Breaking News

હાલોલ બાઈપાસ રોડ ઉપર બાઈક સવાર પતિ-પત્ની કન્ટેનરની અડફેટેમાં આવતા સર્જાયો ભયંકર અકસ્માત… પતિની નજર સામે પત્નીનું મોત…

હાલમાં સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દિવસે ને દિવસે રોડ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે, રોડ અકસ્માત દરમિયાન ઘણા લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. અમુક રોડ અકસ્માત તો એટલા ખતરનાક હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે.

હાલમાં આવો જ એક અકસ્માત હાલોલ બાયપાસ ઉપર આવેલા જ્યોતિ સર્કલ ઉપર મોટરસાયકલ અને કન્ટેનર વચ્ચે સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ ઉપર સવાર મહિલા ઉપર કન્ટેનરના તોતિંગ પૈડા ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મહિલા વડોદરા નજીકના ભણીયારા ગામની હોવાનું જાણવા મળ્યું છે.

જે તેના પતિ સાથે મોટરસાયકલ ઉપર હાલોલ તરફ આવી રહી હતી ત્યારે કન્ટેનર ચાલકે ગોધરા તરફનો ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વિગતવાર જાણીએ તો વડોદરા નજીક આવેલા ભણિયારા ગામે રહેતા નરસિંહભાઈ સોલંકી આજે બપોરે મોટરસાયકલ ઉપર તેમની પત્ની મંગુબેનને બેસાડીને હાલોલ તાલુકાના અભેટવા નજીક આવેલા ગણેશપુરી ગામે તેમના સંબંધના ઘરે જવા નીકળ્યા હતા.

હાલોલ ટોલ પ્લાઝા ઓળંગી તેઓની મોટરસાયકલ હાલોલના જ્યોતિ સર્કલ પહોંચી હતી. નરસિંહભાઈએ મોટરસાયકલ લઈ હાલોલ તરફ આવવાનું હતું ત્યારે વડોદરા તરફથી આવેલા કન્ટેનર ચાલકે ગોધરા તરફ જવાનું હોવાથી ડાબી તરફ ટર્ન લેતા નરસિંહભાઈ ની મોટર સાઇકલને અડફેટે લીધી હતી.

અકસ્માતમાં બાઈકને ટક્કર વાગતા નરસિંહભાઈ અને મંગુબેન બંને રોડ ઉપર પટકાયા હતા. કન્ટેનરના પૈડા મંગુબેન પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હાલોલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતમાં નરસિંહભાઈને સામાન્ય ઇજા પહોંચી છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About dharmikofficial

Check Also

ગણેશ વિસર્જનના દિવસે માત્ર 11 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે …

Recent Comments

No comments to show.