બોલિવૂડની આ અભિનેત્રીઓ પાગલની જેમ અજય દેવઘણની દિવાની હતી,એકએ તો હજી સુધી લગ્ન નથી કર્યા,જુઓ તસવીરો….

0
545

બોલિવૂડમાં અફેરની ચર્ચાઓનો સિલસિલો નવો નથી. કારણ કે બોલીવુડ લોકોને પ્રેમ કરવાની રીતો શીખવાડે છે. એવામાં બોલીવુડના લોકોને પ્રેમ થવો સામાન્ય વાત છે. અને બોલીવુડમાં લોકોના બે ત્રણ અફેયર તો થઈ જ જાય છે. તેમજ બોલીવુડની ગલીઓ માંથી અફેયરના સમાચાર કોઈનાથી છુપાયેલા નથી રહેતા. કયારે કયા કલાકાર કોને ડેટ કરી રહ્યા છે, એ બધી વસ્તુઓ તો છુપાવવા છતાં પણ નથી છુપાતી. આજકાલ કલાકાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. પણ એવી નથી કે આ ફક્ત હાલની વાત છે, પણ જ્યારથી બોલીવુડની દુનિયા શરુ થઈ છે, ત્યારથી અફેયરનો સિલસિલો શરુ જ છે. પહેલા પણ કલાકારોના એક થી વધુ અફેયર રહેતા હતા.

અભિનેતા અમુક અભિનેત્રી સાથે ડેટ કરે એટલે મીડિયા એને ઉછાળી-ઉછાળીને બતાવે એટલે સ્વાભાવિક રીતે કાયમ માટે કૂથલીઓ કરતી ચેનલોમાં ગુંથાયેલા રહેતાં લોકોને પણ એ વાતો એકદમ જડબેસલાક યાદ રહી જાય! બોલિવૂડમાં કલાકારોની પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને પ્રકારની જીંદગીની ચર્ચાઓ થતી હોય છે.આજે અમે તમને બોલીવુડના સિંઘમ એવા અજય દેવગનના પ્રેમમાં કઈ કઈ અભિનેત્રીઓ પાગલ હતી, એના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

ક્યાં એક્ટરનું કઈ એક્ટ્રેસ સાથે દિલ મળેલું છે એવી વાતો જાણવામાં સ્વાભાવિક રીતે જ આપણે વધુ રસ ધરાવીએ છીએ. એમાં તૂટફૂટ પણ નવી નથી, એ પણ ચાલ્યાં કરે છે. અહીં આજે વાત કરવી છે અજય દેવગણની પાછળ પાગલની જેમ ઘૂમતી અમુક બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસની કે જેના વિશે વાંચીને ચોક્કસ તમે ચોંકી ઉઠશો. માહિતી બ્રાન્ડ ન્યૂ તો નથી પણ જે હતી તેનું એકસાથે સંકલન છે. અજય દેવગણના વિવાહીત જીવન પૂર્વેની આ વાતો તમે વાંચીને જરૂરથી હેરત પામી જશો.

બોલીવુડના એવા કલાકાર જેમનું નામ કોઈ વિવાદમાં આવ્યું ન હોય તો એ છે અજય દેવગન. અજય દેવગન પોતાની ફિલ્મોને લઈને જેટલા વધારે હેડલાઈનમાં રહે છે, એના કરતા ઘણા વધારે તે પોતાના અફેયરને લઈને રહી ચૂકયા છે. અજય દેવગને જયારે ફિલ્મી કરિયર શરુ કર્યુ હતું, ત્યારથી એમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાય ચુક્યું છે.આમ તો અજય દેવગણ આજે પોતાની ફિલ્મોને લઈને ચર્ચાઓમાં રહે છે પણ એમના વિશે વધારે પડતા કોઈ વિવાદ થયાં નથી. આજે અભિનેત્રી કાજોલ સાથે મેરેજ કરીને તે પોતાની લાઇફમાં સેટ છે પણ તમને કદાચ એ ખબર નહી હોય કે, કાજોલ સાથેના વિવાહ પહેલા કઈ-કઈ અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાયેલું હતું! વાત અજયના કેરિયર સ્ટાર્ટીંગ પોઇન્ટની છે એટલે કંઈક અંશે કદી ચર્ચાયેલી છે નહી.

