બૉલીવુડ ની હીરોઇન પણ ઝાંખી પડી જાય છે આ સંસંદ સભ્ય સામે જુવો તસવીરો.

0
214

મિત્રો, હાલ અમરાવતી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ અહી એતિહાસિક વિજય મેળવ્યો છે. દરેક બેઠક પર થયેલો ભાજપનો વિજય હાલ એક ચર્ચાનો વિષય બની ચુક્યો છે. પરંતુ, મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી વિજેતા અપક્ષ ઉમેદવાર નવનીત રાણા હાલ ખાસી ચર્ચાનો વિષય બની છે. તે હાલ ભારતની સૌથી સુંદર મહિલા સાંસદ બની છે અને તેની સુંદરતાના ચર્ચા હાલ સમગ્ર દેશમા થઇ રહ્યા છે.

તેમણે શિવસેનાના સાંસદ અડસુલ આનંદરાવ વિથોબાને ૩૬ હજાર ૯૫૧ મતોના અંતરથી હરાવ્યા હતા. આ ચૂંટણીમા તેમને ૫ લાખ ૧૦ હજાર ૯૪૭ મત મળ્યા હતા. જ્યારે શિવસેનાના અદાસુલ આનંદરાવ વિથોબાને ફક્ત ૪ લાખ ૯ હજાર ૭૭૩ મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, તેમને કોંગ્રેસ-એનસીપીનો ટેકો હતો. તો ચાલો આ સાંસદ વિશે થોડી વધુ માહિતી મેળવીએ..

તે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી કમ નથી

તેમનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ થયો હતો. ૧૨ માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અભ્યાસ સિવાય મોડેલ તરીકે કામ કરવાનુ પણ શરૂ કર્યુ હતુ.આ સમય દરમિયાન તેણે ૬ મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યુ હતુ. તેમણે વર્ષ ૨૦૧૧ ના ફેબ્રુઆરી માસમા અમરાવતીમા મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા સાથે વિવાહ કર્યા હતા. રાજકારણમા જોડાયા પહેલા તે મોડેલીંગ કરતા હતા અને પંજાબી ફિલ્મોમા કામ કરવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ, તેમનુ ભાગ્ય તેમને રાજકારણમા ખેંચી લાવ્યુ હતુ.

તેલુગુ ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

તેમણે અનેકવિધ તેલુગુ ફિલ્મોમા પણ કામ કર્યું છે પરંતુ, ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન થયા બાદ તેમણે ફિલ્મજગત થી અંતર બનાવીને રાખ્યુ હતુ. તેમણે જ્યારે રાજકારણમા પ્રવેશ કર્યો હતો ત્યારથી તેમની સુંદરતા એ તેમને હમેંશા લાઇમલાઇટમા રાખે છે.

બાબા રામદેવની છે સૌથી મોટી ચાહક.

નવનીત તેના સ્વાસ્થ્યની ખુબ જ વધુ પડતી સાર-સંભાળ રાખે છે, તે નિયમિત યોગા કરે છે. આ ઉપરાંત તે બાબા રામદેવની ખૂબ જ મોટી ચાહક છે અને ઘણીવાર તેમને મળી પણ ચૂક્યા છે.

બાબા રામદેવની છાવણીમા રવિ રાણા સાથે પહેલી મુલાકાત.

બાબા રામદેવના યોગ શિબિર દરમિયાન પહેલીવાર તેમની મુલાકાત મુંબઈના એક નેતા રવિ રાણા સાથે થઇ હતી. જ્યારે રવિ એ આ યોગ શિબિરમા પહેલીવાર નવનીતને જોઈ હતી ત્યારે તે તેના પરથી પોતાની નજર હટાવી જ નહોતા શકતા. ત્યારબાદ તે બંને સારા મિત્રો બન્યા અને શિબિર પૂરી થયાના બે દિવસ પહેલા જ રવીએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને નવનીત આ માટે સહમત પણ થઈ ગઈ અને ત્યારબાદ તે બંનેના લગ્ન થયા.

આ છે અમરાવતી લોકસભા બેઠકનો ઇતિહાસ.

આપણા દેશને સ્વતંત્રતા મળ્યા બાદ વર્ષ ૧૯૫૧ની લોકસભાની ચૂંટણીમા પહેલી વાર ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર પંજાબરાવ દેશમુખ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યારબાદ આ બેઠકને કોંગ્રેસના ગઢ તરીકે ઓળખવામા આવતી હતી અને આ બેઠક પરથી વર્ષ ૧૯૮૪ સુધી ફક્ત કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટણી જીત્યા અને સંસદ ભવન સુધી પહોંચ્યા પરંતુ, વર્ષ ૧૯૯૧મા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ આ બેઠક પરથી ચૂંટણી જીતવામા સફળ રહી હતી ત્યારથી આ બેઠક ફરીથી કોંગ્રેસમા ફરી નથી. શિવસેના ત્યારથી સતત આ બેઠક જીતી રહી છે.