બોલિવૂડનાં સૌથી સંસ્કારી અભિનેતાઓ કહેવાય છે આ હીરોને,તસવીરો જોઈ આપોઆપ સમજી જશો……

0
437

આપણા દેશમાં આપણે ભારતીય લોકો પોતાના મહેમાનોને ભગવાનનો દરજ્જો આપતો હોય છે. આપણા સંસ્કાર આપણને એ જ શીખવાડે છે કે પોતાનાથી મોટા વડીલોની ઈજ્જત કરવી જોઈએ અને તેમને માન-સન્માન આપવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં વડીલોને માન આપવાની સૌથી સારી રીત છે, તેમને પગે લાગવું (ચરણસ્પર્શ) કરવા. જોકે ઘણા લોકો બીજાના ચરણ સ્પર્શ કરવામાં શરમ મહેસૂસ કરે છે. ખાસ કરીને અમીર અને ખ્યાતિ મેળવી ચૂકેલ લોકોની વિચારસરણી આવી જ હોય છે. પરંતુ આજે અમે તમને બોલિવૂડના એવા સિતારાઓ સાથે મુલાકાત કરાવીશું, જેમના માટે પૈસા અને ખ્યાતિ બાદમાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ પહેલા આવે છે.

અક્ષય કુમાર.


બોલિવુડમાં ખિલાડી તરીકે ઓળખાતા અક્ષયને હવે ઈંડસ્ટ્રીમાં સૌથી વધુ કમાનારા સ્ટાર્સમાંનો એક મનાય છે. આજ સુધી તે જે રીતે મહેનતથી આગળ આવ્યો ત્યાં મહેનતની સાથે સાથે તેને નસીબએ પણ ઘણો સાથ આપ્યો છે. અહીં તેના જીવનની એવી ઘટનાઓની વાત કરી રહ્યાછીએ જેમાં તેના નસીબનું કનેક્શન ખરેખર માનવું પડે.અક્ષય કુમારને મિસ્ટર બોક્સ ઓફીસ પણ કહેવાય છે, આજે જે સ્થાન પર તે છે તે સ્થાન પર હોવાનું કારણ તે પોતાની મહેનત હોવાનું કહે છે. તેની પાસે આજે બધું જ છે. સારું કરિયર, સુંદર પત્ની અને બાળકો. પરંતુ કેરિયરની શરૂઆતમાં અક્ષય કુમારે ઘણો સંઘર્ષ કર્યો છે.રિપોર્ટસનું માનીએ તો અક્ષયએ વેટર, શેફથી માંડીને માર્શલ આર્ટ ટ્રેનર સુધીનું કામ કર્યું છે. બોલિવુડમાં તેનો કોઈ ગોડફાધર ન હતો અહીં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.આ સંઘર્ષના દિવસોમાં અક્ષય કુમારને એક ફોટોશૂટ કરાવવું હતું. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય પાસે ફોટોગ્રાફરને આપવાના પણ પૈસા ન હતા. તેના પર અક્કીએ કહ્યું કે તે આસિસ્ટન્ટ તરીકે કામ કરી લેશે અને તે દરમિયાનનો પગાર તે ફોટોશૂટના અમાઉન્ટ સમજી લે. શૂટ દરમિયાન બંને મુંબઈના જૂહૂ સ્થિત એક જુના બંગલા પર ગયા હતા.

