ભારતનું એક એવું રહસ્યમય મંદિર, જ્યાં ભુલથી પણ કોઈ રાત્રે રોકાતું નથી, જાણો એનું રહસ્ય…

0
97

આપણા ભારત દેશમાં ધર્મ અને ભક્તિભાવનું ઘણું મહત્વ છે આપણા દેશના દરેક લોકો ભગવાનની પૂજા અર્ચના કરવા માટે યાત્રાઓ પર જાય છે.અને આપણા દેશમાં ઘણા મંદિરો છે જે ચમત્કારિક પણ છે જ્યાં ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આખા વિશ્વમાં ઘણા એવા મંદિરો છે, જે પોતાનામાં ઘણા રહસ્યો ધરાવે છે. ખાસ કરીને ભારતમાં આવા ઘણા રહસ્યમય મંદિરો છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી સાંજના સમયે લોકો ત્યાં ભુલથી પણ રોકાતા નહોતા. આ પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ અહીં રાત્રે રોકાઈ જાય છે તે પત્થર બની જાય છે.

જે પ્રકારે રાજસ્થાનના અલવરનો ભાનગઢ કિલ્લો શ્રાપિત અને હન્ડેટ માનવામાં આવે છે, જ્યાં રાત્રે રોકાઈ નથી શકતું.એ જ રીતે રાજસ્થાનના બાડમેરમાં પણ એવું મંદિર છે જ્યાં રાત્રે રોકાવાની મનાઈ છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાનું કિરાડું મંદિર. અહીંનું મંદિર દુનિયાભરમાં પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

આ મંદિર વિશે એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી અહીં રોકાનાર લોકો પત્થરના બની જાય છે. તેની પાછલ એક સાધુનો શ્રાપ માનવામાં આવે છે. જો કે તેને લઈને કોઈ સ્પષ્ટ માન્યતા નથી, પરંતુ અહીં એક સાધુના શ્રાપને તેની પાછળનું કારણ માનવામાં આવે છે.

 

આ મંદિરનું નામ કિરાડુ મંદિર છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં છે. કિરાડુને રાજસ્થાનના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર તેની સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળનું નામ 1161 પૂર્વે ‘કીરાટ કુપ’ રાખવામાં આવ્યું હતું.

કિરાડુ એ પાંચ મંદિરોની શ્રુંખલા છે, જેમાંથી વિષ્ણુ મંદિર અને શિવ મંદિર (સોમેશ્વર મંદિર) થોડી સારી સ્થિતિમાં છે, જ્યારે બાકીના મંદિરો ખંડેર થઈ ગયા છે. આ મંદિરો કોણે બનાવ્યા તે કોઈને ખબર નથી, પરંતુ મંદિરોની રચનાને જોતા, એવું અનુમાન કરવામાં આવે છે કે તે ગુર્જારા-પ્રતિહાર રાજવંશ, સંગમ વંશ અથવા દક્ષિણના ગુપ્ત રાજવંશના સમય દરમિયાન બનાવવામાં આવ્યા છે.

આશરે 900 વર્ષ પહેલાં અહીં એક સિદ્ધ સંત આવ્યાં હતાં. જ્યારે  સંત તીર્થ ભ્રમણ માટે નીકળ્યાં તો તેમણે તેમના સાથીઓને સ્થીનિક લોકોના સહારે છોડી દીધાં. સંતના ગયા બાદ તેમના સાથીઓ બિમાર પડી ગયાં. ફક્ત એક કુંભારણ હતી જેણે તેમની મદદ કરી અને ગામના એક પણ વ્યક્તિ સાધુના સાથીઓની મદદે ન આવ્યો.

એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા એક સાધુ તેના કેટલાક શિષ્યો સાથે કિરાડુ આવ્યા હતા. એક દિવસ તે તેના શિષ્યોને ત્યાં મૂકીને તેઓ ક્યાંક ફરવા ગયા. આ દરમિયાન એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. આ પછી, બાકીના શિષ્યોએ ગામ લોકોની મદદ લીધી, પરંતુ કોઈએ તેમને મદદ કરી નહીં. પાછળથી, જ્યારે સિદ્ધ સાધુ ત્યાં આવ્યા, ત્યારે તેમને બધી બાબતોની ખબર પડી. આ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે ગામલોકોને શ્રાપ આપ્યો કે જે લોકો સૂર્યાસ્ત પછી અહીં રોકાશે એ બધા લોકો પથ્થર બની જશે.

એવી માન્યતા પણ છે કે એક મહિલાએ સાધુના શિષ્યને મદદ કરી હતી, તેથી સાધુએ સ્ત્રીને સંધ્યા પહેલા ગામ છોડી દેવાનું કહ્યું હતું અને સાથે સાથે પાછળ જોવા માટે પણ મનાઇ કરવામાં આવી હતી. પણ મહિલાએ સાંભળ્યું નહીં અને પાછળ જોયું.જેના પછી તે પથ્થર બની ગઈ. મંદિરની અંદર મહિલાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.