ભૂલથી પણ ક્યારેય નાં કરો આ વસ્તુઓનું અપમાન નહીં તો જીવન થઈ જશે બરબાદ,અત્યારે જ જાણીલો આ વિશે…..

0
517

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું આજના સમયમાં વ્યક્તિનાથી કોઈને કોઈ ભુલ થઈ જાય છે કોઈનું અપમાન પણ કરી નાખે છે પણ શાસ્ત્રોમાં આ 3 વસ્તુનું અપમાન કરવું સારુ નથી ગણાવ્યું.એક સારો વ્યક્તિ ખૂબ જ સમજી વિચારીને તેના જીવનમાં દરેક પગલું ભરે છે અને પૈસાની સાથે સાથે ઈજ્જત પણ કમાય છે. હંમેશાં પોતાની ઈજ્જતની વાત કરનારા લોકો તે વસ્તુઓથી પણ બચવા ઇચ્છે છે કે જેનાથી તેમના કમાયેલા પૈસા હંમેશાં જળવાઈ રહે. નારદપુરાણ અને શાસ્ત્રોનાં ઘણાં પુસ્તકોમાં, કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતા તમામ પુણ્યના કાર્યોનું ફળ એક જ ક્ષણમાં સમાપ્ત થાય છે.

આવું કોઈની પણ સાથે થઈ શકે છે, પછી ભલે તે શ્રીમંત હોય કે ગરીબ, તેથી આપણે કુદરત દ્વારા બનાવેલી દરેક વસ્તુનું માન રાખવું જોઈએ, ખાસ કરીને માનવજાતથી આ 3 વસ્તુઓનું અપમાન કર્યાનો અર્થ ભગવાનને દુખ પહોંચાડવા જેવો થાય છે, તેના સિવાય તે શું શું ગુમાવે છે તે તેની કલ્પના પણ નથી કરી શકતો.આપણા શાસ્ત્રોમાં એવી ત્રણ ચીજો વિશે બતાવવામાં આવી છે, જેનું અપમાન કરવાથી બધા જ પુણ્ય કર્મ એકદમ ખતમ થઇ જાય છે અને પાપનો ભાર માથે ચડી જાય છે. આ ત્રણ ચીજોનું અપમાન કરવાથી ગમે તેટલા સારા કામ કરી લો, પણ તેનો ભાર માથા પરથી ઉતારી શકાતો નથી. અમે તમને અમારા આર્ટીકલમાં શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ તે ત્રણ મહાપાપ વિશે જણાવીશું, જેનાથી મનુષ્ય ના બધા જ પુણ્ય કર્મોનો નાશ થઈ જાય છે.

ગાયનું અપમાન.

આ પ્રકૃતિની રચનામાં, ફક્ત માણસોએ જ નહીં પરંતુ દેવોએ પણ ગાયને વિશેષ દરજ્જો આપ્યો છે. પુરાણોમાં ગાયને નંદા, સુનંદા, સુરભી, સુશીલા અને સુમન કહેવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે કૃષ્ણ કથામાં સમાવિષ્ટ તમામ પાત્રોમાં ગાયનું પણ વિશેષ સ્થાન છે. ગાયને કામધેનુ અને ગૌ માતા માનવામાં આવે છે, ગાય દ્વારા જ મનુષ્યને દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર મળે છે.શાસ્ત્રોમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એ જ કારણ છે કે લોકો ગાયની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ગાયની અંદર દેવી-દેવતાઓ નિવાસ હોય છે અને ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે. આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગાયનું અપમાન કરે છે તે પાપનો ભોગી બને છે અને ગાયનું અપમાન કરવાથી ચડેલ પાપ તીર્થસ્થાનોનાં દર્શન અને પવિત્ર નદીઓઓમાં સ્નાન કરવાથી પણ ઉતરતું નથી. એટલા માટે ક્યારેય પણ ભૂલથી ગાયનું અપમાન કરવું જોઈએ નહીં અને ગાયની સેવા કરવી. કારણ કે ગાયની સેવા કરવાથી ઘણા પાપને ખતમ કરી શકાય છે.બ્રહ્માંડ પંચતત્વથી બનેલું છે અને તે પાંચ તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે અને આ પાંચ તત્વો ગાય વંશમાંથી મળેલા તત્વો દ્વારા પોષાય છે અને શુદ્ધ બને છે, તેથી ગાયને પંચતત્વોની માતા પણ કહેવામાં આવી છે. દેવી પુરાણ અને હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે લોકો ગાયનું અપમાન કરે છે તે ભગવાનનું સીધું અપમાન કરે છે અને તેનું પ્રાયશ્ચિત કરવાની તક પણ માણસને મળતી નથી.

ગાયની સેવા કેવી રીતે કરવી.

દરેક શહેરમાં આજકાલ ગૌશાળા જરૂર હોય છે. તમે આ ગૌશાળામાં જઇને ગાયની સેવા કરી શકો છો.તમે ગૌશાળામાં રહેલ ગાયને ભોજન માટે રોટલી આપી શકો છો અને તેમની સાફ-સફાઈ કરીને પણ પુણ્ય કમાઈ શકો છો.કેવી રીતે થાય છે ગાયનું અપમાન જો કોઈ વ્યક્તિ ગાયને ભુખી જોઈને તેને ભોજન નથી આપતો તો આવું કરવાથી ગાયનું અપમાન થાય છે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ ગાયને મારે છો, તો પણ તે પાપનો ભોગી બને છે.

