ધ્રુજાવી દે તેવી ઘટના..!, સગા ભાઇએ તેની ગર્ભવતી બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું…, કારણ જાણીને ટાંટિયા ધ્રુજી જશે..

ધ્રુજાવી દે તેવી ઘટના..!, સગા ભાઇએ તેની ગર્ભવતી બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું…, કારણ જાણીને ટાંટિયા ધ્રુજી જશે..

એક જબરજસ્ત ઘટના સામે આવી છે. એક યુવતીએ તેના પરિવારજનોની વિરુદ્ધ લવમેરેજ કર્યા હતા અને ત્યારબાદ તે ગર્ભવતી બને છે . રવિવારની રોજ અચાનક જ તેની માતા અને તેનો ભાઈ આ દીકરીની ઘરે પહોંચ્યા હતા. સગા ભાઈ અને માતાને જોઈને દીકરી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી પરંતુ થોડા જ સમયમાં તેનું માથું તેના ભાઈના હાથમાં હતુ.

ઔરંગાબાદમાં આવેલ વૈજાપુર વિસ્તારમાં આ કિસ્સો બનેલ છે. આ એક હત્યાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. તેનો ભાઈ ઘરમાંથી તેની બહેનનું કપાયેલું માથું હાથમાં લઈને બહાર આવ્યો હતો. જોર જોરથી બૂમો પાડીને ગ્રામજનોને કહેતો હતો કે મેં મારી બહેનને ભૂલની સજા આપી. આ કિસ્સામાં જાણવામાં આવ્યું હતું કે આ ઘટના થઈ તે સમયે તેનો ભાઈ અને માતા બંને હાજર હતા તે જ સમયે દીકરીનું ધડ કાપી દીધું હતું.

મિત્રો તમને ખ્યાલ પણ નહીં હોય કે આ દીકરીનો ગુનો શું હતો તો ચાલો અમે તમને જણાવ્યું કે તેનો ગુનો શું હતો….. તેની એક ભૂલ એ હતી કે તેણે તેના પરિવારજનોથી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા.

વૈજાપુરમાં નગીના વિસ્તારમાં રહેતા એકલી એક 19 વર્ષની યુવતીએ 22 વર્ષના યુવક સાથે લવમેરેજ કર્યા હતા. યુવતી નું નામ કીર્તિ અને અવિનાશ સંજય હતું જેમને છ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. પુત્રીએ પરિવારજનોથી વિરુદ્ધ જઈ લગ્ન કર્યા હતા તેથી તેના પિયર વાળા તેને બોલાવતા ન હતા. બંને પરિવાર એકબીજાને બોલતા પણ ન હતા. પરંતુ અચાનક જ પુત્રીના પરિવારજનોએ તેમનામા રસ લેવાનું ચાલુ કર્યું હતું.

જાણવા મળ્યું હતું કે લગભગ એક અઠવાડિયા પહેલા તેની માતા તેની દીકરીને મળવા માટે આવી હતી. ત્યારબાદ એકવાર રવિવારના રોજ તેના પુત્ર સાથે ફરીવાર દીકરીને સાસરીયે મળવા આવી હતી. માતાઓને ભાઈને જોઈ શોભા ખૂબ ખુશ થઈ ગઈ હતી અને દોડીને સામે આવી ગળે મળી ત્યારબાદ ચા બનાવવા માટે રસોડામાં ગઈ હતી. આ સમયે તેનું પતિ પણ ઘરે જ હતો પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી તે તેના બેડરૂમમાં આરામ કરતો હતો.

પતિ અચાનક જ કંઈક અવાજ સાંભળ્યો ત્યાં જ તે દોડીને રસોડામાં પહોંચો. ત્યાં તેણે જોયું કે યુવતીનો ભાઈ કોઇટા નામના એક હથિયારથી તેની બહેન પર વાર કરી રહ્યો હતો. તેની માતા આ પુત્રીના બે પગ પકડી રહી હતી અને ભાઈ તેને મારવાનું પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે તેનો પતિ વચ્ચે પડ્યો હતો પરંતુ આ હથિયાર બતાવી તેને પણ ડરાવી દીધો હતો.

આ મર્ડર બાદ માતા અને તેનો ભાઈ બહાર આવ્યા અને તેનું માથું બતાવીને લોકોને કહી રહ્યા હતા કે આ તેની ભૂલની સજા છે. આ સમયે લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા પણ ત્યારબાદ પોલીસ પણ પહોંચી ગઈ હતી અને તેના આરોપી એવા માતા અને ભાઈની ધરપકડ કરી હતી. જાણવા મળ્યું હતું કે તેના ભાઈની ઉંમર 18 વર્ષ કરતા પણ નાની હતી. કહેવું બહુ જ અઘરું છે કે તેની માતા અને ભાઈ એ આટલું ખરાબ પગલું ભર્યું.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial