ભોજન કર્યા બાદ ગોળ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,આ મોટી મોટી બીમારીઓ રહે છે દૂર….

0
334

ગોળને ભારતીય ખાદ્યપદાર્થોનો ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ ભાગ માનવામાં આવે છે અને લોકો તેનો ખૂબ જ નોંધપાત્ર પ્રમાણમાં વપરાશ કરે છે. આ એટલા માટે છે કે તે માત્ર સ્વાદને જ વધારતું નથી, પરંતુ તે જ સમયે, ગોળનું સેવન કરવાથી શરીરમાં શક્તિ પણ આવે છે અને ઘણા ફાયદાઓ પણ જોવા મળે છે, જે પોતે જ એક ખૂબ સારી વસ્તુ છે.ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. પહેલાના જમાનામાં ગોળનું સેવન ખૂબ જ થતું હતું. તે સ્વાસ્થ્ય માટે અનેક દ્રષ્ટિકોણથી લાજવાબ છે, પરંતુ એક વિશેષ ષડયંત્ર અંતર્ગત આપણાં સ્વાસ્થ્યનું સત્યાનાશ કરવા માટે અંગ્રેજ સરકારે ગોળ બનાવવાની ભટ્ટીઓને ગેર કાનૂની કરાર આપીને ખાંડ ખવડાવવાનું ચાલુ કર્યું અને તેનું પરિણામ આપણે હજુ સહન કરીએ છીએ. અત્યારે પણ શેરડીનાં ખેડુત બિચારા પોતાના પાકને લઈને ખુબ જ આમથી તેમ ભટકાતાં હોય છે અને પહેલાં પોતાના ઘરમાં ગોળ બનાવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશેષ વાત તો એ છે કે આજે પણ તે કાનુન ભારત સરકારમાં પણ લાગુ છે. ધન્ય છે તે લોકોને જેમણે અંગ્રેજોના કાનુન ને કોપી-પેસ્ટ કર્યો છે અને દેશને મહાનાયક બની ગયા. આ મુદ્દો એટલો ગંભીર નથી પરંતુ ટૂંકી વિચારધારા વાળા લોકો તેને ખૂબ જ ગંભીર બનાવી છે. તો ચાલો વાત કરીએ શેરડીની.શેરડીના રસ થી ગોળ અને ખાંડ બને છે, પરંતુ શું તમે જાણો છો કે ખાંડ બનવા પર આયરન તત્વ, પોટેશિયમ, ગંધક, ફૉસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વો નષ્ટ થઈ જાય છે. પરંતુ ગોળમાં તે તત્વો પૂરી માત્રામાં રહે છે. ગોળ વિટામિન એ અને વિટામિન બી નો સારો સ્ત્રોત છે. ગોળના અનેક એવા ફાયદા છે જેને જાણી તમે પણ ગોળ ખાવા લાગશો. ગોળમાં શું હોય છે અને કેવી રીતે તમારા પરિવારનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આજે સમયની એવી માર પડી છે જે મોટા ભાગનાં શેરડી બનાવવાવાળા પણ તેની શુદ્ધતાનું પૂરું ધ્યાન નથી આપતા, પરંતુ તેમ છતાં પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો અને ફાયદાકારક છે.

શેરડી સ્વાસ્થ્ય માટે લાભકારી હોવાની સાથે જ સ્વાદિષ્ટ પણ છે. ગોળનો નિયમિત રીતે થોડું સેવન કરવાથી અનેક રોગોથી બચી શકાય છે. આયુર્વેદ સંહિતા અનુસાર તે શીધ્ર પાચનક્રિયા વાળો, લોહી વધારવા વાળો અને ખૂબ જ જલ્દી ભૂખ વધારનાર છે. ક્યારેક ઘરમાં ગોળ વાળા ચોખા અને દલિયા બનાવીને ખાઈ લેજો. જે સ્વાદ તેમાં આવે છે તે ફાઈવ સ્ટાર માં પણ નથી આવતા. તેના ઉપરાંત ગોળ થી બનેલી જ વસ્તુઓ ખાવાથી બિમારીઓથી રાહત મળે છે.તો આજે જણાવીશું ગોળના ફાયદા.ભારતમાં મોટાભાગે લોકો ખાવાનું પૂરું કરી પછી મીઠું ખાવાનો શોખ રાખે છે પણ અમુક લોકો સ્વાસ્થ્યની ચિંતાને લઈને મીઠું ખાવાનું ટાળે છે પરંતુ જો તમે સ્વાસ્થ્ય સાથે સમાધાન કર્યા વગર જ મીઠું ખાવા માંગો છો તો ગોળ એક તંદુરસ્ત વિકલ્પ હોઈ શકે છે. ગોળનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી કરતા આવે છે. ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું જ મહત્વ છે.

બાળકો માટે ફાયદાકારક, ગોળમાં કેલ્શિયમની ઉચિત માત્રા હોય છે, જેના લીધે તે બાળકોના હાડકાને કમજોરી દૂર કરે છે. સાથે જ બાળકોના દાંત તૂટતા હોય ત્યારે થતી કમજોરીને પણ દૂર કરે છે. વધતા બાળકોને ગોળ આપવો જોઈએ, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.આયરન ની ઉણપ માટે, માતાઓ અને બહેનોમાં લોહ તત્વની કમી જોવા મળે છે. તેવામાં ઘણી વાર માસિક ધર્મમાં સમસ્યા આવે છે. જો ગોળનું સેવન કરે તો તેના માટે ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપને લીધે આયરનની માત્રા પણ ઓછી થઈ જાય છે. તેવામાં ૧૧% મિલીગ્રામ લોહ તત્વ જોવા મળે છે, જે લોહીની કમીને અને હિમોગ્લોબીન ઓછું થવાની સમસ્યાને પણ દૂર કરે છે.

જીરું મસાલા તરીકે દરેકના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણા ભોજનના સ્વાદ અને ખુશ્બૂને વધારે છે.જીરાના વઘાર વગર શાકભાજી, દાળ અને રાયતાનો સ્વાદ ફીક્કો લાગે છે. ત્યારે ગોળની મીઠાસથી સ્વીટ વાનગીઓ વધારે સ્વીટ બની જાય છે. જીરું અને ગોળ સામાન્ય રીતે આપણા ભોજનમાં સામેલ હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગોળ અને જીરાનું પાણી તમને કેટલીય બીમારીઓથી બચાવી શકે છે. એનીમિયામાં ફાયદાકારક ,ગોળ અને જીરાનું પાણી પીવાથી શરીરમાં એનીમિયા અથવા લોહીની ઉણપ દૂર થાય છે. આ સાથે જ આ લોહીમાં રહેલ અશુદ્ધિઓને પણ દૂર કરે છે.

ઘડપણ અને માનસિક સ્વાસ્થ્ય માટે, વિટામીન બી હોવાના લીધે માનસિક રોગોને દૂર કરે છે. પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દહીં અને માખણ ખાતા લોકોને ઘડપણ જલ્દી નથી આવતું. તેથી ગોળનું સેવન કરવું જોઈએ.તરત જ શક્તિદાયક, પહેલાં જ્યારે લોકો મહેનતનું કામ કરતા હતા ત્યારે કામ ચાલુ કર્યા પહેલા જરૂરથી ખાતા હતા. ગોળ ખાવાથી તરત જ એનર્જી મળે છે. ગામડામાં એવા અનેક ઉદાહરણ મળી જશે, જ્યાં ઉંમરલાયક લોકો ગોળ ખાધા પછી કોઈ ગાય કે બળદને પોતાના ખભા ઉપર ઉપાડી લેતા હતા અથવા તો કોઈ મોટું ઝાડ પણ ઉપાડી લીધું હોય. ગોળ તરત જ શક્તિ આપવામાં ખૂબ જ સહયોગી છે.

 

હૃદયની બીમારીમાં લાભદાયક, ગોળમાં રહેલા પોટેશિયમ હ્રદય સંબંધિત બીમારીઓને રોકવામાં ફાયદાકારક છે. હૃદયના રોગીને ખાંડ નુકસાનદાયક હોય છે, તેમાં ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.ખાલી પેટ ગોળ ખાઇને ગરમ પાણી પીવાના ફાયદા,તેનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને માંસપેશીઓ મજબુત અને તાકતવર બને છે. તે લોહીને પણ શુદ્ધ કરે છે. જો તમે ખાલી પેટ રોજ ગોળ અને ગરમ પાણી નું સેવન કરશો તો તમારું શરીર પણ સારું રેહશે. ગોળ અને ગરમ પાણી તમારા શરીરમાં જામેલી ચરબીને ગાળવાનું કામ પણ કરે છે.

ગોળનાં અન્ય ફાયદા, શિયાળાના દિવસોમાં ગોળ, આદુ અને તુલસી ના પાનને લઈ ઉકાળો બનાવી ગરમ ગરમ પીવો જોઇએ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહે છે. તેનાથી તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચી શકો છો.શરદી વધી ગઈ હોય તો ગોળને ઓગાળીને તેની પાપડી બનાવી ખાવી જોઈએ.૫ ગ્રામ ગોળ અને તેટલા જ સરસવના તેલમાં મેળવી ખાવાથી શ્વાસ રોગથી છુટકારો મળે છે.ગોળ અને કાળા તલને મિક્સ કરી લાડુ ખાવાથી શરદીમાં અને અસ્થમાની સમસ્યા નથી રહેતી.ગોળ અને સિંધવ મીઠું, સંચળ મેળવી અને ચાટવાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જાય છે.શિયાળાની સિઝનમાં ગોળની ચા પીવી વધારે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.ભોજન પછી ગોળ ખાવાથી પેટમાં ગેસ નથી થતો.

ગોળ તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, જેના શરીરમાં લોહીની ઉણપ હોય. કારણ કે ગોળમાં આયરન નો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલને વધારવામાં મદદ કરે છે.ગોળ આપણી પાચનક્રિયાને ખૂબ જ સારી કરે છે, તેથી ગોળને થોડી માત્રામાં ભોજન લીધા પછી જરૂર ખાવો જોઈએ.ગોળનો ઉપયોગ કમળાનાં રોગમાં પણ કરવામાં આવે છે. પ ગ્રામ સૂંઠ, ૧૦ ગ્રામ ગોળની સાથે લેવાથી કમળાનાં રોગમાં લાભ મળે છે.ગોળનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમકે તલ ગોળની ચીકી, ગોળના પરાઠા વગેરે.ગોળમાં અધિક માત્રામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રાતના સમયે ભોજન લીધા પછી એક ટુકડો ગોળો ખાઇ લેવો જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળે છે.જૂનો ગોળ ખૂબ જ સારો હોય છે, પરંતુ જો તમને જુનો ગોળ ના મળે તો નવા ગોળને થેલીમાં લઈ થોડાક સમય માટે તડકામાં રાખી દેવો. ત્યારબાદ તેનો ઉપયોગ કરવો તે ફરીથી જુના ગોળ જેવો જ ગુણકારી થઈ જાય છે.ગેસની તકલીફ દુર કરવા માટે રોજ સવારનાં સમયે ખાલી પેટમાં થોડો ગોળ ચૂસવો જોઈએ.ગોળની સાથે બનાવેલા ભાત ખાવાથી બેસેલો અવાજ ખુલી જાય છે.ગોળનો હલવો ખાવાથી સ્મરણશક્તિ વધે છે.બાજરાની ખીચડીમાં ગોળ નાખી ખાવાથી નેત્ર જ્યોતિ વધે છે.

ખાટા ઓડકાર આવતા હોય તો તેની ઉપર ગોળની સાથે સંચળ મિક્સ કરી ચાટવું.છોતરાવાળી મગની પાણીવાળી દાળમાં ગોળ મિક્સ કરી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગોળની ચીકી બનાવી પણ તમે તેનું સેવન કરી શકો છો.ખાલી પેટે થોડાક ગરમ પાણીમાં ગોળ મિક્સ કરી પીવાથી તમને ખૂબ જ ફાયદો થાય છે, જેનાથી શરીરની અંદરની ગંદકી સાફ થઈ જાય છે.માસિક દરમિયાન થતો દુખાવો દુર કરે છે,પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો એમજ પણ ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.