ભગવાન શિવજીના આ એક મંત્ર થી દરેક દુઃખ થઈ જાય છે દૂર, એકવાર જરૂર અજમાવી જુઓ….

0
133

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલય (શિવ મંદિર)માં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી.હિન્દુ શાસ્ત્રોમાં મંત્ર ખૂબ શક્તિશાળી અને ચમત્કારિક કહેવામાં આવે છે. આમાંના એક સૌથી શક્તિશાળી મંત્રોમાં ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ છે, જે મનુષ્યના તમામ કષ્ટઓને દૂર કરે છે.

જોકે ભગવાન શિવનાં ઘણાં જુદાં નામ છે, પરંતુ બધા ભક્તો તેમને પ્રેમથી ભોલેનાથ કહે છે. કારણ કે ભોલેનાથની અંદર ન તો અહંકાર છે, ન ઘડાયેલું. તેનામાં બાળકની જેમ નિર્દોષતા છે. તેથી જ તેઓને ભોલેનાથ કહેવામાં આવે છે. બધા દેવતાઓમાં, ભોલેનાથ એકમાત્ર એવા દેવતા છે જેમને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ છે. એક તરફ તેમને ભોલે નાથ કહેવામાં આવે છે, તો બીજી બાજુ, તે સૃષ્ટિનો વિનાશક પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, ભગવાન શિવ ત્રિદેવો માંથી એક છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન શિવની ઉપાસના કરે છે, તેના તમામ દુ:ખો દૂર થાય છે.ભોલેનાથનો મંત્ર જે જાપ કરવાથી તમામ કષ્ટોઓને દૂર કરે છે: શિવપુરાણમાં ‘ઓમ નમ: શિવાય’ મંત્રને તમામ કષ્ટોઓને દૂર કરવાના મંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ‘ૐ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. શિવ મહાપુરાણમાં જ આ મંત્રને આશ્રય મંત્ર પણ કહેવામાં આવે છે.

‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવાની રીત:1.આપણા હિન્દુ શાસ્ત્રોમાં આ ચમત્કારિક મંત્રનો જાપ કરવા માટે કોઈ ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે તમે તમારી સુવિધા અનુસાર કોઈપણ સમયે આ મંત્રનો જાપ કરી શકો છો.2. આ મંત્રનો જાપ નદીના કાંઠે, જંગલમાં અથવા શાંત સ્થળે અથવા ઘરે રહીને પણ શિવલિંગ સ્થાપિત કરીને કરી શકાય છે.3. આ મંત્રનો જાપ દરરોજ કરવો જોઈએ, હંમેશાં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ બેસીને કરવો જોઇએ.4.આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.5. આ મંત્રનો જાપ દરરોજ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ.’ઓમ નમ: શિવાય’ મંત્રના જાપ કરવાના ફાયદા: આ મંત્રનો જાપ કરવાથી તમને ધન, સંતાન અને શત્રુઓ ઉપર વિજય મળે છે. આ મંત્રનો જાપ કરવાથી બધા કષ્ટ અને દુ: ખ દૂર થાય છે.

તમને જણાવી દઈએ કે શિવાલય ની રચના વિશે :ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.

મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પકલાવિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશોમાં થતા શિવાલયની રચના (બાંધકામ) નીચે મુજબ હોય છે.

શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે.શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. ‘જે જોયું તે જાય’ એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. તે મૃત્યુના પ્રતીક રૂપે છે.

શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.