ભગવાન પણ ભૂલો પડ્યો ગીત થી આખા ગુજરાતમાં ફેમસ થયાં અને હવે જીવે છે આવું જીવન……

0
689

નમસ્કાર મિત્રો આજે આપણે ખાસ એક એવા કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ જેઓ રાતોરાત જ સુપરસ્ટાર બની ગયાં હતાં જોકે આ દિવસ માટે તેમને ઘણી મહેનત કરી છે.ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ દિવ્યા ચૌધરી.વિશે આજે આપણે વાત કરીશું.

આંજણા ચૌધરી સમાજ નું ઘરેણું એટલે લોકગાયિકા દિવ્યા ચૌધરી ભગવાન પણ ભૂલો પડયો ના આલ્બમ થી ભારત ભરના ગુજરાતીઓમાં નામના મેળવનાર ઉત્તમ ગુજરાત નું ઘરેણું.આજે આપણે તેમનાં વિશે જાણીશું તેમની લાઈફસ્ટાઈલ જાણીશું.

કેવી રીતે ફેમસ થયાં દિવ્યા ચૌધરી.

આંજણા ચૌધરી સમાજ નું ઘરેણું તરીકે દિવ્યા ચૌધરી હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયીકા બની રહી છે તેણીએ સુરીલા કંઠે ગીતો ગાઇ ચાહકોમાં વધારો કર્યો છે.આજે તેનું એક ગીત એટલે કે એટલી હદે લોકપ્રિય બન્યું છે.જે ભગવાન પણ ભૂલો પડ્યો જેના દસ કરોડ જેટલા વ્યુઝ  મેળવ્યા છે ત્યારે દિવ્યા ચૌધરી એ સમગ્ર ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્યા ચૌધરીનો જન્મ 26 /12/ 1990 ના રોજ થયો હતો એક સિંગર તથા આર્ટીસ તરીકે ગુજરાત તથા દેશભરમાં નામના મેળવી છે તેનું મ્યુઝિક ટ્રેડીશનલ મ્યુઝિક ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે

છેલ્લાં 10 એક વર્ષથી સિંગર તરીકે ફેમસ છે.

2002માં તેણે તેના સુરીલા કંઠે ગીત ગાઇ લોકોના હૃદયમાં સ્થાન જમાવી દીધું છે.તેનું મ્યુઝિક આલ્બમ 2004માં રિલીઝ થયો હતો અને તેણે અનેક ચાહકો ઊભા કર્યા છે.

ગુજરાતી કલાકારો માં એક નામ એટલે દિવ્યા ચૌધરી ખેરાલુ તાલુકાના મંડાલી જેવા નાનકડા ગામમાં થી લઇને આજે પુરા ગુજરાત માં નામના ધરાવતું નામ એટલે દિવ્યા ચૌધરી બાળપણ થીજ ગાવા નો શોખ ધરાવતી હતી સ્કૂલ ના સમયમાં શાળા અને ઘરે પણ ગીતો ગાવાનું ચાલુ રાખતી દિવ્યા એ મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કરેલો છે સરળ અને કોકિલકંઠી સ્વર ના કારણે આજે ખુબ નામના મળવી છે દિવ્યા શહીદો. સમાજસેવા. રથયાત્રા અને ધાર્મિક પ્રસંગો માં સમપિત કરી રહી છે.

એકજ ગીતે આખા ગુજરાત માં નામના અપાવી..

ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી દિવ્યા ને ચાહકોમાં પોતાનું એક અલગ નામ બનાવી લીધું છે અત્યાર સુધી માં ભગવાન ષણ ભૂલો પડયો ને એક વષૅ માં.10 કરોડ જેટલા લોકો આ સોન્ગ ને જોઈ લીધું છે તેનો દિવ્યા એ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતોમિડિયા સાથે ની વાતચીત માં દિવ્યા ચૌધરી એ જણાવ્યું હતું કે મારા બધા ચાહકો મને ખુબ સપોર્ટ કરી રહ્યા છે અને મારા બધા ગીતોમાં આવો ને આવો સપોર્ટ કરતા રહે.

અનેક આલ્બમ બહાર પાડ્યા છે.

અત્યાર સુધીમાં સંખ્યાબંધ આલ્બમ પ્રકાશિત થઇ ચુકયા છે જેમાં ઢેલડી.ચૌધરી ની એન્ટ્રી.દ્રારીકા નાથ મારો ભગવાન.ગોકુળ ગઠ નો ગોવાળિયો.રૂપાળા રાધારાણી અને વારા પછે વારો સહિત ના આલ્બમ તેમના લોકપ્રિય બન્યા છે આશા રાખીએ કે દિવ્યા ચૌધરી પોતાના કોકિલકંઠી દ્વારા આવીને આવી લોકપ્રિયતા વધતી રહે .

બોલિવૂડ માં પણ એન્ટ્રી કરી ચુકી છે.

દિવ્યા ચૌધરી પાવરફુલ સાઉન્ડથી અને હાડૅવકૅથી પરફોર્મન્સ સતત વધતું રહ્યું છે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવોમાં દાંડિયા ક્વીન તરીકે છાપ ઊભી કરે છે, તેના ગરબા ધૂમ મચાવી રહ્યા છે તેના આલ્બમમાં મને ગૌરવ છે,અને ગોગા નો પાવર ઢેલડી.ચૌધરી ની એન્ટ્રી ,ગોકુળનો ગોવાળિયો, રૂપાળા રાધા રાણી  ગામડાની-ગોરી, ભગવાન પણ ભૂલો પડ્યો અને જે હમણાં જ રીલીઝ થયું તે બોલીવુડ પણ ફીકુ જેવા અનેક ગીતો લોક હૃદયનો ધબકાર બની ગયા છે દિવ્યા ચૌધરી માત્ર ચૌધરી સમાજ નહીં પણ નહીં તે ગુજરાતની પણ ચાહતી ગાયિકા છે.આજે તે આખા ગુજરાત માં એક આગવી ઓળખ બની ગયાં છે.

મિત્રો આશા રાખીએ છીએ કે આ વિશેષ રજુઆત તમને પસંદ આવી હશે.જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો.

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીકજો તમને આ આર્ટિકલ પસંદ આવ્યા હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો.અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેટલો સારો લાગ્યો તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો.અમે આશા રાખીએ છીએ કે તમને આ ન્યુઝ ગમ્યા હશે.આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…