બપોરની લાંબી ઊંઘ હૃદય માટે બની શકે છે જોખમી,જાણો કારણ નહીં તો પછતાશો…..

0
277

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.અનેક લોકોને બપોરે ઊંઘી જવાની ટેવ હોય છે અને તમે તેને વારંવાર કહેતા સાંભળ્યું હશે કે જો તે બપોર વચ્ચે ન સુએ તો બપોર પછી તેનું માથું ભમવા માંડે છે સવારથી માંડીને સાંજ સુધી સતત ને સતત કામમાં વ્યસ્ત રહેતા માણસો માટે બપોરની ઊંઘ ઘણી વખત જરૂરી બની જાય છે.

એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. આ અધ્યયનમાં બહાર આવ્યું છે કે બપોરે એક કલાક કરતા વધારે સમય સૂવાથી હૃદયરોગનું જોખમ રહે છે.આ વિશ્લેષણના 20 થી વધુ અધ્યયનમાં કુલ 3,13,651 સહભાગીઓ શામેલ થયા હતા, જેમાંથી લગભગ 39 ટકા લોકો બપોરે સૂતા હતા. ચીનની ગુઆંગઝો યુનિવર્સિટીના સંશોધનનાં લેખક ડો ઝે પાને જણાવ્યું હતું કે દિવસે ઊંઘવું એ આખી દુનિયામાં સામાન્ય છે અને સામાન્ય રીતે આરોગ્ય માટે તે વધુ સારું માનવામાં આવે છે.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે માનવામાં આવે છે કે નિંદ્રા લેવાથી વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતામાં સુધારો થાય છે અને અપૂરતી ઊંઘની નકારાત્મક અસરો પણ ઓછી થાય છે. આ સંશોધનમાં આ બંને વિચારોને પડકારવામાં આવ્યા છે.કેલિફોર્નિયાના એક પ્રોફેસરની રિસર્ચ મુજબ તેણે એક તારણ કાઢ્યું છે કે બપોરની ઊંઘ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કેમકે બપોરે થોડી વખત ઊંઘી જવાના કારણે તમારા મનને થોડી શાંતિ મળે છે.

તથા શરીરને પણ આરામ મળે છે જેને કારણે બપોર બાદ તમે તમારા દરેક કાર્ય ને પૂરી તાઝગી કરી શકો છો તથા તમારા કાર્યમાં ઝડપ પણ વધી જાય છે આ પ્રોફેસરના જણાવ્યા અંગે બપોરની ઊંઘ આપણા માટે ફાયદાકારક છે પરંતુ જો તેને આ નિયમો અનુસાર ઊંઘવામાં આવે તો.અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જેને દિવસે ઊંઘ ન આવતી હોય તેવા સહભાગીઓ દિવસ દરમિયાન સૂતા સહભાગીઓ કરતા ઓછો મૃત્યુ દર ધરાવે છે. જો તમે રાત્રે સૂવાની વાત કરો, તો પછી આ જોખમ તે લોકોમાં વધારે છે.

જેઓ દરરોજ છ કલાકથી વધુ સૂતા હોય છે. ડૉ. પાન કહે છે કે પરિણામો બતાવે છે કે 30 થી 45 મિનિટ ઊંઘ લેનારાઓ તેમના હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે જેઓ રાત્રે પૂરતી ઊંઘ મેળવી શકતા નથી.ઊંઘવા માટે નો સમય.સામાન્ય રીતે લોકોને એવી ટેવ હોય છે કે તેને બપોરે જમ્યા ના તુરંત બાદ નીંદર આવે છે અને તે કોઈ પણ કાર્ય કર્યા વગર સીધા જ ઊંઘી જાય છે પરંતુ પ્રોફેસર ના અનુસાર બપોરના જમ્યા બાદ તમારે થોડું વોકિંગ કરી અને ત્યારબાદ ઉંઘવું જોઈએ જેને કારણે તમે જમેલો ખોરાક પચવામાં સરળતા રહે.

કેટલા સમય માટે ઊંઘવું.આ રિસર્ચ અનુસાર બપોરે જમ્યા બાદ તમારે ઓછામાં ઓછી ૧૫ મિનિટ અને વધુમાં વધુ 90 મિનિટની ઊંઘ લઇ શકો છો જો તમને ઊંઘવાની ટેવ ન હોય તો તમે પંદરથી વીસ મિનિટથી લઈને તમારા શરીરને આરામ આપી શકો છો અને જો તમને બપોરે ઊંઘવાની ટેવ હોય તો તમે વધુમાં વધુ ૯૦ મિનિટ સુધી જ ઊંઘવું જેને કારણે તમારા શરીરમાં આળસ આવતી નથી.ઘણા લોકોને ટેવ હોય છે કે તે બપોર વચ્ચે જમ્યા બાદ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી સુતા રહે છે.

જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આથી જો બપોર વધારે ઊંઘવું હોય તો વધુમાં વધુ ૯૦ મિનિટ સુધી જ ઊંઘવું જોઈએ.એક્સરસાઈઝ કર્યા બાદ સીધા જ ન ઊંઘવું.ઘણા લોકો બપોરે એક્સરસાઈઝ કર્યા બાદ થાકી જવાના કારણે સીધા જ સૂઈ જાય છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે એક્સરસાઈઝ કર્યા બાદ અંદાજે બે કલાક સુધી ઉંઘવું ન જોઇએ તો જ એક્સરસાઇઝનો ફાયદો તમારા શરીર પર જોવા મળશે અન્યથા તમારી એક્સરસાઇઝ વ્યર્થ જશે.

આમ છતાં એક રિસર્ચ એમ પણ કહે છે કે જો તમને બપોર વચ્ચે સૂવાની ટેવ ન હોય તો બપોર વચ્ચે સૂવાનું ટાળવું જોઈએ કેમ કે ઘણા લોકો એવા હોય છે કે તે જો બપોર વચ્ચે શું તો તેના સ્વાસ્થ્ય માટે ખરાબ અસર પડે છે આથી જો તમને બપોર વચ્ચે ન છૂટકે સૂવું પડે તેમ હોય તો જ બપોર વચ્ચે શું જોઈએ અને તે પણ રિસર્ચમાં બતાવેલા નિયમોનુસાર અન્યથા તમારા માટે તે નુકસાનકારક છે.જો તમને દિવસે ઊંઘવાની છે આદત તો આ લેખ તમારા માટે છે.

વિજ્ઞાન પણ કહે છે દિવસે ઊંઘવાથી થાય છે નુકશાન. એક સ્વસ્થ માણસ માટે ઊંઘ ઘણી જરૂરી છે. મેડીકલ સાયન્સ માને છે કે રાત્રે ઓછામાં ઓછું 6 થી 8 કલાક જરૂર ઊંઘવું જોઈએ. તેનાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ નથી થતી અને દિવસ પણ સારો પસાર થાય છે. મેડીકલ સાયન્સ પણ એ માને છે કે, દિવસે ઊંઘવાથી દુર રહેવું જોઈએ, કેમ કે એમ કરવાથી શરીરમાં ઘણા પ્રકારની તકલીફો થઇ શકે છે. આપણા ધર્મ ગ્રંથોમાં પણ દિવસે ઊંઘવાનું વર્જિત માનવામાં આવ્યું છે.

જોવામાં આવે છે કે મોટાભાગના ઘરની મહિલાઓ અને બે પાળીઓમાં કામ કરવા વાળા પુરુષ દિવસે ઊંઘે છે. એમ કરવાથી આપણે બીમારીઓને આમંત્રિત કરીએ છીએ.દિવસે ઊંઘવું માત્ર શાસ્ત્રોમાં જ પ્રતિબંધિત નથી માનવામાં આવ્યું, પરંતુ આયુર્વેદ પણ તે વાતની પુષ્ટિ કરે છે કે દિવસે ઊંઘવાથી ઘણા પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે.આયુર્વેદ મુજબ દિવસે ઊંઘવાથી તાવ આવી શકે છે. આ તાવ જયારે સ્થાઈ થઇ જાય છે તો કાસ રોગ થઇ જાય છે.

કાસ રોગ (ખાંસી) જ આગળ જતા શ્વાસ રોગમાં ફેરવાઈ જાય છે.શ્વાસના રોગીના ફેફસા ધીમે ધીમે ખરાબ થઇ જાય છે અને તે સ્થિતિ ક્ષય જેવા અસાધ્ય રોગોમાં બદલાઈ શકે છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ રાત્રે પુરતી ઊંઘ લઈને દિવસે કામ કરવું જ ઉત્તમ માનવામાં આવે છે.રાતની ઊંઘથી શરીરને જરૂરી આરામ મળે છે, જેથી સવારે ઉઠીને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે, જે દિવસભરના કામ માટે જરૂરી હોય છે.દિવસે ઊંઘીને આપણે કારણ વગર શરીરને આળસનું ઘર બનાવીએ છીએ. એટલે રાત્રે પુષ્કળ પ્રમાણમાં પુરતી ઊંઘ લઈને દિવસે કામ કરવું જ ઉચિત માનવામાં આવે છે.