સાવધાન! માર્ચમાં કોરોના દર્દીઓની સંખ્યા ભારતમાં દૈનિક 2 લાખ સુધી પહોંચી શકે છે…

0
142

કોરોનાનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે.નવા વર્ષની શરૂઆતમાં કેસ સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતાં હવે ત્રીજી લહેર બેકાબૂ બનશે તેવી આશંકા છે.હાલ તો કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1500 ને પાર પહોંચી ગયા હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલય સહિત રાજ્યોના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 27 હજાર 553 નવા કેસ નોંધાયા છે.તે જ સમયે, 284 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 1525 કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 81 હજાર 770 લોકોના મોત થયા છે.

નવા વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં 22,775 નવા કેસ સામે આવ્યા જે છ ઓક્ટોબર પછી સર્વાધિક છે.દેશમાં હવે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ એક લાખને પાર થઈ ગઈ છે. આ સાથે જ વાયરસના નવા સ્વરૂપ ઓમીક્રોન’ના 161 નવા કેસ સામે આવ્યા બાદ આ વેરિઅન્ટના કેસ 1431 થઈ ગયા છે.કોરોનાની વધતી ગતિ જોઈને નિષ્ણાતોનું કહેવું છે કે મહામારીની ત્રીજી લહેરનું આગમન પહેલા જ થઈ ચૂક્યું છે અને ઓમિક્રોને ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરુ કરી દીધું છે.

એટલું જ નહીં, નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ચરમસીમાએ હશે અને એ દરમ્યાન પ્રતિદિન આવનારા કેસની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે.બે ડિસેમ્બરે દેશમાં ઓમીક્રોન સ્વરૂપના પહેલા બે કેસની જાણકારી આપ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય એક મિશન મોડમાં કામ કરી રહ્યું છે. 15 ડિસેમ્બર આસપાસ દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા આશરે 6000 હતી, પણ હવે અચાનક સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાવધ કર્યા છે કે કોરોનાના કેસ વધી શકે છે એટલે સૌને તૈયાર રહેવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમિત રૂપે દેશભરમાં કોવિડ-19, ઓમીક્રોનની સ્થિતિ અને આરોગ્ય પ્રણાલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠકો કરી રહ્યા છે.તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નિષ્ણાત ટીમો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરે છે. તેઓ દવાઓ, વેન્ટિલેટરના સ્ટોક અને ઓક્સિજનની ઉપલબ્ધતા વિશે પણ જાણકારી લે છે. આરોગ્ય મંત્રાલયનો ‘વોર રૂમ’ 24 કલાક કામ કરી રહ્યો છે અને તમામ વલણો અને વૃદ્ધિનું વિશ્લેષણ કરી રહ્યો છે તેમજ દેશવ્યાપી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોમાં મતમતાંતર છે.

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૌલથી જ્યારે મહામારીની ત્રીજી લહેરની સંભાવના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ એ વાત પર નિર્ભર કરે છે કે લોકોનું રસીકરણ કેટલું થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં રસીકરણ જ સંક્રમણ રોકવાનો સૌથી અચૂક ઉપાય છે. તેમણે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા પણ પર ભાર મૂક્યો. બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લીધે કોરોનાના કેસમાં વધારો થશે, પણ તે ડેલ્ટાની સરખામણીએ વધુ ગંભીર નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના સંશોધકોએ તેમના અભ્યાસમાં દાવો કર્યો છે કે ભારતમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેર આવતા વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જોકે, આ પૂર્વાનુમાન ઓમીક્રોનથી પ્રભાવિત દેશોમાં વધતાં કેસોના વલણ પર આધાર રાખે છે.

દેશમાં અત્યાર સુધીમાં 1525 લોકો Omicron વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દેશમાં આ પ્રકારથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. આ પછી ગુજરાત ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 460 લોકો, દિલ્હીમાં 351 અને ગુજરાતમાં 136 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.કોરોનાની વધતી જતી ગતિને જોતા નિષ્ણાતોનું કહેવું છે કે ત્રીજી લહેર પહેલા જ દસ્તક આપી ચૂકી છે અને ઓમિક્રોને ડેલ્ટા વેરિઅન્ટને રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, નિષ્ણાતો એવું પણ માને છે કે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં, કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા તેની ટોચ પર હશે અને તે દરમિયાન દરરોજ આવતા કેસની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે.

2 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના પ્રથમ બે કેસ જાહેર થયા ત્યારથી આરોગ્ય મંત્રાલય મિશન મોડમાં કામ કરી રહ્યું છે. 15 ડિસેમ્બરની આસપાસ, દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા લગભગ 6000 હતી, પરંતુ હવે અચાનક કેસ ઝડપથી વધી ગયા છે. સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે કે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે, તેથી દરેકે તૈયાર રહેવાની જરૂર છે.