બોલિવૂડ ના આ 5 એક્ટર,જે મહામારી દરમિયાન બની ગયા રીયલ હીરો,જાણો આ નામચીન એક્ટર પણ છે એમાં સામીલ….

0
411

કેમ છો મિત્રો તમને બધા ને એ વાત ની ખબર છે કે કોરોના એ પુરી દુનિયા મા કેટલો કેહેર વર્તાવ્યો છે તેમજ મિત્રો કોરોના ના કેહેર થી ઘણા લોકો એટલી હદ સુધી પરેશાન થયા છે કે તેઓ ઘર ની બહાર નિકળતા પણ ગભરાય છે મિત્રો જેમ કે તમે સારી રીતે જાણો છો કે દેશમાં આજકાલ મંદી ચાલી રહી છે અને લોકડાઉનને કારણે બધુ જ બંધ છે અને આપણા બધા કામ અટકી ગયા છે તેમજ લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી મિત્રો કોરોનાની સૌથી મોટી અસર તે મજુરો ભોગવી રહ્યા છે જે દરરોજ વેતન મેળવતા હતા જેમની આવક બંધ થઈ ગઈ છે મિત્રો આ વર્ગ દેશમાં સૌથી વધુ ભોગ બન્યો છે. દરરોજ વેતન મેળવતા મજૂરો માટે સરકારની સાથે સાથે બોલીવુડ પણ અનેક પગલા લઈ રહી છે

મિત્રો આ રોગચાળાના આ તબક્કામાં દરેક લોકો ગરીબ લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે મિત્રો આ મહામારી મા સરકાર રાહત સામગ્રી પણ આપી રહી છે અને આ વાતાવરણમાં બોલિવૂડના ઘણા કલાકારો પણ મદદ માટે આગળ આવ્યા છે જે ખૂબ સારી વાત છે. તો ચાલો આજે અમે તમને આ કોરોના ની મહામારી મા આગળ આવેલા બોલીવુડ ના પાચ કલાકારો વિશે જણાવિએ તો મિત્રો આવો જાણીએ બોલીવુડના પાંચ કલાકારો વિશે જે આ યુગમાં ખરા હીરો બન્યા છે

સોનુ સૂદ.

મિત્રો સોનુ સૂદ આ ટાઈમેં જે પણ બહાર ના મજદુરો છે તેમને મુંબઈ થી તેમના ઘરે પોહચાડવાનુ કામ કરે છે મિત્રો સોનુ સુદ બહાર ના પ્રવાસીઓ ની મદદ કરવા માટે સોનૂ 18 કલાક જેટલો સમય ટ્વિટર પર વિતાવે છે અને લોકોને રિપ્લાઇ પણ કરી રહ્યાં છે આ પેહલા તેઓ શક્તિઅન્નદાનમ ના મુહિમ થી 45 હજાર લોકો ને ખાવાનું પણ પુરુ પાડી ચુક્યા છે સોનૂ સુદ આજના સમયમાં ફરિશ્તો બનીને દરેક વ્યક્તિની સહાય કરી રહ્યો છે મિત્રો અત્યારના સમયમાં જ્યારે એક વ્યક્તિ બીજી વ્યકિતને જોઇને દૂર ભાગે છે ત્યારે સોનુએ મદદના બંને હાથ લંબાવ્યા છે સોનૂ સૂદ તેમને કરેલ દરેક ટ્વિટનો જવાબ આપી રહ્યાં છે અને બનતી દરેક મદદ કરી રહ્યાં છે મિત્રો સોનૂ સુદે તેમની એક હોટલ મેડીકલ સ્ટાફ માટે ખુલ્લી મુકી છે મિત્રો તે પોતાના સ્વખર્ચે બસો ના મારફતે લોકો ને તેમના ઘર સુધી પોહચાડવાના કામે લાગ્યા છે મિત્રો આ એક વખાણ કરવા જેવી બાબત છે.

અક્ષય કુમાર.

મિત્રો જ્યારે પણ મદદ ની વાત આવે ત્યારે આ હિરો સૌથી આગળ હોય છે તે પછી કોઈ આર્મી નો જવાન હોય કે પછી કોરોના સામે જંગ લડી રહેલા કોરોના વોરિયર્સ મિત્રો તમને સૌને ખબર છે કે કોરોના ની આ મહામારી થી બચવા લોકો ના રાહત આપવા માટે પીએમ કૅઇર ફંડ ની શરૂઆત કરવામા આવી છે જેનાથી કોઈ ને પણ મદદ કરવી હોય તો તે આ માધ્યમ થી આગળ આવી શકે અને આહેતુ થી અક્ષય કુમારે પીએમ કૅઇર ફંડ મા 25 કરોડ રુપિયા દાન મા આપ્યા છે મિત્રો આર્ટિસ્ટ ની મદદ માટે પણ 25 લાખ રુપિયા આપ્યા છે તેમજ મિત્રો પોલિસ ને 2 કરોડ અને બૃહન્મુબઈ નગર નિગમને પીપીઈ કીટ તૈયાર કરવા માટે 3 કરોડ રુપિયા ની મદદ કરી હતી

સલમાન ખાન.

મિત્રો બોલીવુડ ના ભાઈ ગણાતા સલમાન ખાને પણ કોરોના ની આ મહામારી મા એક ભાઈ તરીકે લોકો ની મદદ કરી રહ્યો છે મિત્રો સલમાન ખાને 25000 વર્કરો ના બેંક ખાતામાં બે હપ્તા મા થઈ 3-3 હજાર રુપિયા નાખ્યા છે મિત્રો આ સિવાય સલમાન ખાને અમુક ગામડા ના લોકો ને રાશન પણ પુરુ પાડ્યુ છે મિત્રો સલમાન ખાને ઈદ ના તહેવાર પર 5000 પરિવારો ને ફુડ કિટો નુ વિતરણ કરીને મદદ કરી છે મિત્રો તેમની આ મદદ થી લોકો મા ઘણી રાહત મળી છે.

શાહરુખ ખાન.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મહામારી મા મદદ કરવા શાહરુખ ખાન પણ પાછળ નથી મિત્રો શાહરુખ ખાને 25000 પીપીઈ કિટો નુ દાન કર્યુ છે મિત્રો શાહરુખ ખાને દિલ્લી ના સરકારી ફંડ તેમજ બીજા સંગઠનો ને પણ આર્થિક મદદ કરી રહ્યા છે મિત્રો શાહરુખ ખાને તેમના મુંબઈ સ્થિત ચાર મંજિલ ઓફિસ ને પણ બીએમસી ને ક્વોરૅન્ટીન બનાવવા આપી દીધી છે

રિતિક રોશન.

મિત્રો આ કોરોના મહામારી મા રાહત માટે રિતિક રોશને સહાયતા નીધી મા 20 લાખ રુપિયા ની સહાય કરી છે મિત્રો રિતિક રોશને 1 લાખ લોકો સુધી ખાવાનુ પુરુ પાડ્યુ છે રિતિક રોશને ટ્વીટ ના માધ્યમ થી મહારાષ્ટ્ર સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે તેમણે ટ્વીટ કરતા કહયુ કે હુ મહારાષ્ટ્ર સરકાર નો આભાર માનુ છુ કે તેમણે મને સેવા કરવાનો મોકો આપ્યો અને આ આપણી જિમ્મેદારી છે કે આપણી ક્ષમતા પ્રમાણે આપણે મદદ કરવા આગળ આવીએ આ સિવાય રિતિક રોશને BMC વર્કર્સ તેમજ કેયર ટેકર્સ ને N95 અને FFP3 કિટૉ નુ પણ દાન કર્યુ