ની વચ્ચે પ્રેમ વધશે. જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશજી ની પ્રતિમા લગાવો છો તો નકારાત્મક શક્તિઓ દુર રહે છે.ભગવાન ગણેશજી ની પૂજા દરમિયાન એની પ્રિય મનપસંદ વસ્તુ જો એને અર્પિત કરવામાં આવે તો તે ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. ગણેશજી ને મોદક નો ભોગ જરૂર લગાવવો અને દુર્વા અર્પિત કરવા.ઉપરોક્ત બુધવાર વ્રતની પૂજા વિધિ અને અમુક ઉપાયો કરવામાં આવે તો એની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે અને એના આશીર્વાદ થી તમારા જીવનમાં પરેશાની ઓછી થઇ શકે છે.