બાળકોના વેકસીનેશન બાદ જોવા મળી શકે છે આ સાઈડ ઇફેક્ટ્સ, વાલીઓએ રાખવું જોઈએ આ વસ્તુનું ધ્યાન….

0
114

હાલમાં જ 15-18 વર્ષનાં બાળકોના વેક્સિનેશન માટે કોવેક્સિનના પ્રયોગને મંજૂરી મળી છે. હવે કોવેક્સિનને બનાવનારી કંપની ભારત બાયોટેકે 2-18 વર્ષનાં બાળકો પર કોવેક્સિન (BBV152)ના ફેઝ 2 અને ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલનાં રિઝલ્ટ જારી કર્યાં છે. કોવેક્સિનના ફેઝ-2, 3 ટ્રાયલના ડેટા જારી હોવાથી 2 વર્ષ સુધીની વયનાં બાળકોને પણ કોરોના વેક્સિનેશન શરૂ થવાની આશા જાગી છે. 3 જાન્યુઆરી 2022 થી દેશમાં 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોરોનાંની વેક્સિન આપવામાં આવી રહી છે.રાજ્ય સરકારોએ બાળકોના વેકસીનેશન માટે અલગ વ્યવસ્થા કરી છે.

જાણકારી અનુસાર પહેલા જ દિવસે 30 લાખ બાળકોનું વેકસીનેશન થયું હતું. હજુ સુધીમાં 1 કરોડ બાળકોને કોરોનાની વેક્સિન લગાવી શકાઈ છે.રેડિક્સ હોસ્પિટલના ડૉક્ટર રવિ મલિકના જણાવ્યા અનુસાર, વાલીઓ આ વાતનો ખ્યાલ રાખે કે વેક્સિનના પહેલા ડોઝ બાદ તેમના બાળકોને એકદમ લોખંડી કવચ જેવી ઇમ્યુનિટી નથી મળી જતી. પહેલાઆ ડોઝના ચાર વીક બાદ બીજો ડોઝ લાગશે અને તેના પણ ચાર વીક બાદ ઇમ્યુનિટી બરાબર રીતે ડેવલપ થશે અને ત્યારે તમે સલામત થઈ શકો પણ ત્યાં સુધી તો બધાએ સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે.

બાળકોના વેકસીનેશનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વેક્સિન પણ મોટા પ્રમાણમાં લગાવવામાં આવી રહી છે આ બધાની વચ્ચે પેરેન્ટ્સને પણ બાળકોનું ધ્યાન રાખવું પડશે કારણ કે જે રીતે 18 થી 60 પ્લસ એજ ગ્રુપ માં વેકસીનેશન માટે કેટલાક સાઈડ ઇફેક્ટ્સ જોવા મળ્યા હતા તેમ તરુણોમાં પણ કેટલીક્ સાઈડ ઇફેક્ટ્સ જોવા મળશે એ નિશ્ચિત છે. પણ ડરવાની જરૂર નથી અને આવ્યા હળવા સાઈડ ઇફેક્ટ્સથી એ પણ સ્પષ્ટ થાય છે કે વેક્સિન પોતાનું કામ શરૂ કરી ચૂકી છે.આ સ્થિતિમાં તરુણોમાં વેક્સિનના કારણે કયા કયા સાઈડ ઇફેક્ટ્સ દેખાઈ શકે છે તે જાણી લેવું જરૂરી છે:

લાલ નિશાન અને દુખાવો. હાથમાં જ્યાં વેક્સિન લગાવવામાં આવી હોય ત્યાં તરુણોમાં લાલ નિશાન જોવા મળી શકે છે અને સાથે દુઃખાવો પણ જોવા મળી શકે છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર, વેકસીનેશનનું લાલ નિશાન અને દુઃખાવો ઓછો થાય તે માટે વેકસીનેશન થયું હોય એ ભાગ પર ઠંડુ અને નરમ કપડું રાખી દેવું ફાયદાકારક છે.

બેભાન થવું,વેકસીનેશન બાદ કિશોરોમાં આ વાત પણ સામાન્ય જ છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર વેકસીનેશન બાદ લગભગ 15 મિનિટ સુધી બેસવું અથવા આડા પડવાથી આની સામે ફાયદો મળશે અને આ કારણોસર વેકસીનેશન બાદ વેક્સિન સેન્ટર પર ડૉક્ટર વેકસીનેટેડ દેખરેખ નીચે રાખે છે.

હળવો તાવ.હેલ્થ એક્સપર્ટસ અને ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર હળવો તાવ જોવા મળે તો મોટે ભાગે ડૉક્ટરને પૂછીને દવા લેવી જોઈએ અમુક સંશોધન મુજબ સીધી પેરાસીટામોલ જેવી દવા ન આપી દેવી અને મીઠાવાળા પાણીના પોતા મૂકી શકાય.

થાક લાગવો અને શરીર તૂટે અથવા ચક્કર આવે.આ કિસ્સામાં ડરવાની જરૂર નથી પણ વધારે માત્રામાં લિક્વીડસ લેવા અને તેમ સોફ્ટ ડ્રિંક્સ નહીં પણ નારિયળ પાણી કે કોઈ નેચરલ જ્યુસ હોય તો સારું રહેશે. ભૂખ્યા પેટે બાળકને વેક્સિન લેવા ન લઈ જાઓ તો ચક્કર કે અશક્તિ પણ નહીં અનુભવાય.

કેટલાક રસીકરણ કેન્દ્રો બાળકો માટે COVAXIN ના ડોઝ બાદ 3 પેરાસિટામોલ 500 મિલિગ્રામની ગોળીઓ લેવાની સલાહ આપે છે. જ્યારે આ રસી બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સીનની રસી લીધા બાદ કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલર ગોળી લેવી જોઈએ નહીં. ભારત બાયોટેક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પેરાસિટામોલ કે પેન કિલર દવાઓ જે બાળકોને હાલ કોવેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમના માટે ઠીક નથી.

ભારત બાયોટેકનું કહેવું છે કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા આપવી જોઈએ. કંપનીએ કહ્યું કે 30,000 લોકો પર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી લગભગ 10-20% લોકો પર આડઅસર જોવા મળી છે. જેમાંથી મોટાભાગના લોકો પર હળવી આડઅસર જોવા મળી હતી. જે 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે અને તેમાં દવાની જરૂર રહેતી નથી. કંપનીએ કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા લેવી.