બોલિવુડમા સપના પુરા કરવા આ કલાકારોએ છોડવું પડ્યુ હતું પોતાનુ ઘર આજે છે બોલિવુડ ફેમસ સિતારો….

0
198

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના અમુક એવા કલાકારો વિશે જે બોલિવુડમા પોતાના સપનાઓ પુરા કરવા માટે પોતાના ઘરેથી ભાગીને આવ્યા હતા અને નસીબે પણ તેમનો સાથ આપ્યો હતો અને અત્યારે તેઓ બોલિવુડમા પોતાનુ એક આગવુ સ્થાન બનાવી દીધુ છે તો આવો જાણીએ આ કલાકારો વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે બોલિવુડની આ ચકાચૌંધ દુનિયામા દરરોજ લગભગ હજારો લોકો પોતાનુ કિસ્મત આજમાવા માટે આવે છે પરંતુ તેમાથી ભાગ્ય જ કોઇના સપના પુરા થાય છે અને આજે અમે તમને એવા જ કેટલાક એક્ટર્સ વિશે જણાવીશુ જેમની એક જ ફિલ્મથી મોટી ફેન ફોલોઈંગ બની ગઇ હતી અને આ મુકામ ઉપર પોહચવા માટે તેમણે પોતાનુ ઘર પણ છોડવું પડ્યુ હતુ.

મિત્રો તમને જણાવી દઇએ કે માયા નગરી મુંબઈનાં જગમગાટ થી આકર્ષિત થઈને દર વર્ષે હજારો યુવાનો અહીંયા એક્ટર બનવાની ઈચ્છામાં આવે છે અને તેમને લાગે છે કે એક્ટર બનવાનું સપનું ફક્ત અહીંયા પૂરું થઈ શકે છે, જોકે તે વાત સાચી પણ છે. બોલિવૂડમાં એવા ઘણા કાલ કલાકાર છે જે એક્ટર બનવાની ઈચ્છામાં મુંબઈ આવ્યા અને તેમણે પોતાના સપનાને હકીકતમાં પરિવર્તિત કરી દીધું. બોલિવૂડની જગમગાટ ભરેલી આ દુનિયા દૂરથી જેટલી ગ્લેમરસ દેખાય છે.

પરંતુ હકીકતમાં આ જિંદગી એટલી જ સંઘર્ષોથી ભરેલી છે. આ વાતને બોલીવુડના અમુક નામચીન કલાકારોનાં ઘરવાળા જાણે છે. એટલા માટે જ તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો આ ઇન્ડસ્ટ્રીથી દૂર રહે. જો કે પરિવારની વાતને નજરઅંદાજ કરીને આ સિતારાઓએ પોતાના દિલની વાત સાંભળી અને ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતા અને શરૂઆતમાં તેમણે ખૂબ જ સ્ટ્રગલ કરવું પડ્યું, પરંતુ આખરે તેઓ લાખોની ભીડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થયા. આજની આ સ્ટોરીમાં અમે તમને અમુક આવા જ સિતારાઓ સાથે મુલાકાત કરાવીશું, જે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાનું ઘર છોડીને માયાનગરી મુંબઈ ભાગીને આવ્યા હતા.

કંગના રાનૌત.મિત્રો કંગના રાનૌત ઘણી વખત પોતાની બેબાકી અને વધુ વિવાદિત ટ્વિટને કારણે હેડલાઇન્સ બનાવે છે તેમજ કંગના ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને આ વસ્તુને નકારી શકાય નહી તેમજ કંગનાએ બાળપણથી જ બોલિવૂડ સ્ટાર બનવાનું સપનું જોયું હતું અને 16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી ઘરેથી નીકળી ગઈ હતી. કંગનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગમાં કરી હતી. અને વર્ષોની મહેનત બાદ તે બોલિવૂડની સફળ અભિનેત્રી બની ગઇ હતી.

મલ્લિકા શેરાવત.બૉલીવુડમાં પોતાના બોલ્ડનેસ થી આગ લગાડનાર મલ્લિકા શેરાવત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે મલ્લિકા હંમેશા હેડલાઇન્સમાં પ્રભુત્વ ધરાવતી હતી બોલ્ડ અને કૂલ મલ્લિકાએ પોતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે પરિવારની સામે અભિનેત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેના પિતાએ તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. આ પછી મલ્લિકા ઘરેથી ભાગી ગઈ અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

નસીરુદ્દીન શાહ.મિત્રો દિગ્ગજ્જ અભિનેતા નસીરુદ્દીન શાહ એક અભિનેતા છે જેમણે પોતાના અભિનયથી ઉદ્યોગમાં નામ કમાવ્યું છે અને વર્ષોથી ઓડિયન્સના દિલ પર રાજ કર્યું છે. નસીરુદ્દીન શાહે પોતાની આત્મકથામાં ખુદ ખુલાસો કર્યો હતો કે તેમને નાનપણથી જ અભિનેતા બનવાના સપના જોતા હતા. તેના જૂનુન એટલું વધી ગયું હતું કે 16 વર્ષની ઉંમરે તે પરિવાર છોડીને ઘરેથી ભાગી ગયા હતા.

