બ્લૂટૂથ હેડફોનનો ઉપયોગ કરતા હોવ તો વાંચી લેજો, ક્યાંક ખાલી ન થઈ જાય બેંક એકાઉન્ટ

0
131

આજકાલ, એક થી એક સારા અને ખર્ચાળ બ્લૂટૂથ એરપોડ્સ બજારમાં હાજર છે, જે વાપરવા અને સાચવવા માટે ખૂબ જ અનુકૂળ છે. કાનમાં નાખશો તો પણ કોઈને ખબર નહીં પડે. તો પછી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેનો ઉપયોગ કેમ નથી કરતા?આ રિપોર્ટ અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે જોડાયેલો છે. કમલા હૈરિસને કામ પર અથવા કોઈ સાર્વજનિક પ્રોગ્રામમાં જોવામાં આવે તો એક વાત હંમેશા કોમન જોવા મળે છે.તે પોતાની સાથે એક ઈયરફોન લઈને ફરે છે. તમને જાણીને પ્રશ્ન થશે કે ટેક્નોલોજીનો બાદશાહ દેશ અમેરિકા અને તે પણ ઉપ-રાષ્ટ્રપતિ આ જમાનામાં પણ તાર વાળા ઈયરફોન લઈને કેમ ફરે છે?આજ કાલ સારામાં સારા બ્લૂટૂથ વાળા ઈયરપોર્ડ બજારમાં હાજર છે. જેનો ઉપયોગ ખૂબ જ સુવિધાજનક છે.

અહીં સુધી કે કાનમાં લગાવવામાં આવે તો બીજાને તેની જાણકારી પણ ન રહે. તેમ છતાં હૈરિસ તેનો ઉપયોગ કેમ નથી કરતા?તેના વિશે ડિટેલમાં એક વિદેશી ચેનલે રિપોર્ટ આપ્યો છે. વિયોનના એક રિપોર્ટમાં જાણકારી મળી છે કે કમલા હૈરિસ સિક્યોરિટી અને ટેક્નોલોજીને લઈને ખૂબ જ ગંભીર છે. બ્લૂટૂથ હેડફોનને કમલા હૈરિસ થોડુ શંકાસ્પદ રીતે જોવે છે અને તે તાર વાળા હેડફોન્સ પર વિશ્વાસ કરે છે. તે આ તથ્ય પર ભરોશો કરે છે કે તાર વાળા હેડફોન સુરક્ષિત છે જ્યારે બ્લૂટૂથ હેડફોનથી હેકર્સને તક મળી જાય છે અને તે સાઈબર ફ્રોડને અંજામ આપી શકે છે.

તમને જણાવી દઈએ કે પહેલાની ઘણી અલગ અલગ તપાસમાં આ વાતની જાણકારી મળી છે કે બ્લૂટૂથ કનેક્શનની સાથે હેરાફેરી સરળતાથી થઈ શકે છે. બ્લૂટૂથ કનેક્શનને હેક કરવામાં આવી શકે છે જેનાથી સાઈબર ફ્રોડ મોબાઈલ જેવા ડિવાઈસને પોતાના કાબુમાં લઈ શકે છે. અહીં સુધી કે હૈકર પોતાના મોબાઈલ અથવા લેપટોપથી બ્લૂટૂથ લગાવે છે તો તેમાં મૈલવેયર અથવા સ્પાઈવેર નાખીને જાસૂસી કરી શકે છે.અમુક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાઈબર સિક્યોરિટી રિસર્ચરે બ્લૂટૂથનો ઉપયોગ કરી અમુક મોબાઈલ ફોનમાં સુરક્ષાના ખતરાને જોયો છે. પોતાના પ્રયોગમાં તેમણે સરળતાથી સુરક્ષાના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. તેનાથી જાણકારી મળે છે કે સાઈબર ફ્રોડ પણ આમ કરવામાં સફળ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે હેકર બ્લૂટૂથના માધ્યમથી ફોનના નેટવર્કને પોતાના કબ્જામાં લઈ શકે છે. સ્પાઈવેર અથવા મેલવેયરની મદદથી બેન્ક અથવા સુરક્ષા સાથે જોડાયેલી જાણકારી ચોરી કરી શકે છે. અહીં સુધી કે બિઝનેસ વિશે પણ સુચના મેળવી શકે છે. આજ કારણ છે કે કમલા હૈરિસ બ્લૂટૂથ ટેક્નોલોજીને લઈને હંમેશા ચિંતિત હોય છે અને તેનાથી વધારે વિશ્વાસ તેમને તાર વાળા બ્લૂટૂથ પર છે. રાજનૈતિક અને સુરક્ષા સાથે જોડાયેલા ખતરાને જોતા તે હંમેશા પોતાના બ્લૂટૂથ કનેક્શનને બંધ રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો એક જ ફોનમાં પર્સનલ અને બિઝનેસ ડેટા રાખે છે. તેમને વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે.