બોલીવુડની આ મશહૂર અભિનેત્રીએ પોતાનાં કરિયરની શરૂઆત સાઉથમાંથી કરીતી, એક નામ તો એવું છે કે જાણી ચોંકી જશો….

0
735

બોલીવુડ માં દરેક વર્ષે ના જાણે કેટલા નવા ચહેરા આવે છે અને ના જાણે કેટલા લોકો બોલીવુડ માં પોતાની ઓળખાણ બનાવવાની હોડ માં લાગેલા રહે છે પરંતુ કિસ્મત કોઈ કોઈ નો જ સાથ આપે છે,બોલીવુડ માં આજે ના જાણે કેટલી અભિનેત્રીઓ છે જેમને પોતાની મહેનત અને અભિનય થી બોલીવુડ માં જગ્યા બનાવી છે પરંતુ તેમને ફિલ્મી કેરિયર ની શરૂઆત સાઉથ ફિલ્મો થી કરી હતી જેના વિશે કદાચ જ તમે જાણતા હોય,તો આ રીપોર્ટ માં અમે તમને તે એક્ટર્સ ની સાઉથ માં કરેલ ફિલ્મો ના વિશે જણાવીશું.

પ્રિયંકા ચોપડા.

બોલીવુડ અને હોલીવુડ માં પણ શોહરત કમાઈ ચૂકેલ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ની ઓળખાણ હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર્સ માં થવા લાગી છે પરંતુ કદાચ જ તમને ખબર હોય કે પ્રિયંકા એ બોલીવુડ માં આવવાથી પહેલા સાઉથ ફિલ્મ માં કામ કર્યું છે. વર્ષ 2002 માં પ્રિયંકા ની પહેલી ફિલ્મ ‘Thamizhan’ રિલીજ થઇ હતી, જેમાં પ્રિયંકા ની સાથે સાઉથ ના પ્રખ્યાત હીરો વિજય એ કામ કર્યું હતું અને તેના પછી વર્ષ 2003 માં પ્રિયંકા સની દેઓલ ની સાથે ફિલ્મ ‘દ હીરો- લવ સ્ટોરી ઓફ એ સ્પાય’ માં નજર આવી પછી અક્ષય કુમાર ની સાથે ફિલ્મ અંદાજ માં પ્રિયંકા ને ઓળખાણ મળી અને આજે તે જે મુકામ પર છે તેને દરેક લોકો સારું જાણે છે.

દીપિકા પાદુકોણ.

દીપિકા પાદુકોણે પોતાના કરિયરમાં અત્યાર સુધી સંખ્યાબંધ સફળ ફિલ્મો આપી ચૂકી છે. ફિલ્મ કૉકટેલથી તેના કરિયરમાં વળાંક આવ્યો અને ત્યાર બાદ તેની ફિલ્મો સતત હિટ થતી જાય છે. વર્તમાન સમયમાં દીપિકા બૉલીવુડની નંબર વન અભિનેત્રી છે. દીપિકાની છેલ્લાં ચાર વર્ષમાં કોઈપણ ફિલ્મ ફ્લોપ નથી થઈ. દીપિકા કોઈપણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવી. તેણે આઉટસાઈડર તરીકે શરૂઆત કરી અને મોટી સફળતા મેળવી.જોકે
દીપિકા પાદુકોણ એ બોલીવુડ માં શાહરૂખ ખાન ની સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી ડેબ્યુ કરવા વાળી દીપિકા ના કેરિયર ની શરૂઆત કન્નડ ફિલ્મ ‘ઐશ્વર્યા’ થી થઇ હતી, જેના પછી દીપિકા એ બોલીવુડ માં પગ મૂક્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન.


ઐશ્વર્યા રાય બચ્ચન એ મણિરતન્મની તમિલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. 1997)માં મોહનલાલ.સામે હીરોઈન તરીકે ચમકીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ.તે જ વર્ષે  બોબી.દેઓલસાથેની ફિલ્મ ઔર પ્યાર હો ગયા દ્વારા બૉલીવુડ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.પોતાની બેમિસાલ ખુબસુરતી માટે પ્રખ્યાત ઐશ્વર્યા જોકે તેની સુંદરતાને લઈને વારંવાર ચર્ચામાં આવતી રહે છે.

યામિ ગૌતમ.

યામી ગૌતમ સીરીયલ માં નજર આવી અને તેના પછી આયુષ્માન ખુરાના ની ફિલ્મ વિક્કી ડોનર માં તેમના અપોઝીટ નજર આવી. જણાવી દઈએ કે યામી એ પણ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કન્નડ ફિલ્મ ‘ઉલ્લાસ’ થી કરી હતી. આ ફિલ્મ માં તેમના કો સ્ટાર ગણેશ હતા.

કૃતિ સેનન.


કૃતિ સેનન બોલીવુડ માં આવવાથી પહેલા સાઉથ ના પ્રખ્યાત કલાકાર મહેશ બાબુ ની સાથે ફિલ્મ ‘Nenokkadine’ માં નજર આવી હતી, જેના પછી તે બોલીવુડ ફિલ્મ હિરોપંતી માં ટાઈગર શ્રોફ ના અપોઝીટ નજર આવી હતી. આ દિવસો કૃતિ સેનન ની પાસે હાઉસફુલ અને લુકાછુપી ફિલ્મ માં નજર આવશે. પરંતુ કૃતિ ને અસલી ઓળખાણ ફિલ્મ બરેલી કી બરફી થી મળી હતી, આ ફિલ્મ માં તેમના કામ ની ઘણી પ્રશંસા થઇ હતી.

તબ્બુ.

બોલીવુડ માં તબ્બુ એ એક લાંબા સમય માટે દુરી બનાવી લીધી હતી પરંતુ વચ્ચે માં તે ફિલ્મો માં નજર આવતી રહી, તબ્બુ એ પણ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત 1991 માં તેલુગુ ફિલ્મ ‘બીબી નંબર 1’ થી કર્યું હતું જેના પછી વર્ષ 1994 માં તે ઋષિ કપૂર ની સાથે ફિલ્મ ‘પહેલા પહેલા પ્યાર’ માં નજર આવી હતી.

ઈલીયાના ડીક્રુજ.


રણબીર કપૂર ની સાથે ફિલ્મ બરફી થી બોલીવુડ માં ડેબ્યુ કરવા વાળી ઈલીયાના ડીક્રુજ એ પણ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સાઉથ ની ફિલ્મો થી જ કરી હતી. પરંતુ ફિલ્મ બરફી ને મળેલ સફળતા પછી બોલીવુડ માં ઈલીયાના નો સિક્કો ચાલી ગયો અને એક પછી એક તેમને ઘણી ફિલ્મો માં કામ કરવાની તક મળી.

તાપસી પન્નું.


ફિલ્મ પિંક માં પોતાની એક્ટિંગ ને બતાવવા વાળી તાપસી પન્નું એ પણ પોતાના કેરિયર ની શરૂઆત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો થી કરી હતી, પરંતુ બોલીવુડ માં ઘણી સારી ફિલ્મો આપ્યા પછી તેમનો સિક્કો બોલીવુડ માં ચાલી ગયો અને આ દિવસો તે બોલીવુડ ની સારા કલાકારો માંથી એક છે.

શ્રીદેવી.


બોલીવુડ ની મિસ હવા હવાઈ એટલે કે શ્રીદેવી એ પણ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સાઉથ સિનેમા થી કરી હતી, ચાઈલ્ડ એક્ટર તરીકે ફિલ્મો માં કામ કર્યા પછી તેમને સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું, પરંતુ જ્યારે તે બોલીવુડ માં આવી તો અહીં પણ લોકો ને પોતાના દીવાના બનાવી લીધા.

જયા પ્રદા.


બોલીવુડ માં પોતાની ખુબસુરતી અને સારી એક્ટિંગ માટે ઓળખાવા વાળી જયા પ્રદા એ પણ હિન્દી ફિલ્મો માં આવવાથી પહેલા ના જાણે કેટલી સાઉથ ફિલ્મો માં કામ કર્યું જેના પછી વર્ષ 1979 માં બોલીવુડ ફિલ્મ ‘સરગમ’ થી પોતાની ફિલ્મી કેરિયર બોલીવુડ માં શરુ કર્યું.

રેખા.


પોતાની ખુબસુરતી અને અદાકારા માટે ઓળખાતી રેખા જે આજે ઉંમર ના આ પડાવ માં પણ પોતાની ખુબસુરતી થી આજ ની અભિનેત્રીઓ ને કોમ્પ્લેક્સ ફિલ કરાવી દે છે, રેખા નું ફિલ્મી સફર પણ કન્નડ સિનેમા થી શરુ થયું હતું જેના પછી રેખા એ હિન્દી સિનેમા માં ફિલ્મ સાવન ભાદો થી કદમ રાખ્યું.તો મિત્રો તમને અમારૂ આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તેને લાઈક કરી અને શૅર કરવા વિનંતી.ધન્યવાદ