બહુ જ શુભ ફળ આપે છે તુલસી વિવાહ,આ રીતે કરી શકો છો શુભ કાર્યની શરૂઆત. ..

0
367

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ દેવઉઠી અથવા દેવોત્થાન એકાદશી ના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન થાય છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ નું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે.

કહેવાય છે કે, જે દંપતીને સંતાન રૂપે પુત્રી પ્રાપ્તિ નથી થઈ, તો તે તલુસી વિવાહ કરીને કન્યાદાન જેવુ પુણ્ય લઈ શકે છે. કેટલાક લોકો એકાદશીના દિવસે તુલસી વિવાહ કરે છે. તો કેટલાક લોકો એકાદશીના દિવસે દ્વવાદશીના તિથિએ કરે છે. જે લોકો એકાદશીના રોજ તુલસી વિવાહ કરાવે છે, તેઓ આ વખતે શુક્રવારે 8 નવેમ્બર ના રોજ તેનું આયોજન કરશે. તો દ્વાદશી તિથિને માનનારા 9 નવેમ્બરે તુલસી વિવાહ કરશે.

આજથી શરૂ થશે માંગળિક કાર્યો દેવઉઠી એકાદશીના રોજ તુલસી વિવાહની સાથે જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. હિન્દુ માન્યતા અનુસાર, દેવઉઠી એકાદશીના દિવસથી જ તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, ક્ષીરસાગરમાં અંદાજે 4 મહિનાની ઊંઘ બાદ ભગવાન વિષ્ણુ આજના દિવસે જાગે છે. આ 4 મહિનામા હિન્દુ ધર્મમાં કોઈ પણ લગ્ન કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

તુલસી વિવાહનું મહત્વ તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે તેઓ હરિવલ્લભા તુલસીની પ્રાર્થના જ સાંભળે છે. એવું મનાય છે કે, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.

તુલસી વિવાહની કથા પૌરાણિક કથા અનુસાર, પ્રાચીન કાળમાં જલંધર નામના રાક્ષસે ચારે તરફ ભારે ઉત્પાત મચાવ્યો હતો. તે વીર પરાક્રમી હતો. તેની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ જ તેની વીરતાનું રહસ્ય હતું. તેના ઉપદ્રવોથી પરેશાન દેવગણોએ ભગવાન વિષ્ણુ પાસેથી મદદ માંગી. દેવગણોની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વૃંદાનો પતિધર્મ ભંગ કરવાનું નક્કી કર્યું. તેમણે જલંધરનું રૂપ લઈને છળથી વૃંદાને સ્પર્શ કર્યો.

વૃંદાનો પતિ જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, પરંતુ વૃંદાનુ સતીત્વ નષ્ટ થતા જ તે માર્યો ગયો. જેમ વૃંદાનું સતીત્વ નષ્ટ થયું, તો જલંધરનું માથુ તેના આંગણામાં આવીને પડ્યું. જ્યારે વૃંદાએ આ જોયું તો તે ગુસ્સે થઈને જાણવા ઈચ્છ્યું કે તેણે જેને સ્પર્શ કર્યો હતો તે કોણ હતો.

ત્યારે તેની સામે સાક્ષાત વિષ્ણુ ઉભા રહ્યા હતા. તેણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે, જે પ્રકારે તમે છળથી મને મારા પતિથી દૂર કર્યા, તે પ્રકારે તમારી પત્નીનું પણ છળપૂર્વક હરણ થશે અને સ્ત્રી વિયોગ સહન કરવા માટે તમે પણ મૃત્યુ લોકમાં જન્મ લેશો. આમ કહીને વૃંદા પોતાના પતિ સાથે સતી થઈ ગઈ. વૃંદાના શાપથી પ્રભુ શ્રીરામે અયોધ્યામાં જન્મ લીધો અને તેમને સતી વિયોગ સહન કરવો પડ્યો. જે જગ્યાએ વૃંદા સતી થઈ, ત્યાં તુલસીનો છોડ ઉગ્ય