બંગલાના ચૌકીદારએ તેમને અંદર શૂટ કરવાની ના પાડી દીધી અને ત્યાંથી કાઢી મુક્યા, પછી અક્ષયે તેની દીવાલ પર શૂટ કર્યું. આપને જાણીને નવાઈ લાગશે કે પછી અક્ષય સફળ થયો અને તે પ્રોપર્ટી ખરીદી લીધી. હવે ત્યાં જ અક્ષય કુમારનો શાનદાર બંગલો છે.આવી જ એક બીજી ઘટના પણ છે જેનો ઉલ્લેખ તે એક ચેટ શોમાં કરી ચુક્યો છે. સંઘર્ષના દીવસોમાં અક્ષય રાજેશ ખન્ના પાસે કામ માગવા પહોંચ્યો હતો. તે વખતે રાજેશ પાસે અક્ષયના માટે લાયક કામ ન હતું. અક્ષયે ત્યાંથી ખાલી હાથ પાછું ફરવું પડ્યું હતું. અક્ષય સફળ થયો અને રાજેશ ખન્નાની દીકરી આજે તેની પત્ની છે. અક્ષય કહે છે કે તેણે ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું ન હતું.અક્ષયે પોતાના નાનપણની એક ઘટના પણ કહી હતી. એક વાર તેના પિતા તેને ગુસ્સામાં વઢી રહ્યા હતા. તેમણે અક્ષયની મસ્તીથી ગુસ્સે થઈ તેને કહ્યું કે, ખબર નથી મોટો થઈને શું કરશે. અક્ષયે વગર કાંઈ વિચારે બોલી દીધું કે, હીરો બનીશ. તેની આ જ વાત સત્ય સાબિત થઈ ગઈ. આમ અક્ષયના નસીબ પર માનવું પડે.

અક્ષય કુમાર બોલીવુડના સફળ અભિનેતા માંથી એક છે. તેમની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો આવે છે. આ બધી જ ફિલ્મો હિટ હોય છે. તેઓ આજે ભારતના ટોપ એક્ટર્સ ના લિસ્ટ માં પણ સામેલ છે. જોકે તેમ છતાં પણ આ સફળતા અને ફેમ અક્ષયના માથા પર ક્યારે ચડી નથી. તે પોતાની ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ સન્માન કરે છે. અક્ષય કુમાર જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. એ જ કારણ છે કે જ્યારે પણ તેઓ પોતાના થી વડીલ વ્યક્તિ અથવા સિનિયર એક્ટરને મળે છે તો તેના ચરણ સ્પર્શ જરૂરથી કરે છે. અક્ષય ગોવામાં થયેલ ૪૮માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભ બચ્ચનના કરતા નજર આવ્યા હતા.

રણવીર સિંહ.

બોલીવુડનો ચોકલેટી બોય રણવીર સિંહ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કરીને ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતનારા એક્ટર રણવીર સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83ને લઈને ઘણા વ્યસ્ત છે. હાલમાં જ તેમણે પોતાના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. પોતાની એક્ટિંગ અને લુક્સને લઈને ચર્ચામાં રહેતાં રણવીર સિંહે હાલમાં જ એક શૉમાં પોતાના જીવનનાં ઘણા રાઝ ખોલ્યા હતા.રણવીર બોલિવૂડના બિન્દાસ અભિનેતા છે. તેમની ફેશન સેન્સ ભલે થોડી અજીબ હોય પરંતુ તે વ્યક્તિ ખૂબ જ સારા છે. રણવીર જ્યારે પણ પોતાના ફેન્સ સાથે મળે છે તો તેઓ ખૂબ જ વિનમ્ર રહે છે. રણવીરની મુલાકાત જ્યારે પોતાનાથી મોટા અભિનેતાઓની સાથે થાય છે તો તેઓ પગે લાગવામાં જરા પણ શરમ અનુભવતા નથી. એકવાર તો એવોર્ડ ફંકશનમાં રણવીર આખા જમીન પર સૂઈને અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરતા નજર આવ્યા હતા.રણવીર સિંહએ હાલમાં જ તાજેતરમાં જ 1983ના વર્લ્ડ કપ પર બનેલી એક ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યું છે.

