બોલિવૂડની આ જોડીઓ અત્યાર સુધી છે ની:સંતાન અમુક નામ જાણી ચોંકી જશો.

0
479

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે માતા અને બાળકો વચ્ચેનો સંબંધ આ દુનિયામાં સૌથી ખાસ છે. દરેક સ્ત્રી માતૃત્વની સુખ અનુભવવા માંગે છે. આ જ કારણ છે કે ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ તેમના કારકિર્દીની ટોચ પર હોવા છતાં લગ્ન કરી અને માતા બની હતી.

જો કે, બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ પણ રહી છે જે લગ્નના લાંબા સમય પછી પણ પ્રસૂતિ આનંદથી વંચિત રહી છે.બોલીવુડ ઇન્ડસ્ટ્રી હંમેશા લોકોની સામે એક અલગ જ મિસાલ રજૂ કરતા જોવા મળે છે. એક બાજુ જ્યાં એવું માનવામાં આવે છે કે એક સફળ લગ્ન માટે બાળક હોવું ઘણું જરૂરી હોય છે. તો એવા પણ કપલ્સ છે જેમણે ખુદ જ બાળકની ઈચ્છા નથી રાખી. બાળકો વિના જ એમના લગ્ન ખુશહાલ રહ્યા અને એમણે સાથીને પૂરો સાથ આપ્યો. આજે અમે તમને એવા જ બોલીવુડ કપલ્સ વિષે જણાવવા જઈ રહ્યા છે.

શબાના આઝમી અને જાવેદ અખ્તર.જાવેદ અખ્તરની પત્ની અને ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીના લગ્ન 1984 માં થયા હતા. જાવેદ અખ્તરે શબાના સાથે લગ્ન કરવા માટે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. શબાના અને જાવેદના લગ્ન 36 વર્ષ થયાં છે, પરંતુ હજી સુધી કોઈ સંતાન નથી. જાવેદને તેની પહેલી પત્નીના બે બાળકો છે, નામ ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર.મશહૂર ગીતકાર જાવેદ અખ્તરના પહેલા લગ્ન હની ઈરાની સાથે થયા હતા. આ લગ્નથી એમને બે બાળકો ફરહાન અને જોયા અખ્તર છે. એ પછી એમણે મશહુર અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા. જાવેદ અને શબાનાને કોઈ બાળક નથી. બંનેનું માનવું છે કે તેમ છતાં એમની વચ્ચે પ્રેમ અને સમજણ છે. એમને ક્યારેય એવું નથી લાગ્યું કે એમના જીવનમાં ખાલીપણું છે. એ બંને એકબીજાના ખુબ જ સારા મિત્રો છે અને એટલા માટે એમના લગ્ન સફળ થયા છે.

દિલીપ કુમાર અને સાયરા બાનો.તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી સાયરા બાનો ફક્ત તેની ફિલ્મો વિશે જ નહીં પરંતુ તેના અંગત જીવન વિશે પણ ઘણી ચર્ચામાં રહેતી હતી. સાયરા બાનુ તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચોથી સૌથી મોંઘી અભિનેત્રી હતી. વર્ષ 1966 માં તેની કારકિર્દીની ઉંચાઈઓને સ્પર્શતી સાયરાએ પ્રખ્યાત અભિનેતા દિલીપકુમાર સાથે લગ્ન કર્યા. જોકે, લગ્નના ઘણા વર્ષો પછી પણ આજ સુધી સાયરા બાનુએ માતૃત્વનો આનંદ અનુભવ્યો નથી.

દિલીપ અને સાયરા બોલીવુડના એક આઈડલ કપલ માનવામાં આવે છે. સાયરા બાનો દિલીપ કુમારથી વર્ષ નાની છે. ઉંમરના આટલા અંતર છતાં બંનેના સંબંધમાં ક્યારેય કોઈ સમસ્યા નથી થઇ. બંનેના લગ્ન ૧૯૬૬ માં થયા હતા, પણ એમને કોઈ બાળક નથી થયું. આ વાત પર સાયરા બાનો કહે છે કે,’એમને એવું કોઈ દુખ નથી કે એમને કોઈ બાળક નથી. એમને એવું લાગે છે કે એમના પતિની દેખભાળ કરવી એ જ ૧૦ બાળકોને સંભાળવા જેવું છે.

