બોલિવૂડનાં આ કલાકરો હદ કરતાં વધારે અંધવિશ્વાશી છે, તેઓએ જે કારનામા કર્યા છે તે જાણી તમેને નવાઈ લાગશે.

0
371

દરેક સમાજના આગવા નીતિ નયમો હોય છે.દરેક સમાજના ક્યાંક ને ક્યાંકશ્રદ્ધા કરતાં અંધ શ્રદ્ધા વધારે હોય છે.ત્યારે આ અંધ શ્રદ્ધા માં માનનાર લોકો માં પણ એક કેટેગરી પડે છે જે મુજબ જે વ્યક્તિઓમાં સમજણ ઓછી હોય છે એટલેકે જેઓ ની દુનિયા ઘણી નાની હોય જેમણે પોતાનાં થી 30 કે 40 કિલોમીટર નજીક આવેલું શહેર પણ નથી જોયું હોતું તેવા લોકો ને અંધ શ્રદ્ધા વધારે ખાતી હોય છે પરંતુ હું તમને એમ કહું કે બોલિવૂડ સ્ટાર આવી અંધ શ્રદ્ધા ઓમાં માને છે તો તમે એને સાચું નહીં માનો પણ આજે હું તમને આ બોલીવુડ સ્ટાર્સ ની અસલી સચ્ચાઈ બતાવવા જઈ રહ્યો છું તો આવો જાણીએ તેના વિશે વિગતે.

અક્ષય કુમાર.

અક્ષય નું સાચું નામ રાજીવ હરીઓમ ભાટિયા છે.તેમણે ૧૨૦થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.અક્ષય કુમારનો જન્મ પંજાબ ના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો.તેમના પિતા સરકારી કર્મચારી હતા.ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા.મુંબઇમાં તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા.જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો.તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો.જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું.અક્ષય કુમાર નું માનવું છે કે જો તે પોતાની ફિલ્મ રિલીઝ વખતે દેશમાં રહે છે તો ફિલ્મ સારી એવી કમાણી કરી શકતું નથી અને માટેજ તે ફિલ્મ રિલીઝ થતાં ના ત્રણ કે ચાર દિવસ પહેલાંજ આઉટ ઓફ કન્ટ્રી ફરવા માટે જતાં રહે છે.હવે આ કેવી અંધ શ્રદ્ધા છે દેશમાં રહેવા ના રહે થી ફિલ્મ થોડી ચાલતી હોય.

બીપાશા બાશુ.

બિપાશા નું કહેવું છે કેતે દર શનિવારે એ પોતાનાં ઘરે લીંબુ મરચા લગાવે છે અને આવતાં શનિવારએ જુના ઉતારી પાછા નવા લગાવે છે.બિપાશા ને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેનો જવાબ હતો કે આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી.

રીતિક રોશન.

૧૯૮૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે ચમક્યા બાદ, હૃતિકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હતી ‘કહો ના પ્યાર હૈ’.આ ફિલ્મે જંગી સફળતા મેળવી હતી અને હૃતિકના અભિનયને કારણે તેને શ્રેષ્ઠ નવોદિત અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર. મળ્યો હતો.રોશનનો જન્મ મુંબઈમાં એક પંજાબી હિંદુ પરિવારમાં થયો છે.તેના પરિવારમાં ઘણા લોકો સિનેમા ઉદ્યોગમાં છે.તેના પિતા ફિલ્મ દિગ્દર્શક રાકેશ રોશન, સંગીત દિગ્દર્શક રોશનના પુત્ર છે.જ્યારે તેની માતા પીંકી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જે.ઓમ પ્રકાશના પુત્રી છે.તેના કાકા રાજેશ રોશન જાણીતા સંગીત દિગ્દર્શક છે.બાળક તરીકે હૃતિકે બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.આ બાદ તેણે સિડેનહામ કોલેજમાંથી બીકોમનો અભ્યાસ કર્યો.રિતિક નું કહેવું છે કે જ્યારે જ્યારે તેઓએ પ્લેનમાં બેશી ને ક્યાંક જવાના હોય છે ત્યારે ત્યારે તેઓ ઘરેથી દહીં અને મોરશ નું સેવન કરી ત્યારબાદ જ નીકળે છે.તેમને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આવું કરવાથી યાત્રા સફળ રહે છે અને કોઈપણ અવરોધ આવતો નથી.

અમિતાભ બચ્ચન.

બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે.તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.મિત્રો બચ્ચન ની અંધ શ્રદ્ધાએતો ખરેખર હદ કરી દીધી હવે વળી આવી અંધ શ્રદ્ધા હોય ખરી.બચ્ચન નું કહેવું છે કે જ્યારે જ્યારે તે ઇન્ડીયા ની લાઈવ મેચ જોવા ગયાં છે ત્યારે ત્યારે ઈન્ડીયા મેચ હારી ગઈ છે.

શાહરુખ ખાન.

2 નવેમ્બર ૧૯૬૫ ના દિવસે જન્મેલ શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.શાહરુખ ખાન નું કહેવું છે કે 555 નંબર તેમના માટે ખુબજ લક્કી છે અને માટેજ તેઓએ પોતાની દરેક વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આ નંબર ને બંધ બેસતો કરે છે તે પછી ગાળી ની નંબર પ્લેટ હોય કે મોબાઈલ નંબર ના આંકડા.

સલમાન ખાન.

સલમાન ખાનનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો.તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હોતો,ઐસી નામનાં મુવીથી થઈ હતી.તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા થી મળી હતી.તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.સલમાન નું કહેવું છે કે તેમનું બ્રેસલેટ કે જે પિતા સલિમ એ આપ્યું હતું તે ખુબજ લક્કી છે તેનાથી તેમની દરેક ફિલ્મો હિટ થાય છે. તો મિત્રો આ હતા બોલીવુડના વધારે જ અંધશ્રધ્ધાળુ ઓ.

લેખન સંપાદન : Dharmik Lekh – ધાર્મિક લેખ ટિમ

તમે આ લેખ Dharmik Lekh – ધાર્મિક લેખ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ Dharmik Lekh – ધાર્મિક લેખ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google