રણવીરસિંહના નજીકના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે તે ગુજ્જુ વેપારી ભૂમિકા સાથે આવી રહ્યો છે. ગુજ્જુ વેપારી જેનું નામ જયેશભાઇ છે એના પરથી જયેશભાઇ જોરદાર ફિલ્મનું નામ છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ગુજ્જુ ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર કરશે. અઢી વર્ષ અગાઉ એ વાત નિશ્ચિત કરી દેવામાં આવી હતી કે જયેશભાઇ જોરદાર મૂવીનું શૂટિંગ રણવીરસિંહે શરૂ કરી દીધું છે.ખુદ રણવીરસિંહ પણ આ ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ના શુટીંગ શરૂ કરી દીધું છે. હાલમાં તે ગુજ્જુ રહેણી-કહેણી, બોલી વગેરે પર ધ્યાન આપી રહ્યો છે. જયેશભાઇ જોરદાર એક કોમેડી મૂવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.

રણબીર કપૂર.

રણબીર કપૂર દેખાવમાં ખૂબ હેન્ડસમ છે. તેમની પાસે પૈસાની કોઇ કમી નથી. બોલીવૂડમાં તેમની ઇમેજ એક પ્લેબોય વાળી છે. જોકે તેમ છતાં પણ રણબીર પોતાના વડીલોને ખૂબ જ માન સન્માન આપે છે અને જરા પણ અચકાયા વગર તેમના ચરણસ્પર્શ કરે છે.આ સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. જો કેઆ વિશે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ક્યાંકને ક્યાંક ઘણા લોકો આ વાતથી ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પાસે હાલના સમયમાં પ્રોજેક્ટની કોઈ ખામી નથી. આ બંને સ્ટાર્સ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ સાથે નજર આવી રહ્યા છે, પરંતુ બંને લોકો પોતાના સેપ્રેટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છે.

સલમાન ખાન.

સલમાન ખાન એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ 27 ડિસેમ્બર ૧૯૬૫ નાં રોજ થયો હતો.તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા ચિત્રપટથી મળી હતી. તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.સલમાન ખાન બોલિવૂડના નંબર વન સુપરસ્ટાર છે. તેમની આ પોઝિશને તેને ક્યારે પણ અભિમાની બનાવ્યા નથી. ખાસ કરીને વાત જ્યારે સિનિયર એક્ટર્સની આવે તો સલમાન તેમની સાથે ખૂબ જ નરમાઇથી વર્તન કરે છે. તેનું ઉદાહરણ તમે તસવીરમાં જોઈ શકો છો. એ જ કારણ છે કે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે.

કપિલ શર્મા.

કપિલ એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે. તેમને પોતાના સંસ્કારોની વેલ્યુ છે. એ જ કારણ છે કે આજે ભારતના નંબર વન કોમેડિયન બની ગયા હોવા છતાં પણ તેઓ પોતાના શો પર આવનાર દરેક સિનિયર એક્ટરના ચરણસ્પર્શ કરે છે.કપિલ શર્મા આજે ભારતનો નંબર વન કોમેડિયન છે.ધ કપિલ શર્મા શો’ એ દેશનો સૌથી પસંદ કરવામાં આવેલ ટીવી શો છે. કપિલ શર્મા ઉપરાંત કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને બાકીના અન્ય સભ્યો પણ લોકોનું સમાન મનોરંજન કરે છે. ચોક્કસપણે શોના કપિલ શર્મા કપિલ અને તેની બાકીની ટીમને શો માટે સારા પૈસા મળે છે. તે એક ફેમિલી કોમેડી છે.

શાહરુખ ખાન.

બોલિવૂડમાં કિંગની ઉપાધિ મેળવનાર શાહરુખ ખાન પણ ખૂબ જ વિનમ્રતાથી વર્તે છે.આ તસવીરમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે મમતા બેનરજીના ચરણ સ્પર્શ કરતા નજર આવી રહ્યા છે.તે સિવાય શાહરૂખ ને અમિતાભ બચ્ચન સહિત ઘણા લોકોના ચરણસ્પર્શ કરતા જોવામાં આવ્યા છે.એવું પણ સાંભળવા મળ્યું છે કે શાહરુખના ઘરે જ્યારે પણ કોઇ મહેમાન આવે છે, તો તેઓ તેને બહાર કાર સુધી છોડવા માટે જાય છે.