અનુપમ ખેર અને કિરણ ખેર.અનુપમ અને કિરણ ખેર બોલીવુડના સૌથી ખુશમિજાજ કપલમાંથી એક છે. બંનેના આ બીજા લગ્ન છે. જણાવી દઈએ કે અનુપમ અને કિરણ પહેલાથી જ સારા મિત્રો હતા. જયારે એમના પહેલા લગ્ન અસફળ થયા તો એ પછી બંનેની મુલાકાત ફરીથી થવા લાગી. ત્યારે જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લાખ કોશિશો અને ઈલાજ પછી પણ એમને બાળક થયું નહિ. જોકે, કિરણ ખેર પોતાના પહેલા લગ્નથી એક દીકરાની માં છે.

મધુબાલા અને કિશોર કુમાર.સુંદરતાની જીવતી જાગતી મિસાલ મધુબાલા અને કિશોર કુમારે ૧૯૬૦ માં લગ્ન કર્યા હતા. કિશોર કુમારના એની પહેલા પણ એક લગ્ન થઇ ચુક્યા હતા, અને એ એક દીકરાના પિતા હતા. લગ્નના થોડા જ વર્ષો પછી મધુબાલાને હૃદયની બીમારી થઇ ગઈ. ડોક્ટર્સએ એમને બાળક ના કરવાની સલાહ આપું. ૧૯૬૯ માં બહુ ઓછી ઉંમરમાં મધુબાલાએ દુનિયાને અલવિદા કહી દીધા. પણ કિશોર કુમાર અને મધુબાલાની પ્રેમકહાની આજે પણ યાદ કરવામાં આવે છે.

સાધના અને આર કે નૈયર.વહ કોન થી ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરવાવાળી સાધના પોતાના સમયની ટોપ અભિનેત્રીઓમાં શામેલ હતી. સાધનાએ ૧૯૬૦ માં મશહુર ફિલ્મ ડાયરેક્ટર આર કે નૈયર સાથે લગ્ન કર્યા હતા. બંને પોતાના લગ્નમાં ઘણા ખુશ હતા. એમણે પોતાની મરજીથી જ બાળકને જન્મ ના આપવાનો નિર્ણય કર્યો. જોકે, બાળક વિના પણ બંનેનું જીવન ખુશહાલ રહ્યું. વર્ષ ૨૦૧૫ માં મોં ના કેન્સરને કારણે સાધનાએ દુનિયાને અલવિદા કહી દીધું.

આશા ભોંસલે અને આરડી બર્મન.મ્યુજિક ઇન્ડસ્ટ્રીમાં આશા ભોંસલે અને આરડી બર્મનનું મોટું નામ છે. અંગત જીવનમાં પણ આર ડી બર્મનએ એક મોટી મિસાલ રજૂ કરી છે. જણાવી દઈએ કે આશા ભોંસલેના આ બીજા લગ્ન હતા. એમણે પહેલા ગણપત રાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી આશાના ૩ બાળકો થયા. પણ લગ્નના ૧૧ વર્ષ પછી બંને અલગ થઇ ગયા. એ પછી ૧૯૮૦ માં આશાએ આરડી બર્મન સાથે લગ્ન કર્યા. આરડી બર્મન એ આશાના ત્રણેય બળકોને અપનાવી લીધા. એ સાથે જ એમણે પોતાનું બાળક ના કરવાનો નિર્ણય કર્યો.

જયપ્રદા.સુપ્રસિદ્ધ અભિનેત્રી અને રાજકીય રાજકારણી જયપ્રદાના લગ્ન 1986 માં શ્રીકાંત નહતા સાથે થયા હતા. જયપ્રદા શ્રીકાંતની બીજી પત્ની હતી. આ લગ્ન ભારે વિવાદમાં હતા કારણ કે નહતા પહેલાથી જ ત્રણ બાળકોનો પિતા હતો. નહતાએ જયપ્રદા સાથે લગ્ન કરતા પહેલા તેની પત્નીને છૂટાછેડા લીધા ન હતા. આ બંનેના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જયપ્રદા અને નહતાના લગ્નને 32 વર્ષ થયા છે, પરંતુ આજદિન સુધી જયપ્રદા માતા બની શક્યા નથી.

રેખા.સુંદર અભિનેત્રી રેખા હંમેશાં તેની ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. જોકે ઘણા લોકોએ રેખાના જીવનમાં પછાડ્યા હતા પરંતુ રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યો હતો. વર્ષ 1990 માં રેખાએ મુકેશ સાથે લગ્ન કર્યા.જોકે મુકેશ અગ્રવાલે લગ્નના કેટલાક મહિના બાદ આત્મહત્યા કરી લીધી હતી. મુકેશ અગ્રવાલના અવસાન પછી રેખાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. ત્યારથી રેખા એકલા રહે છે. રેખા આજ સુધી માતા બનવાની ખુશી માણી શક્યા નહીં.