તુલસીનો છોડ.

તુલસીનો છોડ એક પવિત્ર છોડ હોય છે અને આ છોડની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જોકે આ છોડનું અપમાન કરવામાં આવે તો વ્યક્તિ પાપનો ભાગીદાર બની શકે છે. વિષ્ણુપુરાણમાં તુલસીના છોડને લઈને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે આ છોડનું અપમાન કરવા પર ભગવાન નારાજ થઈ જાય છે. એટલા માટે પોતાના જીવનમાં ક્યારેય પણ આ છોડ નું અપમાન કરવું નહીં.

કેટલું પવિત્ર છે આ છોડ.

આ છોડ કેટલો પવિત્ર છે તે વાતનો અંદાજો તમે એ બાબત પરથી લગાવી શકો છો કે આ છોડના ઘરમાં હોવાને કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા વધી શકતી નથી. ભગવાન વિષ્ણુને આ છોડના પાન અર્પિત કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથોસાથ જે લોકો આ છોડની પૂજા કરે છે તેમને પુણ્યની પ્રાપ્તિ થાય છે.તુલસીનું સૌથી મોટુ અપમાન એ છે કે ઘરે તુલસીનો છોડ રાખીને પણ એની પૂજા ન કરવી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ છે તે સ્થાન દૈવીય દ્રષ્ટિએ પૂજનીય સ્થળ હોય છે અને તે ઘરમાં રોગનું આગમન થતું નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, તુલસી, જે ધાર્મિક કાર્યોમાં પૂજાય છે, તેના કરતાં વધારે ઔષધી તરીકે ઉપયોગી છે.આ સિવાય તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે. એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે, તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.જળમાં તુલસીદલ (તુલસીના પાન) નાંખી સ્નાન કરવું તીર્થસ્થળોમાં સ્નાન કરવા સમાન છે. ઉપરાંત તુલસી વાસ્તુદોષ દુર કરવા પણ સક્ષમ છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો ઘરમાં કલેશ અને અશાંતિ દૂર થાય છે. ઘર-પરિવાર પર માં લક્ષ્મી જીની વિશેષ કૃપા બની રહે છે. એટલું જ નહી પ્રતિદિન દહીં સાથે ખાંડ અને તુલસીના પાનનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.

કેવી રીતે થાય છે અપમાન.

તુલસીના છોડને પોતાના ઘરમાં લગાવ્યા બાદ તેની પૂજા ન કરવાથી તમને પાપ ચડે છે. તેની સાથે જ રાતના સમયે આ છોડના પાન તોડવા પણ યોગ્ય માનવામાં આવતા નથી. આ છોડની આસપાસ સફાઈ રાખવી પણ જરૂરી હોય છે અને આ છોડની પાસે ચપ્પલ પહેરીને જવું, આ છોડનું અપમાન માનવામાં આવે છે. તુલસીનાં પાનનો ઉપયોગ ગણેશજી અને ભગવાન શિવજીના પૂજન દરમિયાન ક્યારેય ન કરવો.

ગંગાનું અપમાન.

હિન્દુ ધર્મમાં ગંગાનું આગમન સ્વર્ગમાંથી સીધું પૃથ્વી પર થયું અને એવું માનવામાં આવે છે કે માતા ગંગા પોતે ગંગા નદીની અંદર રહે છે. વિષ્ણુપુરાણ અને શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગંગાનું અપમાન કરે છે તેને તેના દ્વારા કરવામાં આવેલા બધા સારા કાર્યોના ફળ મળતા નથી. તેથી, માતાની જેમ પવિત્ર ગંગાજળનું સન્માન કરવું જોઈએ. તેનો ઉપયોગ ઘણી ધાર્મિક વિધિઓમાં પણ થાય છે.ગંગા નદી આપણા દેશની પવિત્ર નદીઓમાંની એક છે અને આ નદી વિશે શિવ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે લોકો આ નદીના પાણીથી સ્નાન કરે છે, તેમના પાપ ખતમ થઇ જાય છે. વળી આ નદીનું અપમાન કરવાથી વ્યક્તિ પર એવું પાપ ચડી જાય છે જે ક્યારેય પણ ઉતરી શકતું નથી. એટલા માટે ગંગાજળનો ઉપયોગ હંમેશા યોગ્ય રીતે કરવો જોઈએ.

કેવી રીતે થાય છે ગંગાજળનું અપમાન.

પોતાના ઘરમાં ક્યારેય પણ ગંગાજળને તે સ્થાન પર ન રાખવું જોઈએ જ્યાં મદિરા જેવી ચીજો રાખવામાં આવતી હોય. આ જળને ક્યારેય પણ અપવિત્ર હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં. પૂજાના સમયે આ જળનો ઉપયોગ કરતા સમયે આ જળની બોટલને સીધી જમીન પર ન રાખવી જોઈએ, તેને જમીનથી ઉપર કોઈ વસ્તુ પર રાખવી જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શેર કરો અને તમારો અભિપ્રાય અમને જરૂર જણાવો..ધન્યવાદ..