દેવપ્રબોધિની એકાદશી દિવાળી બાદ આવતું સૌથી મોટુ પર્વ છે. આ દિવસે બે મોટી માન્યતાઓ છે કે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયન પછી જાગીને શુભ કાર્યો ફરી પ્રારંભ કરવાની આજ્ઞા આપે છે અને બીજું એ કે આ દિવસે તુલસી વિવાહ સંપન્ન થાય છે.આ દિવસે તુલસી અને વિષ્ણુ પુજન સાથે એ કામના કરાય છે કે ઘરમાં આવનારા મંગલમય કાર્ય વિધ્ન વગર સંપન્ન થાય.

તુલસીનો છોડ પર્યાવરણ અને પ્રકૃતિ માટે પણ સારો છે. તેથી આ દિવસે એ સંદેશ પણ અપાય છે કે ઔષધીય છોડ તુલસીની જેમ દરેક વ્યક્તિમાં હરિયાળી અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતાનો પ્રસાર થાય. આ દિવસે તુલસીના છોડનું દાન પણ કરાય છે.

પુજન સાથે વ્રત રાખવાનું પણ ખુબ મહત્ત્વ ભારતીય પંચાંગ અનુસાર પણ એકાદશીની તિથિનું મહત્ત્વ ખુબ જ છે. આ દિવસને વિશેષ પુજા અર્ચના સાથે મનાવવામાં આવે છે. આ દિવસથી વિવાહ ઉપરાંત જનોઇ, ગૃહપ્રવેશ જેવા મંગલ કાર્યોને સંપન્ન કરવાની શરુઆત થઇ જાય છે. આ દિવસે પુજન સાથે વ્રત રાખવાનું પણ ખુબ મહત્ત્વ છે. મહિલાઓ આ દિવસે આંગણામાં ગેરુ અને રંગોથી રંગોળી કરે છે. મંડપ શણગારે છે અને તુલસી વિવાહ સાથે ગીત ગાઇને તેમજ ભજન કરીને ઉત્સવ ઉજવે છે.
આટલું કરો

ક્ષીરસાગરમાં શયન કરી રહેલા શ્રીહરિ વિષ્ણુને જગાવીને માંગલિક કાર્યોની શરુઆત કરાવવાની પ્રાર્થના કરો મંદિર અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પુજા-અર્ચના કરો મંડપમાં શાલિગ્રામની પ્રતિમા અને તુલસીનો છોડ મુકી તેમનો વિવાહ કરાવો પ્રબોધિની એકાદશીએ શાલિગ્રામ, તુલસી અને શંખની પુજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં રંગોળી બનાવો જેથી નકારાત્મક શક્તિઓ દુર થાય ઘરને દિવડાઓથી રોશન કરો

રોગોથી મુક્તિ જો તમે ભગવાન શાલિગ્રામ અને માં તુલસીના વિવાહ સંપૂર્ણ વિધિ-વિધાનની સાથે કરાવો છો કો પાપ, દુ:ખ અને રોગમાંથી મુક્તિ મળી જાય છે.કન્યાદાનની બરાબર ફળ જો તમે શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરાવો છો તો તમને એટલુ જ ફળ મળશે, જેટલુ કોઈ કન્યાના વિવાહ કરાવ્યા બાદ મળે છે.તીર્થ જવાની બરાબર ફળ પૂજામાં શાલિગ્રામ પર ચઢાવવામાં આવેલ જળ ખૂબ જ ચમત્કારી હોય છે.

જો ભક્તો આ જળને પોતાના ઉપર છાંટી લે છે તો તેનાથી બધા તીર્થ પર કરવામાં આવેલ સ્નાનની બરાબર ફળ પ્રાપ્ત થાય છે.માઁ લક્ષ્મીની કૃપા તુલસીજીને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવ્યો છે. તેથી જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં માં લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે.