બાળકના જન્મ બાદ માતાએ કરવુ જોઇએ આ કામ નહિતો થઈ શકે છે ગંભીર બિમારી ના શિકાર જાણી લો આજે જ….

0
539

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સ્તનપાન એટલે કે માતાના દૂધનું જો એક વાક્યમાં વર્ણન કરવું હોય તો એવું કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી કે તે ભગવાને મોકલેલું નવજાત બાળક માટેનું અમૃત છે.આજના રોકેટ યુગના જમાનામાં જીવનની દોડધામમાં ઘરમાં આર્થિક મદદ માટે અથવા કરિઅર ઓરિએન્ટેડ માતાઓ ઘણી વખત રેસ્ટ મિલ્કના ફાયદાની અજાણતામાં અથવાતો સંયોગાત્મક પરિબળોના કારણે પોતાના નવજાત બાળકને ગાય કે બકરી કે અન્ય પ્રકારના બજારમાં મળતા દૂધ પર મૂકી દેતા હોય છે.

પણ બ્રેસ્ટ મિલ્ક અને સ્તનપાન (બ્રેસ્ટ ફિડીંગ)ની એટલી બધી ખુબીઓ છે કે ના કરો વાત, જેમાંની મહત્વની વાત અહીં કરીએ.સૌથી પ્રથમ તો માતાનું દૂધ કુદરતી રીતે જ સંપૂર્ણ જંતુમુક્ત હોય છે.બાહરનું વાતાવરણ ગમે તેવું હોય પણ માતાનું દૂધ બાળકને રૂમ ટેમ્પરેચર પર મળે છે.એમાં કંઈ મિક્સ કરવાની જરૂર હોતી નથી.સ્તનપાનની કોઈ સમય મર્યાદો હોતી નથી, તે કાયમ હાજર હોય છે અને ગમે ત્યારે બાળકને આપી શકાય છે.

માતાનું દૂધ રોગપ્રતિકારક શક્તિથી ભરપૂર હોય છે, ખાસ કરીને શરૂઆતના 3-4 દિવસનું દૂધ જેને આપણે કોલેસ્ટ્રમ કહીએ છીએ તેની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ સહિતના તત્વો જે બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી હોય છે તે સપ્રમાણ માત્રામાં હોય છે જે ગાયના દૂધમાં હોતા નથી.આ કેલ્શિયમ ફોસ્ફરસના સપ્રમાણના લીધે નવજાત બાળકની કિડની પર ઓછા ભાર પડે છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

માતાનું દૂધ ફોલિક એસિડ અને વિટામીન સી જેવા તત્વોથી ભરપૂર હોય છે જે બકરીના દૂધમાં હોતા નથી.બ્રેસ્ટ ફીડિંગ મા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે. ડિલીવરી પછી 6 મહિના સુધી માંએ બાળકને દૂધ પીવડાવવું જોઈએ. આ દરમ્યાન બાળકને ફોર્મ્યૂલા ડાયટ અને જ્યૂસ બિલ્કુલ આપવું નહીં. બાળક 6 મહિનાનું થાય ત્યાર પછી જ તેને ડાયટમાં ફળ, અનાજ આપવા જોઈએ. આ સિવાય માંને પણ ઘણાં રોગોથી બચાવે છે બ્રેસ્ટ ફીડિંગ.

તો ચાલો જાણી લો.માના દૂધમાં એન્ટીબોડીઝ હોય છે જે બેક્ટેરિયા અને વાયરસથી લડવાની તાકાત વધારે છે. સાથે જ બાળકોમાં રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. પણ મા માટે પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું દવા સમાન છે. બ્રેસ્ટ ફીડિંગથી માત્ર બાળકને જ ફાયદો થાય છે એવું નથી. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માની ઘણી કેલરી બર્ન થાય છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ થાય છે.

જે યૂટ્રસને ફરી પહેલાં જેવી અવસ્થામાં લાવવામાં મદદ કરે છે. સાથે જ ડિલીવરી બાદ યૂટ્રસમાંથી થતી બ્લીડિંગને ઘટાડે છે.સ્તનપાનની સૌથી અગત્યની વાત એ છે તેનાથી માતા અને બાળક વચ્ચેનું બોન્ડીંગ (પ્રેમ) વધે છે તે કલ્પના બહાર છે. આજકાલ સ્તનપાન માટે કાંગારૂ ટેક્નિક પ્રમોટ કરવામાં આવે છે જેમાં નવજાત બાળકને શરૂઆતના દિવસોમાં માતા એના શરીરને ચિપકાવીને રાખે તો બાળકને હાઈપોથર્મિયાના પ્રોબ્લેમ થતા નથી.

માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ. આ માન્યતા ખોટી છે. માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવાની જરૂર નથી. માતાને મેલેરિયા, ટાયફોઈડ, શરદી-ખાંસી, ડેન્ગ્યુનો તાવ કે ઝાડાઉલટી થયા હોય તો પણ તે સ્તનપાન કરાવી શકે છે. થાયરોઈડ, ચેપી કમળો, બ્રેસ્ટ એબ્સેસ (સ્તનમાં પાક) અને એચઆઇવી માતાએ ડોકટરની સલાહ પ્રમાણે ચોક્કસ નિયમો અનુસરી સ્તનપાન કરાવવું.

રેડીયોથેરાપી, કિમોથેરાપી અને કેટલાક અંતઃસ્ત્રાવોની દવા લેતી માતા સ્તનપાન કરાવી શકે નહીં. સ્તનપાન કરાવતી વખતે પણ માતા ગાયનેકોલોજિસ્ટની સલાહ મુજબ ફક્ત પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ધરાવતી કુટુંબનિયોજનની ગોળીઓ લઇ શકે છે.રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર થવાનો ખતરો ઘટે છે. સાથે જ ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગથી માને ટાઈપ-2 ડાયાબિટીસ, રૂમેટાઈડ આર્થ્રાઈટિસ અને હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે.જે મહિલાઓને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય જો તેઓ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો બચાવ થાય છેબ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન માના શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થાય છે. જે માને રિલેક્સ અને એકાગ્ર રાખવામાં મદદ કરે છે.માતા પાણીમાં કામ કરીને પછી તરત જ સ્તનપાન કરાવે તો શિશુને શરદી થાય તે માન્યતા ખોટી છે.

માતા લીલા શાકભાજી ખાય તો બાળકને લીલા ઝાડા થાય, માતા કઠોળ ખાય તો બાળકને ગેસ થાય, માતા નારંગી, કેળા, દહોં કે કેળાં ખાય તો બાળકને શરદી થાય આ બધી માન્યતાઓ ખોટી છે. સ્તનપાન કરાવતી માતા ઘરમાં બનતા તમામ સ્વાદની રસોઈ, બધા ફળ, શાકભાજી, કઠોળ તેમજ દુધની વાનગીઓ ખાઈ શકે છે. આ બધી વસ્તુઓ પેટમાં ગયા પછી તો ખોરાકના મૂળભૂત ઘટકો ખાંડ, ચરબી અને પ્રોટીનમાં જ પરિવર્તિત થાય છે.

તેનાથી શિશુને કોઈ હાની પહોચતી નથી. ધાવણ આપતી માતાએ બજારના ખોરાક, ઠંડા પીણા, બજારની મીઠાઈઓ લેવી ટાળવી જોઈએ.માતા દૂધ ઓછુ પીવે તો ધાવણ ઓછુ આવે તે માન્યતા ખોટી છે. માતાએ એકલા દૂધ કરતા બધા જ પ્રકારના પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું જોઈએ. જેથી તેને થાક, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, લોહીના દબાણમાં વધઘટ, ચીડિયો સ્વભાવ, તેમજ હતાશા જેવી તકલીફોની શક્યતા ઓછી રહે.

બાકી કુદરતની એવી અદભુત ગોઠવણ છે કે ગરીબ, મજુર માતા જે પુરતુ દૂધ કે પ્રવાહી નથી લેતી તેને પણ સારી માત્રામાં અને ગુણવત્તાસભર ધાવણ આવે જ. તેને પોતાને ઉપર જણાવેલી અન્ય તકલીફો પુરતું પ્રવાહી ના લીધું હોય એટલે થઇ શકે પણ ધાવણના જથ્થામાં કોઈ ફેર પડતો નથી. ધાવણ આપતી માતાએ દૂધ જન્ય પદાર્થો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ જેથી તેને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળતું રહે.

એક માતા બીજી માતાનાં બાળકને ધાવણ ના આપી શકે. આ માન્યતા ખોટી છે. ધાવણના દુધની ગુણવત્તા તો કોઈ પણ માતામાં સારી જ હોય છે. ઘણા સંયુક્ત કુટુંબોમાં સાથે જન્મેલા બાળકોમાં કાકી કે ફોઈ પણ જરૂર પડે ત્યારે તેમના ભત્રીજાને સફળતાપૂર્વક ધાવણ આપે છે. ડોનર માતામાં અન્ય કોઈ ચેપની બિમારી જેમ કે ચેપી કમળો કે એચઆઇવી પોઝિટિવ ના હોવું જોઈએ. બ્રેસ્ટમિલ્ક બેંકમાં અન્ય માતાનું થીજાવેલું સાચવેલું ધાવણ અન્ય જરૂરિયાતમંદ નવજાતશિશુને અપાય જ છે.

બધીજ રીતે તંદુરસ્ત માતા પોતાનું ધાવણ અન્ય બાળકને આપે તે ખુબ ઉમદા સામાજિક કાર્ય કહી શકાય. રાજસ્થાનના ઘણા અંતરિયાળ ગામોમાં મહિલા પોતાના બાળક ઉપરાંત ચિકારા(હરણના બચ્ચા)ને જે પોતાની માતાથી વિખૂટું પડી ગયું હોય તેને પણ ધાવણ આપતી હોય તેવા દ્રશ્યો સામાન્ય છે.સિઝેરિયન અથવા ચીપિયા થી જન્મેલા બાળકોની માતાને પહેલા બે ત્રણ દિવસ ધાવણ ઓછું આવે. આ માન્યતા ખોટી છે.

બાળક કોઈ પણ પધ્ધતિથી જન્મે જો માતા સ્વસ્થ હોય તો બને તેટલું ઝડપથી, શક્ય હોય તો પહેલા કલાકમાં જ બાળકને માતાની નીપલ ચુસાડવાનું ચાલુ કરી દેવું જોઈએ. બાળક જેમ વહેલું ચુસસે તેમ ધાવણ વહેલું આવશે. માતાને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તે બાદ તે સ્વસ્થ થાય એટલે તરત જ ધાવણ ચાલુ કરી શકાય.માતાએ જાહેર જગ્યાઓએ ધાવણ આપવું એ યોગ્ય નથી.

આ વિધાનને માન્યતા કરતા એક સામાજિક ડર કહી શકાય. માતા આ ડરને લીધે જાહેર જગ્યા કે ઘરમાં પ્રસંગ હોય ત્યારે લોકોને કેવું લાગશે તેમ વિચારી ઉપરનું દૂધ ચાલુ કરે છે, તે સમાજનું એક નિરાશાજનક વર્તન કહી શકાય.કુટુંબીજનોએ અને સમાજે ધાત્રી માતાને તે આવી જગ્યાએ પણ માત્ર ધાવણ જ આપે તે માટે પ્રોત્સાહન અને પુરતો સહકાર આપવો જોઈએ. એક દિવસ અને થોડા કલાકો માટે જો માતા હાજરી ના આપે તો પણ તેને વખોડવી અને જો ત્યાં તે ધાવણ આપે તો તેના તરફ અંગુલીનિર્દેશ કરવો,

આ પ્રકારના સામાજિક વર્તનમાં માતાની હાલત કફોડી થઇ જાય છે. લોકો જો થોડો તેને સાથ અને સહકાર આપે તો તેના અને તેના કુટુંબના બાળકને ફક્ત ધાવણ જ મળે અને બાળક ઉપરના દૂધથી થતી આડ અસરોથી બચી જાય. જાહેર જગ્યામાં સ્તનપાન કરાવતી માતાએ તેને અનુકુળ આવે તેવા ખુલતા કપડા પહેરવા, સાથે તેના અંગ બરાબર ઢંકાય તેનું પણ ધ્યાન રાખવું.માતાને પ્રથમ બાળકનાં જન્મ પછી ધાવણ આપવામાં તકલીફ પડી હતી અને ધાવણ આવ્યું નહતું આથી બીજા બાળક વખતે પણ તકલીફ પડશે જ અને ધાવણ નહીં આવે.

આ માન્યતા ખોટી છે. પ્રથમ બાળક વખતે તકલીફ પડવાનું જે પણ કારણ હોય તે શોધી શકાયું ન હોય અને તેનું નિરાકરણ આવ્યું ન હોય તેવું બને. પહેલા બાળકના જન્મ સમયે માતા પણ થોડી માનસિક તાણમાં હોય છે. તેના માટે આ પહેલો અનુભવ હોઈ, શું થશે?તેવા વિચારો સાથે તે મૂંઝાતી હોય છે. માતાએ તેની આ તકલીફ પ્રસુતિ પહેલા જ ગાયનેક ડોક્ટરને જણાવી જોઈએ. જેથી માતાની નીપલને લગતી કોઈ સમસ્યા હોય તો તે પહેલેથી જ જાણી શકાય.પ્રસુતિ બાદ પહેલા દિવસે જ તેણે બાળકોનાં ડોક્ટરને પણ આ વાત જણાવવી.

બીજા બાળકના જન્મ બાદ બાળકને વારંવાર ચુસ્સાડવુ પોતાની પાસે બને તેટલું વધારે રાખવુ, કુટુંબીજનો અને ડોકટરના સાથ અને સહકારથી માતા ચોક્કસ બીજા બાળકને ધાવણ આપી શકશે.બાળકને સ્તનપાન કરાવવાથી માતા જાડી બને છે અને તેનું શારીરિક માપ બગડી જાય છે.આ માન્યતા ખોટી છે. સ્તનપાનથી માતાનાં શરીરની કેલરી વપરાય છે. તેનું વજન ઘટે છે અને તે પોતાનું ફિગર વધુ સારી રીતે સાચવી શકે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવા