ભૂત હોવાની શંકાએ પરિણીતા સાથે તાંત્રિક વિધિના બહાને ધાબા પર લઈ જઈને કર્યું એવુ કે…..

0
393

આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે.દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા જનક તાપીયાવાલાની પુત્રીના જીગર ચંદ્રવદન ભાલોદવાલા સાથે વર્ષ 2018 માં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. પાયલ જીગર ભાલોદવાલાની ફરિયાદ મુજબ જે તે સમયે તેના પિતા દ્વારા લગ્નમાં તેણીને ૩૦ તોલા સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. તેના પતિને વેપારમાં ખોટ જતા અવાર નવાર તેના સાસરિયાઓ દ્વારા પરિણીતા સાથે મારઝુડ કરી તેને દહેજના દસ લાખ રૃપિયા પિતા પાસે લાવવા માટે બળજવરી કરાતી હતી.

મળતી માહિતી મુજબ પરિણીતાની મહિલા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેણીને તેના સાસુ મીતા ચંદ્રવદન ભાલોદવાલા તેમજ દેરાણી માર્ગી હિરેન ભાલોદવાલાએ પકડી રાખી સસરા ચંદ્રવદન શાંતિલાલ ભાલોદવાલાએ બળજબરી એસિડ પીવડાવી મારી નાંખવાની કોશિશ કરી હતી.ઉપરાંત તેણીને ઘરના ધાબા ઉપર લઇ જઇ ધાબા ઉપરથી ફેંકી દઇ મારી નાંખવાની કોશિશ કરી હતી. જે બનાવે પરણિતા ભાલોદવાલાએ પોલીસ ફરિયાદ પણ આપી હતી. જ્યારે પતિ, સસરા, સાસુ, દિયર, દેરાણી રહે. પ્રિતમ નગર-૧, કસક, ભરૃચ વિરૃધ્ધ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ભરૃચ છોડી જતા રહેતા એસપીને રજૂઆત કરવામાં આવી છે.

પરણિતા ઉપર કરી તાંત્રિક વિધિ કરાઇ, ભરૃચના સાસરિયાઓએ પુત્રવધુને દહેજ અંગે ત્રાસ આપતા હતાં. ઉપરાંત પાયલના શરીરમાં ભૂત છે તેમ કહી ભરૃચના ડભાલી, ત્રાલસા, દયાદસા તથા દેરોલ ગામના મંદિરે લઇ જઇ તેણીની ઉપર તાંત્રિક વિધી પણ કરવામાં આવી હોવાનો પરણિતા પાયલે સાસરિયા વિરૃધ્ધ ફરિયાદ કરી છે. ઉપરાંત લગ્ન તેમજ બે બાળકના જન્મ સમયે પિતા જનક તાપીયાવાલા દ્વારા આપવામાં આવેલા ૩૦ તોલા ઉપરાંતના સોનાના દાગીના ઉપર પણ સાસરિયાઓએ કબ્જો જમાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા તથા છેલ્લા પાંચ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલી યુવતીને પત્ની બનાવવા પાગલ યુવાને યુવતી પર એસિડ નાંખીને તેને તથા તેના માતા-પિતાના મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ હતી. આ પ્રકરણમાં એક વખત એસિડ નાંખ્યો હતો તેમાં યુવતી બચી ગઇ હતી, પરંતુ ફરી તે નહી બચી શકે તેવી ધમકી આપનાર યુવાન તથા તેને મદદ કરનાર તેના પિતાના પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની દિકરી અમેરિકા રહે છે. ૨૦૧૪માં અભ્યાસ કરવા માટે અમેરિકા ગઇ હતી. તે તાજેતરમાં વડોદરા આવી હતી. વડોદરામાં તેના માતા -પિતા રહે છે. યુવતી તેની માતાની સાથે ઘરમાંથી બહાર જઇ રહી હતી તે સમયે મકરપુરા વિસ્તારમાં સુસેશ સર્કલ પાસે રહેતો બિનીક્ષ દિપેન્દ્ર હાન્ડે નામનો યુવાન તેની પાસે આવી ગયો હતો.

યુવતીનું પરિવાર બિનીક્ષથી પરીચીત હતુ.આ દરમિયાન તે યુવતીના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તે અમેરિકાથી આવી હોવાથી તેના ઘેર પહોચી ગયેલ યુવાને યુવતીની સાથે સીધી લગ્ન કરવાની માંગણી કરી હતી. આ તબક્કે યુવતીએ લગ્નનો સાફ ઇન્કાર કર્યો હતો. જેથી ચોંકી ઉઠેલ યુવાન તેની એક્ટીવાની ડેકીમાંથી એસિડની બોટલ લઇ આવ્યો હતો. તે યુવતી પર ફેંકી હતી. પરંતુ યુવતી ખસી જતાં તે બચી ગઇ હતી. જેથી યુવતીને લાફો પણ મારી દીધો હતો. આ તબક્કે હોબોળા મચી ગયો હતો.

જેથી યુવાને જણાવ્યુ હતુ કે, આજે તો તું એસિડથી બચી ગઇ છે.બીજી વખત નહીં બચે. નક્કી કરે લે તું મારી સાથે ક્યારે લગ્ન કરવાની છે કે નહી.તેમ કહીને કાર પર પથ્થરમારો કર્યો હતો.તેમજ તેમના પાળેલા કૂતરાને પણ ચોરી કરીને બિનીક્ષ હાન્ડે જતો રહ્યો હતો.આ ઘટના પગલે યુવતીની માતાએ વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, બિનીક્ષને મારી દીકરીએ લગ્ન કરવાનો ઇન્કાર કરવા છતાં તે હેરાન કરતો હતો.

દીકરીના મોબાઇલ ફોન ઉપરથી તેનો ફોટો ડાઉનલોડ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત તે અમારું પાળેલું કુતરું પણ ચોરી કરી ગયો હતો. બિનીક્ષના પિતા દિપેન્દ્ર હાન્ડે દ્વારા વારંવાર આવીને બિનીક્ષ સાથે તમારી દિકરીના લગ્નનુ નક્કી કરો, તમને આમા શું વાંધો છે? તેમ કહીને દબાણ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે ફરિયાદને ગંભીરતાથી લઇ ગણતરીના કલાકોમાં યુવતી ઉપર એસિડ એટેક કરનાર બિનીક્ષ હાન્ડે અને તેને મદદ કરનાર તેના પિતા દિપેન્દ્ર હાન્ડેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરત શહેરમાં વધુ એક એસીડ અટેકનો બનાવ બન્યો છે. પરવત ગામ વિસ્તારમાં પતિએ પત્ની પર એસીડ ફેક્યું છે. ત્રણ માસ અગાઉ પત્નીએ બ્યુટી પાર્લર શરૂ કરતા ગત બપોરે તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી એસિડ ફેંક્યું હતું. જોકે, મહિલા ખસી જતા બચી ગઈ હતી. શક કરતા પતિએ મહિલાએ જે દિવસે બ્યુટી પાર્લર શરૂ કર્યું ત્યારે ત્યાં આવી માર મારતા મહિલા હાલ માતાપિતાને ત્યાં રહે છે.

પરવત પાટીયા ખાતે માતાપિતાને ત્યાં રહેતી યુવતીના લગ્ન ૧૩ વર્ષ અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા સમીર સાથે થયા હતા. લગ્નના બે ત્રણ વર્ષ બાદ સમીર સીમા ઉપર શક કરી અવારનવાર ઝઘડો કરતો હતો. ગત ૧૯ જૂનના રોજ સીમાએ તેની ફ્રેન્ડ સાથે ભાગીદારીમાં પરવત ગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું.

સમીર તે દિવસે જ બ્યુટી પાર્લર ઉપર પહોંચ્યો હતો અને સીમા સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. આથી સીમા તેના માતાપિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. ત્યાર બાદ ગત બપોરના રોજ સીમા અને તેની ભાગીદાર ફ્રેન્ડ તેમના બ્યુટી પાર્લર ઉપર હાજર હતા ત્યારે સમીર ત્યાં આવ્યો હતો અને સીમા સાથે બાળકો અંગે પૂછી ઝઘડો કર્યો હતો. તેમજ સાથે લાવેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પ્લાસ્ટીકની એસિડની બોટલ કાઢી સીમા ઉપર ફેંક્યું હતું.

જો કે સીમા ખસી જતા એસિડ થોડું જમીન ઉપર અને થોડું વ્હીલચેર ઉપર પડ્યું હતું અને તેનો બચાવ થયો હતો. એસિડના કારણે નીકળેલા ધુમાડાને લીધે સીમાને આંખમાં બળતરા થઈ હતા. સીમા અને તેની ફ્રેન્ડે બુમાબુમ કરતા સમીર સીમાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સીમાએ ગતરાત્રે સમીર વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમીરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં રહેતી એક મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. શરીરના અનેક ભાગ પર ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પર પૂર્વ પતિના આવા હિચકારા હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે હુમલો કરનારા પૂર્વ પતિ અને તેમાં સાથ આપનારા તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ગરીબનવાઝ મસ્જિદ પાસે રહેતી મહિલા પર તેના પૂર્વ પતિ નાઝીમ સલીમ શેખ (રહે.અકબર સઈદનો ટેકરો) દ્વારા શુક્રવારે સાંજના સુમારે એસિડ વડે હુમલો કરાયો હતો. મહિલા પોતાના ઘરમાં કામ કરતી હતી એ સમયે સાંજે લગભગ પોણાં પાચ વાગ્યાની આસપાસ પૂર્વ પતિ અચાનક જ ઘરમાં ઘુસી આવ્યો હતો અને મહિલા પર એસિડ છાંટીને ભાગી ગયો હતો.

બંનેના લગ્નજીવનને બે વર્ષનો સમય થયો હતો. બે વર્ષના લગ્નજીવનમાં હાલ તેમને એક ચાર માસની બાળકી પણ છે. પતિ પત્નીના ચારિત્ર્ય પર સતત શંકા રાખતો હતો, જેના કારણે હજુ ગયા મહિને 12 ઓક્ટોબરના રોજ બંનેએ તલાક લીધા હતા. તલાક થયાના માત્ર સવા મહિનામાં જ કોઈ અજાણ્યા કારણસર પૂર્વ પતિએ ઘરમાં ઘુસી જઈને મહિલા પર એસિડ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં મહિલા પીઠ, છાતી, મોઢા અને હાથ-પગના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેના પરિવારના સભ્યો મહિલાને તાત્કાલિક 108માં નવી સિવિલ લઈ ગયા હતા. મહિલાના પરિજનોએ જણાવ્યું હતું કે, લગ્ન જીવન દરમિયાન પણ પતિ નદ્દીમ સલીમ શેખ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરવાની સાથે સાથે એસિડ એટેકની ધમકી આપતો હતો. આ અંગે જે-તે સમયે પરિણીતાએ પોલીસમાં અરજી પણ આપી હતી