ભારતીય યુવાન સાથે લગ્ન કરી હિન્દૂ ધર્મ અપનાવી ચુકી છે લાદેનની દીકરી જુઓ તસવીરોમાં…..

0
874

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક આતંકવાદી જેને ખૂબ દેહસત અને ખુન ખરાબા ફેલાવ્યા હતા,તેની છોકરી વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવારને લઈને અનેક અફવાઓ ઉઠી છે.એકવાર એવા અહેવાલ આવ્યા હતા કે ઓસામા બિન લાદેનની ‘ઝોયા’ નામની પુત્રીએ ભારતના ભોજપુરી ગાયિકા પ્રદીપ મૌર્ય સાથે લગ્ન કર્યા છે.તેમણે હિન્દુ ધર્મ પણ અપનાવ્યો છે.

જો કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા હતા.હવે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છોકરી સબાએ દાવો કર્યો હતો કે તેના પિતા ઓસામા બિન લાદેન છે અને તે ખૂબ સારા પિતા છે.આ પોસ્ટ પછી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો.જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી કે તે ખરેખર લાદેનની પુત્રી છે કે નહીં.આતંકવાદી ઓસામા બિન લાદેનને 2011 માં યુએસ આર્મી દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો.હજી સુધી ઓસામાની ઘણી પત્નીઓ અને બાળકો વિશે સમાચાર આવ્યા છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર સબા નામની એક છોકરીએ દાવો કર્યો હતો કે આતંકી ઓસામા બિન લાદેન તેના પિતા હતો.

અને તે તેના માટે ખૂબ સારો હતો.ટ્વિટર પર ડન્ટપ્રિમેંવેઇરડો એકાઉન્ટમાં આતંકવાદી ઓસામા બિન લાદેન સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો – તેણે તેને “ધ ડેડ: ધ ડોટર” કેપ્શન કર્યું હતું અને લખ્યું હતું કે તે તેના પિતા છે.સોશિયલ મીડિયા પર, આ ફોટો જંગલની અગ્નિની જેમ ફેલાયો હતો અને ટૂંક સમયમાં આ પોસ્ટને 16,000 થી વધુ રીટ્વીટ અને હજારો પસંદ અને ટિપ્પણીઓ મળી હતી.જો કે આ પોસ્ટ પછી, લોકો વિવિધ પ્રકારના સવાલો પૂછે છે, પરંતુ આ પુષ્ટિ કરવામાં આવી નથી કે આ છોકરી લાદેનની પુત્રી છે કે નહીં.એવું કહેવામાં આવે છે કે ઓસામા બિન લાદેનની ઘણી પત્નીઓ હતી, જેમાંથી તેમને 20-25 બાળકો હતા.જણાવી દઈએ કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓસામા બિન લાદેનની ‘ઝોયા’ નામની પુત્રીએ ભારતના ભોજપુરી ગાયિકા પ્રદીપ મૌર્ય સાથે લગ્ન કર્યા છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે હિન્દુ ધર્મ પણ અપનાવ્યો છે.બાદમાં આ સમાચાર ફેક હતી.

ત્યારબાદ ચાલો મિત્રો આપણે જણાઈ ઓસામા ની અન્ય માહિતી,અલ-કાયદાના ઑનલાઇન સમર્થકોમાં આ વિશેનો પત્ર શેર કરાઈ રહ્યો છે. જેને હમજા બિન લાદેને લખ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.એક હાઈ-પ્રોફાઇલ ઑનલાઇન જેહાદી અલ-વતીક બિલ્લાહે 31 ડિસેમ્બરના રોજ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર ઓસામા બિન લાદેનના પૌત્રના મરવાની ખબર આપી હતી.જે બાદથી હાઈ-પ્રોફાઇલ અલ-કાયદા ઇનસાઇડર શાયબત-અલ-હુકમા સહિત કેટલાય અન્ય મુખ્ય અલ-કાયદા સમર્થકોએ પણ ટેલિગ્રામ પર આ ખબર શેર કરી હતી.

અલ-વતીકે ઓસામા બિન લાદેનના પૌત્રના મૃત્યુની તારીખ નથી કહી.પરંતુ એક બીજા અલ-કાયદા સમર્થક અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે કહ્યું છે કે તેની હત્યા રમઝાન મહિનામાં થઈ હતી. જે 26 મેથી 24 જૂન સુધીનો હતો.અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે આ પૌત્રની મા અને પરિવારને લખાયેલો એક પત્ર રજૂ કર્યો છે.જેને કથિત રીતે હમજા બિન લાદેને લખ્યો હોવાનું મનાય છે.આ પત્રમાં હમજા બિન લાદેને કહ્યું છે કે આ બાળક હંમેશાં એક શહીદની જેમ મરવા માંગતો હતો.વર્ષ 2011માં ઓસામા બિન લાદેનનાં મૃત્યુ વખતે પણ તે ઘણો દુઃખી હતો.

