બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રી કરોડોપતી હોવા છતાં પણ માંગેલા કપડાં પેહરે છે,જુઓ તસવીરો….

0
974

બૉલીવુડ હોઈ કે ટીવીની નાના પડદાની એક્ટ્રેસ દરેક તેમના ફેશન માટે જાણીતી હોઈ છે ખાસ કરીને તેમના કપડાને લઈને ચર્ચામાં આવતી રહે છે અને એમને જોઈને આપણે પણ તેમના જેવી કૉપી. કરીએ છીએ.ચાલો વાત કરીએ ટીવીની અભિનેત્રી હિના ખાન વિશે.

અભિનેત્રી હિના ખાનનું નામ ટીવીની સૌથી મશહૂર એક્ટ્રેસમાં સામેલ છે. હિના ખાનને આ ઓળખાણ સ્ટાર પ્લસ પરની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલતા હૈ’ દ્વારા મળી. આ સિરિયલ કર્યા બાદ તેણી ઘર-ઘરમાં અક્ષરાનાં નામથી જાણીતી થઈ ગઈ. એકધારા 8 વર્ષ સુધી આ સિરિયલમાં કામ કરીને તેણીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ સૌથી બેસ્ટ એક્ટ્રેસિસમાં નોંધાવ્યું છે.

હિના ખાન બિગ બોસ 11માં પણ ચમકી હતી. બિગ બોસના ઘરમાં તેણી સૌથી મશહૂર અને સ્ટ્રોંગ ઉમેદવાર હતી. એવું જ લાગતું હતું કે બિગ બોસ સિઝન 11 ની વિનર હિના ખાન બનશે, જોકે એવું થયું નહીં. જણાવી દઈએ કે બિગ બોસ 11 ની વિનર શિલ્પા શિંદે હતી, પણ બિગ બોસનાં ઘરમાં સાસુ-વહુની છબીથી દુર હિનાનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. લોકો તેણીને સ્ટાઈલ આઈકોન તરીકે જોવા લાગ્યા.

જોકે બિગ બોસનાં ઘરમાં કેદ થઈને રહેવું આટલું સહેલું નથી. ઘરની અંદર ક્યારેક-ક્યારેક સ્પર્ધકો કંઈક એવું કરે અથવા બોલે કે જે બહારની દુનિયામાં તોફાન મચાવી દે છે. એવા જ કેટલાક સ્ટેટમેન્ટ્સ હિના ખાને ઘરની અંદર આપ્યા, જેના લીધે ટીવી અને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીનાં લોકો એની પાછળ પડી ગયા.

હકીકતમાં, એક એપિસોડમાં હિના ખાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિરોઇન પર કોમેન્ટ કરી હતી. તેણીએ કહ્યું હતું કે, “હું જાણું છું કે સાઉથમાં લોકોને તંદુરસ્ત અને જાડી અભિનેત્રી પસંદ આવે છે. એટલે જ તેઓ પોતાની અભિનેત્રીઓને વજન વધારવાનું કહે છે. મને પણ સાઉથ ઈન્ડિયાની બે ફિલ્મો માટે ઓફર મળી હતી, પણ મેં નકારી કારણ કે તેઓ મારૂ વજન વધારવા માંગતા હતાં.” હિના ખાનની આ કોમેન્ટ પછી, સાઉથ ઈન્ડસ્ટ્રીની હિરોઈનોએ તેને જવાબ આપવાનું શરૂ કર્યું.

આ ઉપરાંત, તેણે કેટલીક નાની સ્ક્રીનની અભિનેત્રીઓ પર પણ કોમેન્ટ કરી હતી, જેના પછી ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પોતપોતાની રીતે હિના ખાન પર ગુસ્સો કાઢ્યો હતો. તો વળી, કેટલાક કલાકારોએ ટ્વિટરનાં માધ્યમથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે અભિનેત્રી સાક્ષી તંવર, ગૌહર ખાન અને સંજીદા શેખ માટે કેટલીક અપ્રિય વાતો કહી હતી.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જ એક ડિઝાઈનરે હિના ખાન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો. એણે કહ્યું કે, હિના ખાન જે કપડાં બિગ બોસમાં પહેરી રહી છે એ બધાં જ સ્પોન્સર કરેલ કપડાં છે. જાણીતી ડિઝાઈનર નિરુષા નિખતે કહ્યું હતું કે, હિના ખાનની પી.આર. ટીમે એની પાસેથી પાછા આપવાની શરતે લગભગ 90 દિવસનાં કપડાં માંગ્યા હતાં.

કપડાંમાં એમણે ઈન્ડિયનવેર, વેસ્ટર્નવેર અને સેન્ડલથી લઈને એસેસરીઝ સુધી માંગ્યું હતું. નિરુષા નિખતના જણાવ્યા મુજબ, એમણે હિના ખાનને કપડાં સ્પોન્સર કરવાની ના પાડી દીધી હતી. એટલે જ તેણી દર્શકોને આકર્ષિત કરવા માટે એકસાથે ઘણા બધા કપડાં સાથે લઈ ગઈ હતી.

સબૂત માટે એમણે વાતચીતનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો.હિના ખાન ખૂબ જ ખુશ અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ ચાહકો સાથે શેર કરે છે. ક્યારેક રસોડામાં રસોઇ બનાવતી વખતે અને ક્યારેક જીમમાં પરસેવો પાડતી વખતે હિના ખાનના વીડિયો અને ફોટોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

હવે અભિનેત્રીએ કેટલાક નવા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં હિના ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. હિનાનો નવો લુક પણ જોવા મળી રહ્યો છે.હિના ખાને નવી હેરસ્ટાઇલ કરી છે.અભિનેત્રીએ વાળ કાપ્યા છે. આ સાથે હિનાએ એક સંદેશ પણ લખ્યો છે. ખબર છે કે હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના વીડિયો અને ફોટાથી ચાહકનું મનોરંજન કરે છે.

હિના ખાનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. વર્ક ફ્રન્ટ પર હિના ખાને તેની કારકિર્દીની શરૂઆત રાજન શાહીના ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈથી કરી હતી.આ શોમાં હિનાના પાત્રનું નામ અક્ષરા રાખવામાં આવ્યું છે. શોમાં હિનાને ખૂબ પસંદ આવી હતી. તેની અભિનયની પ્રશંસા થઈ. આ પછી હિના રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી. તે આ શો જીતી શકી નહીં તો પણ તે ઘણા ચર્ચામાં રહી હતી. હવે હિનાએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ હેકથી ડેબ્યૂ કર્યું હતું.