મોગલ મા ના આશીર્વાદથી આ વ્યક્તિના ભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો, ત્યારબાદ તેમની માનતા પૂર્ણ કરવા આ વ્યક્તિ 51 હજાર રૂપિયા રોકડા લઈને મંદિરે પહોંચ્યો હતો, તે સમયે મણીધર બાપુએ જણાવ્યું હતું કે. …

મોગલ મા ના આશીર્વાદથી આ વ્યક્તિના ભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો, ત્યારબાદ તેમની માનતા પૂર્ણ કરવા આ વ્યક્તિ 51 હજાર રૂપિયા રોકડા લઈને મંદિરે પહોંચ્યો હતો, તે સમયે મણીધર બાપુએ જણાવ્યું હતું કે. …

સાંભળવામાં આવ્યું છે કે માં મોગલ ની કૃપા તેના ભક્તો પર બની રહે છે. મોગલ માના દર્શનથી જ ભક્તો ખુશ થઈ જાય છે અને મા મોગલ તેમને રાજી કરે છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે માં મોગલ ની શ્રદ્ધાથી ભક્તોના બધા જ કામ અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

માં મોગલ ને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. એક અગત્યની વાત એ પણ છે કે માં મોગલ હંમેશા તેના ભક્તોને રાજી રાખે છે ક્યારે દુઃખી નથી કરતી. આજ કારણે તેના ભક્તોને મા મોગલ પર સંપૂર્ણપણે વિશ્વાસ અને શ્રદ્ધા છે.

એવું પણ સાંભળવામાં આવ્યું છે કે મા મોગલ ની શ્રદ્ધાથી હજારો લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે. ચાલો મિત્રો આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવીશું કે તમે ચોક થઈ જશો. એક વ્યક્તિ તેની માનતા પૂર્ણ કરવા માટે કચ્છમાં આવેલ કબરાઉ સ્થળે મા મોગલ ની માનતા પૂર્ણ કરવા માટે પહોંચે છે.

આ કાબરાઉ સ્થળે મણીધર નામના એક પુજારી બેસે છે જે હાજરો હાજર છે. આ વ્યક્તિએ 51 હજાર રૂપિયા રોકડા ચઢાવવાની માનતા રાખી હતી. માનતા પૂર્ણ થતા આ વ્યક્તિ 51 હજાર રૂપિયા રોકડા લઈને તેની માનતા પૂર્ણ કરવા માટે જાય છે.

તે જ સમય મણીધર બાપુ આ વ્યક્તિને પૂછે છે કે બેટા આ શેની માનતા માની હતી. ત્યારે આ વ્યક્તિ જણાવે છે કે બાપુ મારા ભાઈના ઘરે સંતાન ન હતા તો મેં તેની બાધા રાખી હતી અને હું આજે મારા ભાઈના ઘરે દીકરો આવ્યો છે તો હું માનતા પૂર્ણ કરવા માટે આવ્યો છું.

મણીધર બાપુ એ જવાબ આપતા કહ્યું કે બેટા આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે જે મા મોગલ પર શ્રદ્ધા રાખી છે તેનો જ ચમત્કાર છે. તદુપરાંત કહ્યું કે બેટા તું આ પૈસા પાછા લઈ જા અને તારી બેનું દીકરીઓને આપજે મા મોગલ રાજી થશે.

માનવામાં આવે છે કે સાચા દિલથી કરેલી પ્રાર્થના અને મા મોગલ પ્રત્યેની શ્રદ્ધા હંમેશા માં મોગલ પૂર્ણ કરે છે. મણીધર બાપુ એ જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ ભેટ કે પૈસા ની જરૂર નથી ફક્ત શ્રદ્ધા અને પ્રાર્થના ના જ ભૂખ્યા છે. જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત છે જય માં મોગલ.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial