ભલભલી બોલિવૂડ અભિનેત્રીઓને પાણી ભરતી કરીદે તેવી લાગે છે ગુજરાતી ફિલ્મોની આ હિરોઈનો તસવીરો જોઈ તમે વિચારમાં પડી જશો……..

0
425

મિત્રો આજે આપણે ખાસ અમુક એવાં ગુજરાતી ફિલ્મો ની હિરોઈનો વિશે વાત કરીશું જેઓ તેમનાં ઍક્ટિંગ ની સાથે સાથે તેમનાં એકદમ સ્ટાઈલિશ લુકનાં કારણે ખુબજ પ્રખ્યાત છે.તેઓ અવારનવાર પોતાનાં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકે છે તેને લાઈકો પર લાઈકો શરૂ થઈ જાય છે. તો આવો આપણે જાણીએ આવીજ સ્ટાઈલિશ અને સુંદર અભિનેત્રીઓ વિશે.

ઝીલ જોષી.ઝીલ જોશી એ પાટણ એવા નાનકડા ગામમાં ઉછરી અને ત્યાં જ તે મોટી થઈ હતી સાથે જ તેમણે ભણતર પણ ત્યાંજ કર્યું હતું અને તેમજ આ ઝીલ જોશીના સપના પણ ખૂબ જ મોટા છે તેવુ આપણે પણ ખબર હશે તેમજ જે આસમાને પહોંચવાની કોશિશ કરી રહી છે અને સૌથી ટોપ કલાકાર બનવા માટેની મહેનત કરી રહી છે તેમજ તેમના ઘણા બધા ગીતો પણ આપણે જોયા હશે અને તેમને ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તેમજ ઝીલ જોશીએ ગુજરાતી ફિલ્મમાં જેવી કે જીવથી વ્હાલી મારી જાનુડી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેમાં પણ તેમને સારું પર્ફોર્મન્સ આપ્યું હતું તેની સાથે જ ઝીલ જોશીની આગળ વાત કરવામાં આવે તો તેમણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે અને તેમજ તેમાં પણ તેઓએ ઘણી મહેનત કરી હતી. ઝીલ જોશી નાના હતા ત્યારથી જ સ્કૂલમાં તેમજ કોલેજમાં તેઓ અનેક પ્રોગ્રામોમાં ભાગ લેતા હતા અને ખૂબ જ સુંદર અભિનય પણ કરતા હતા અને તેમજ તેમનો આ અનુભવ તેમને અત્યારે ફિલ્મોમાં કામ લાગે છે.

મમતાં સોની.આજે વાત એક એવીઅભિનેત્રીની જે ગુજરાતી નથી તેમ છતાંય તેમની ગુજરાતી ફિલ્મો સુપરહિટ રહી છે.વાત છે મમતા સોનીની. જેની શાયરીના લાખો ફૅન્સ છે.ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી.ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે. અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે.મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં ‘તરસી મમતા’ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.મમતા સોની અત્યાર સુધી 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.ફક્ત ગુજરાતી જ નહીં મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરી છે.મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ, મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું છે.

આરોહી પટેલ.આર. જે. અંતરાના રોલમાં હોય કે મોન્ટુની બિટ્ટુના.આરોહી પટેલ દરેક ભૂમિકાને ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે.ઑફ સ્ક્રીન આરોપી એકદમ સીધી સાદી છે.પરંતુ તેના અંદાજ એકદમ અનોખા છે.આરોહી હંમેશા સિમ્પલ અને મિનિમલ મેકઅપમાં જોવા મળે છે.તેને જોઈને આપણને એમ જ લાગે કે તે આપણામાંથી જ એક છે.રિયલ લાઈફમાં ખુબજ સ્ટાઈલિશ છે આરોહી.

જાનકી બોડીવાલા.તમને યાદ છે છેલ્લો દિવસ ફેમ એક્ટ્રેસ જાનકી બોડીવાલા. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોસ પોસ્ટ કર્યા છે જેમાં તે ખૂબસુરત લાગી રહી છે.તેના સ્ટાઇલી કપડાંની વાત કરીએ તો તે ઘણી વાર હાઈ સ્લિટ ડ્રેસ અને ડેનિમ જેકેટ સાથે જાનકી સ્ટનિંગ જોવાં મળે છે.કેટલીકવાર તે બ્રાઉન પફ સ્લીવ્ડ ડ્રેસમાં પણ જોવાં મળી હતી આમ કહી શકાય કે જાનકી ખુબજ સ્ટાઈલિશ છે.

રીનાં સોની.ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ હિરોઈનોમાં અત્યારે રીના સોનીનું નામ ટોપ પર છે એમ કહી શકાય. આકર્ષક વ્યક્તિત્વ અને મધુર અવાજની મલ્લિકા રીના હાલ નિર્માતા ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સનની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મના ડબિંગમાં વ્યસ્ત છે. પહેલા તે જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી ત્યારે તે મમતા સોનીની બહેન તરીકે ઓળખાતી હતી. પણ હવે તેણે પોતાના અભિનયથી આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ સ્વબળે અંકિત કર્યું છે. તેણે અત્યારે જે પ્રસિદ્ધિ હાંસલ કરી છે તેના માટે તે તેની બહેન મમતા સોનીને યશ આપવા માંગે છે.

સાથે સાથે ગુજરાતના પ્રોડ્યુસરોનો પણ એટલો જ આભાર માને છે કે તેમણે રીનાની અભિનય કાબેલિયત પર વિશ્વાસ મૂકી તેને સારામાં સારૂ પર્ફોમન્સ આપવા હિંમત આપી. હાલ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મને લઈને રીના ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ફિલ્મ વિષે ઘણું બધું કહ્યું અને તેના જીવન વિષે પણ એટલી જ સરસ રીતે વર્ણન કર્યું કે તમે કલ્પી જ ના શકો કે રીના આવી રીતે હસીને પણ બોલી શકે છે. આમ જુઓ તો સ્વભાવમાં એકદમ શાંતપણું જણાઈ આવતું હતું. સેટ પર બહુ ઓછું બોલવું તેમના સ્વભાવમાં છે.