ભારતમાં અહીં બન્યું છે યમરાજાનું મંદિર,જોવા લોકોની ઉમટી રહી છે ભીડ

0
149

હિંદુ ધર્મમાં યમરાજ ને મૃત્યુના દેવતા કહેવામાં આવ્યા છે. તેમનું કાર્ય કદાચ અઆપણને ખરાબ લાગે પરંતુ એમના જ કારણે આ ધરતીનું સંતુલન જળવાઈ રહે છે. તેઓ ઇન્ડધર છે જે વ્યક્તિને મૃત્યુ પછી વ્યક્તિ ને તેમના કર્મ અનુસાર સજા આપે છે. જો વ્યક્તિના કર્મો સારા હશે તો સારું ફળ મળશે અને જો વ્યક્તિના ખરાબ કર્મ હશે તો ખરાબ ફળ મળશે. અને આ કારણ થી જ તેમને ધર્મ રાજ પણ કહેવામાં આવે છે.

યમરાજ નો પરિવાર અને તેનું રૂપ યમ ના પિતા ભગવાન સૂર્યદેવ અને તેમની માતા નું નામ સંજ્ઞા છે. તેમની બહેન નદી યમુના અને ભાઈ શાની દેવ છે. તેમના વાહન ભેસા અને તેમના સંદેશ વાહક તરીકે ઉલ્લુ અને કાગડો છે. તેમના હાથમાં ગદા છે અને તેમના મુગટ પર ભેસા ના શીંગ લાગેલા છે.

 

યમરાજ પોતાના સહાયક ચિત્ર ગુપ્ત ની સાથે મળીને મૃત્યુ પામનાર પ્રાણી ને તેમના સારા અને ખરાબ કાર્યો ના આધારે આગળ જતા સ્વર્ગ અથવા નર્ક પ્રદાન કરે છે. જો કર્મો ખરાબ હશે તો નર્ક ની આગમાં તડપવું પડે છે. અને જો કર્મ સારા હોય તો સ્વર્ગ નું સુખ પ્રાપ્ત થાય છે. આ વેદ વ્યાસજી દ્વારા રચિત ગરુડ પુરાણ માં વિસ્તૃત જણાવેલ છે. આ રીતે મનુષ્યો ને મૃત્યુ બાદ ધર્મરાજ તેમના સારા અને ખરાબ કર્મોનો હિસાબ કરી ફળ આપે છે.

યમરાજ નું વર્ણન ગરુડ પુરણ માં કરવામાં આવ્યું છે અને આ પુરાણ માં યમરાજ ના સાથે સાથે યમલોક ના વિશે પણ વિસ્તાર થી જાણકારી આપવામાં આવી છે. ગરુડ પુરાણ માં યમરાજ ને મૃત્યુ ના દેવતા જણાવ્યા છે. ગરુડ પુરાણ ના મુજબ તેમના પિતા નું નામ સૂર્ય દેવ છે. જયારે તેમની માતા નું નામ સંજ્ઞા છે અને તેમની એક બહેન પણ છે જેનું નામ યમુના છે.

ગરુડ પુરાણ ના મુજબ માણસ મર્યા પછી યમલોક માં જાય છે અને ત્યાં પર તેને તેના દ્વારા કરેલ સારા અને ખરાબ કર્મો નું ફળ આપવામાં આવે છે. જયારે પદ્મ પુરાણ માં યમલોક નું વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે યમલોક ધરતી થી 86,000 યોજન એટલે લગભગ 12 લાખ કિલોમીટર ની દુરી પર સ્થિત છે અને આ એક ઘણી ભયાનક જગ્યા છે.પરંતુ શું તમે જાણો છો કે યમરાજાનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલ કૃષ્ણ સાગર બંધ નજીક સિવિલ ઠેકેદાર કેએન રાજુ મોત અને ન્યાયના દેવતા ગણાતા યમરાજનું મંદિર બનાવી રહ્યા છે. આમ જોઇએ તો આપણા દેશમાં યમરાજના કેટલાય મંદિરો આવેલા છે પરંતુ કર્ણાટકમાં મોતના દેવતાનું પ્રથમ મંદિર માનવામાં આવી રહ્યું છે. આ મંદિર આકાર પામ્યા બાદ 5 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

કર્ણાટકમાં બની રહ્યું છે યમરાજનું મંદિર, 4 લાખ રૂપિયાનો કરાયો ખર્ચ, લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર.યમરાજની આ મૂર્તિમાં તેઓ ભેંસ પર સવાર થયેલા જોવા મળશે. આ મંદિર કેઆરએસ રેલવે સ્ટેશનની નજીક આવેલ છે અને બેંગ્લુરૂથી 145 કિલોમીટર દૂર છે. આ અંગે રાજુએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, યમરાજના કર્ણાટકમાં કોઇ જ મંદિર આવેલા નથી.4 લાખ રૂપિયાનો ખર્ચ એટલા માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવવા માટે મારે કોઇ અધિકારીની મંજૂરી લેવાની જરૂર નથી કારણ કે હું મારી પોતાની જમીન પર આ મંદિર બનાવી રહ્યો છે.

પત્ની અને દીકરાએ જ કર્યો હતો વિરોધ જો કે, મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર રાજુએ કહ્યું કે મારું મૃત્યુ થયા પછી મંદિર કર્ણાટકના ધર્મ વિભાગની માલિકીનું રહેશે. રાજુએ યમરાજ ઉપરાંત સાંઇ બાબા, શનિ અને નાગદેવતાનું મંદિર બનાવ્યું છે. તેમણે કહ્યું, ‘મારું આગળનું લક્ષ્ય ભગવાન બ્રહ્માના મંદિરનું નિર્માણ કરવાનું છે.’ નોંધનીય છે કે આ મંદિર હોસૌંદાવાદી ગામમાં બનાવવામાં આવી રહ્યું છે. યમરાજનું મંદિર બનાવતી વખતે, રાજુની પત્ની અને તેના પુત્રએ તેનો વિરોધ કર્યો, પરંતુ તે સંમત ન થયા. હવે આ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવી રહ્યા છે.