(1) મનીષા કોઈરાલા.

અભિનેત્રી મનીષા કોઈરાલા હાલમાં ફિલ્મ ક્ષેત્રથી દુર છે પણ એક વખત એવો પણ હતો જ્યારે તેની ગણના બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં થતી. એકથી એક ચડિયાતી ફિલ્મો આપવાને તે ફેમસ થઈ હતી. મનીષાના જીવનમાં પણ ઘણા બધા અભિનેતાઓ આવ્યા, પણ અજય દેવગન સાથે એમની નિકટતા સૌથી વધારે ચર્ચામાં રહી હતી. ફિલ્મ ‘ધનવાન’ થી બંનેનો સંબંધ શરુ થયો હતો અજય દેવગણની સાથે તેની નજદીકી ચર્ચાસ્પદ બની રહેલ. પણ અમુક સમય બાદ બંનેના સબંધોમાં દરાર પડી. પછી તો બંને પોતપોતાની લાઇફમાં સેટલ થઈ ગયાં.

(2) કરિશ્મા કપૂર.

કરિશ્મા કપૂરની સુંદરતા પર તો આખું બોલીવુડ મરે છે અને તે છે જ એટલી સુંદર. કરિશ્મા કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં દિલ ચોરી લેવાવાળી ફિલ્મો કરી છે. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. કરિશ્મા કપૂરે અને અજયે ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, અને એ દરમ્યાન એ બંને એક બીજાની નજીક પણ આવ્યા હતા. અજય દેવગન અને કરિશ્માનો સંબંધ ઘણો ઊંડો હતો, એને એ જ કારણ છે કે કાજોલ અને કરિશ્મા વચ્ચે લાંબા સમય સુધી દુશ્મની રહી હતી, પણ બંને અભિનેત્રી સમયની સાથે બધું ભુલાવીને આગળ વધી. અજય અને કરિશ્માએ સાથે મળીને ઘણી ફિલ્મો કરેલી. બંને વચ્ચે ધીમે-ધીમે પરીચય વધ્યો અને એકબીજાની વચ્ચેનું અંતર પણ ઘટ્યું. એક સમયે બંને વચ્ચે ગાઢ સબંધ હતો પણ સમયે બધું ભુલાવી દીધું!

(3) તબ્બૂ.

તબ્બુ કોઈ ઓળખની મોહતાજ નથી જોકે આજે પણ તે અપરિણીત છે.એમણે પોતાના કરિયરમાં ઘણી બધી ફિલ્મો કરી છે. આજે પણ એમનું નામ શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં આવે છે.  એક સમય હતો જ્યારે તબ્બૂ અને અજય એકબીજાની એકદમ નજીક આવ્યાં હતાં. પણ પછી અચાનક કોઈ કારણોસર દુરી બની ગઈ અને એ વધતી જ ચાલી. અજયે પછી કાજોલ સાથે લગ્ન કરી લીધાં અને તબ્બૂ હજી અપરિણીત છે.તો આ હતી અજય દેવગનના પ્રેમમાં પાગલ 4 અભિનેત્રીઓની કહાની.

જોકે અજય દેવગણ વિશે આગળ વાત કરીએ તો તેમની નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.
અજય દેવગનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મે 18 દિવસમાં 228 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની સફળતા બાદ અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’માં આવશે. આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે.અજય દેવગને ‘મૈદાન’નું ટીઝર પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થશે. પોસ્ટરમાં ભારતીય ટીમ વરસતા વરસાદમાં કીચડમાં ફૂટબોલ સાથે નજર આવી રહી છે.મિત્રો,જો તમને અમારું આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તેને લાઈક કરીને અને આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, ધન્યવાદ!