હમજા બિન લાદેને કથિત રીતે પોતાના ભત્રીજાઓને ઓસામા બિન લાદેન, ઓસામા હમજા બિન લાદેન અને પોતાના ભાઈઓની હત્યાઓનો બદલો લેવા માટે જેહાદ કરવાની અપીલ કરી છે.અલ-વતીક લાંબા સમયથી ઑનલાઇન જેહાદી છે. અલ-કાયદા સાથે જોડાયેલી તેની જાણકારીઓને ભરોસાલાયક ગણવામાં આવે છે.ભયાનક ગ્લોબલ આતંકવાદી ઓસામા બિન લાદેનને 2011માં અમેરિકાના એ વખતના પ્રમુખ બરાક ઓબામાની સરકારે ખતમ કર્યા બાદ લાદેનના પુત્ર હમઝા લાદેનને ખતમ કરી દીધો છે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે.

અમેરિકી આતંકવાદ-વિરોધી દળે હાથ ધરેલા ઓપરેશનમાં હમઝા બિન લાદેન ખતમ થયો છે, જે આતંકવાદી સંગઠન અલ કાયદામાં ઘણો આગળ પડતો હતો. હમઝા એ ઓસામા બિન લાદેનના 20 સંતાનોમાં 15મા નંબરનો હતો અને એ એની ત્રીજી પત્નીથી થયો હતો.હમઝા બિન લાદેનનો ખાતમો અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પરના વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીમાં કરાયો હોવાનું વ્હાઈટ હાઉસના નિવેદનમાં જણાવાયું છે.

અમેરિકાએ એમ પણ કહ્યું છે કે હમઝા લાદેનના મોતને કારણે અલ કાયદામાં નેતાગીરીને મોટો ફટકો પડ્યો છે.ગયા જુલાઈમાં અને તે અગાઉ પણ હમઝા લાદેન માર્યો ગયો હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ અમેરિકાની સરકારે એને સમર્થન આપ્યું નહોતું કે રદિયો પણ આપ્યો નહોતો. પરંતુ આ વખતે એણે સમર્થન આપ્યું છે.ઉલ્લેખનીય છે કે ઓસામા બિન લાદેને 2011ની 9 નવેંબરે અમેરિકામાં ભયાનક આતંકવાદી હુમલા કરાવ્યા હતા જેમાં 3000થી વધારે લોકો માર્યા ગયા હતા.તે ઓસામા બિન લાદેનને 2011ના મે મહિનામાં અમેરિકાના તે વખતના પ્રમુખ બરાક ઓબામાની સરકારે પાકિસ્તાનમાં ઠાર કર્યો હતો.

ઓસામા બિન મોહમ્મદ બિન અવાદ બિન લાદેન ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન અલ-કાયદાનો સ્થાપક વડો હતો. એ 1994 સુધી સાઉદી અરેબિયાનો નાગરિક હતો અને સંપત્તિવાન લાદેન પરિવારનો સભ્ય હતો.ટેરર માસ્ટરમાઈંડ ઓસામા બિન લાદેન વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતો.9-11 ના હુમલાઓ કરાવ્યા બાદ લાદેન ગાયબ થઈ ગયો હતો. એ પાકિસ્તાનમાં સંતાયો હોવાની પાકી બાતમી મળતાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએએ એને ત્યાં શોધીને ઠાર માર્યો હતો. અમેરિકી નૌકાદળની સીલ ટૂકડીના કમાન્ડોએ 2011ની બીજી મેની વહેલી સવારે ત્રાટકીને ઓસામાને ખતમ કર્યો હતો. લાદેન ત્યારે 54 વર્ષનો હતો. લાદેનને ખતમ કરવા માટેની કામગીરીને ઓપરેશન જેરોનિમો નામ આપવામાં આવ્યું હતું. સીલ ટૂકડી ખૂંખાર ગુનેગારો પ્રત્યે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવા અને બહાદુરીના કામો માટે જાણીતી છે. સીલ ના કમાન્ડો રોબ ઓનીલે લાદેનને માથામાં ગોળી મારીને ખતમ કર્યો હોવાનું કહેવાય છે.

સીઆઈએના અમલદારોએ મહિનાઓ સુધી ગુપ્ત રીતે દેખરેખ રાખ્યા બાદ ઓસામા લાદેન જ્યાં સંતાયો હતો તે એબટાબાદ શહેરના મકાનનો એમણે તાગ મેળવ્યો હતો. તે મકાન એબટાબાદની હદમાં આવેલા એક કમ્પાઉન્ડમાં હતું. ગુપ્તચર એજન્સી સીઆઈએએ લાદેનની ભાળ મળી હોવાનું એ વખતના પ્રમુખ ઓબામાને જણાવ્યું હતું અને ઓબામાએ હેલિકોપ્ટરમાં જઈને મકાન પર ત્રાટકી લાદેનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.એ કામગીરી માટે 4 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે એમાંનું એક હેલિકોપ્ટર કમ્પાઉન્ડમાં પ્રવેશતાં જ તૂટી પડ્યું હતું. સદ્દભાગ્યે કોઈ કમાન્ડોને ઈજા થઈ નહોતી. સમગ્ર ઓપરેશન 40-મિનિટમાં પાર પાડવામાં આવ્યું હતું.ઓસામા બિન લાદેન મળી આવ્યો એ પહેલાં કમાન્ડોએ લાદેનના બે અંગરક્ષક, એક મહિલા અને લાદેનના એક પુત્રને ઠાર માર્યા હતા. લાદેને ભાગવાની કોશિશ કરી હતી, પણ ચીસો પાડતી એની એક પત્નીની નજર સામે એને ઠાર મારવામાં આવ્યો હતો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.