રવિ કિશન.મિત્રો અભિનેતા રવિ કિશન બોલિવૂડ ની સાથે સાથે ભોજપુરી સિનેમામાં પણ એક અલગ જ જગ્યા બનાવી ચુક્યા છે. હવે તે રાજકીય જગતમાં પણ છે. રવિ કિશન એ એક ઇન્ટરવ્યુ માં ખુલાસો કર્યો હતો કે તે નાનપણ થી જ અભિનય ના શોખીન હતા અને ગામમાં યોજાયેલી રામલીલાનો એક ભાગ બનતા હતા. પણ તેના પિતાને તે ગમ્યું નહી એક વાત પિતા એ તેને પટ્ટા વડે માર માર્યો હતો જે બાદ તે માતાના કહેવા પર ઘરેથી ભાગી ગયો હતો. તે સમયે તેની ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા. પરંતુ આજે તે સખત મહેનતના જોરે જાણીતા અભિનેતા અને નેતા બન્યા છે.

નરગિસ ફાકરી.મિત્રો રોકસ્ટાર ફેમ નરગિસ ફાકરીએ હજી સુધી બોલીવુડમાં કંઈ ખાસ કમાલ કર્યો નથી. નરગિસ પણ એક્ટ્રેસ બનવા માટે તેના ઘરેથી ભાગી ગઈ હતી. ફિલ્મ રોકસ્ટાર થી 2011 માં પ્રવેશ કરનારી નરગિસે પણ તેના બોયફ્રેન્ડને છોડી દીધો હતો. અને અમેરિકાથી આવીને ભારતમાં સ્થાયી થઇ હતી.

હર્ષવર્ધન રાણે.મિત્રો તમને જણાવી દઇએ કે હોટ અને હેન્ડસમ હર્ષવર્ધન રાણે પોતાના અભિનય પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા છે અને લોકોએ પ્રશંસા પણ કરી છે. હર્ષવર્ધનને ભારે કિંમત પણ ચૂકવવી પડી. જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે બોલિવૂડના સપના પૂરા કરવા માટે તે ઘરથી ભાગી ગયો હતો. દિલ્હીમાં નાની-મોટી નોકરીઓ કર્યા પછી, તે સખત મહેનત કરીને મુંબઈ પહોંચી ગયા. નસીબે પણ આ યાત્રામાં તેમનો સાથ આપ્યો અને તે સ્ટાર બની ગયા.

શિવાંગી જોશી.મિત્રો શિવાંગીનો જન્મ ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયો હતો. શિવાંગીનો ઉછેર પુણેમાં થયો હતો. નાનપણમાં તેને અભિનય માટે કીડો લાગ્યો હતો. અને તેથી જ તે ઘરેથી ભાગીને મુંબઇ ગઈ હતી. મુંબઈ આવ્યા બાદ ખૂબ જ જહેમત બાદ શિવાંગીને બેઈંતિહા નામની સીરિયલમાં સહાયક ભૂમિકા મળી અને આનાથી તેને ઓળખ મળી. આ કારણે તેમને બેગુસરાય માં મુખ્ય ભૂમિકાની ભૂમિકા મળી.

પૂજા બેનર્જી.પૂજા બેનર્જી, જેને કેટલીકવાર પૂજા બોઝ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ભારતીય અભિનેત્રી છે અને તે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા લોકપ્રિય શો તુઝ સંગ પ્રીત લગાઇ સઝનામાં વૃંદાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે અને તે 2014 માં ઝલક દિખલા જા અને 2015 માં કોમેડી નાઇટ્સ બચાવોમાં સ્પર્ધક હતી. હાલમાં તે દેવ ટીવી સિરીઝમાં જોવા મળી રહી છે અને આજે ટીવી દુનિયાની તેજસ્વી સ્ટાર બનીને પ્રેક્ષકોનો પ્રેમ મેળવનારી પૂજા બેનર્જીને પોતાનું સપનું પૂરું કરવા માટે ઘરેથી ભાગવું પડ્યું હતું.