અપ્સરા જેવી લાગે છે આ દિગ્ગજ કલાકાર ની દીકરી તસવીરો જોઈ નજર નહીં હટે…….

0
437

ભગવાન ચમત્કાર કરે છે તેતો આપણે બધા જાણીએ જ છીએ પણ ઘણી વાર આ બધું આપણી સામે જ થઈ જતું હોય છે.કોરોના કાળ સહિતની આફતોને એક્ટ ઓફ ગોડ ગણાવવાનો ટ્રેન્ડ પ્રચલિત થયો છે.શનિવારે વિરપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચમત્કારીક રીતે બચી ગયેલો પરિવાર પણ ભગવાને જ નવું જીવન આપવાનું માની રહ્યો છે.ગોંડલમાં આ ચમત્કાર થતાં જ હવે તે વાયુ વેગે ફેલાવા લાગ્યો છે ઘણી જગ્યાએ આવા ચમત્કાર જોવા મળતાં હોય છે.

કારણ કે તેઓને બચાવનાર ‘સાયકલ સવાર’ વ્યક્તિ મીનીટોમાંજ અદ્રશ્ય થઇ ગઇ હતી. આ સાયકલસવાર વિશે રહસ્યના તાણાવાળા સર્જાયા છે.ગોંડલ-વિરપુર વચ્ચે શનિવારે રાત્રે પાંચ પ્રવાસીઓ સાથેની કાર પૂલ નીચે ઉતરીને નાલામાં ખાબકી હતી.અચાનક જ્યારે ગાડી સીધી જ નાળા માં પડી ત્યારે અંદર નાં લોકોનો જીવ તારવે આવી ગયો હતો પરંતુ જોતજોતામાં જ કુદરત નો ચમત્કાર થયો અને બધાનો જીવ બચ્યો.

આવો આપણે જાણીએ કેવી રીતે બચી આ લોકો ની જાન ગાડી અંદર પડતાજ આ તકે અચાનક એક સાયકલ સવાર વ્યક્તિ ધસી આવી હતી. પાણી ભરેલા નાલામાં છલાંગ લગાવી હતી.પાણીમાં ખાબકેલા લોકોને એક પછી એક બચાવી લીધા હતા. આ પછી ગણતરીની મીનીટોમાં ‘રક્ષક’ બનેલી વ્યક્તિ સ્થળ પરથી અદ્રશ્ય થઇ ગઇ હતી.ત્યારે હવે એવું કહેવાય છે કે આ ભગવાન નો એક ચમત્કાર છે.

ખુદ ભગવાન એ આ દૂત મોકલ્યો હોય તેમ લાગતું હતું.બાબરા નજીક વોટરપાર્ક ધરાવતા વિપુલ શામજી તથા તેમના પત્ની અને ત્રણ બાળકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા.વિરપુર વતન હોવાથી ત્યાં જતા હતા. હાઈવે પરના વળાંક પર કાર પરનો કાબૂ ગુમાવતા વાહન 17 ફૂટ ઉંડા નાલામાં ખાબક્યું હતું. આ વખતે દુર્ઘટનાને નજરે નિહાળનાર સાયકલ સવાર યુવાન મદદે પહોંચી ગયો હતો.

સમય બગાડ્યા વિના તૂર્ત જ નાલાના પાણીમાં છલાંગ મારી દીધી હતી. સૌપ્રથમ દોઢ વર્ષના બાળક તથા પાંચ વર્ષની બાળકીનેબચાવી હતી. આ સમયગાળામાં સ્થાનિકો પણ મદદે આવી જતા બચાવેલા બંને બાળકોને તેઓને સોંપ્યા હતા અને ફરી વખત નાલામાં કુદીને મોત સામે ઝઝૂમતા પતિ-પત્નીને બહાર કાઢ્યા હતા.

હજુ એક ત્રણ વર્ષની બાળકી લાપતા હોવાનું મોડેથી જાણમાં આવ્યું હતું. આ વખતે દેવદૂત સમો યુવક ફરી કૂદયો હતો. પરંતુ ત્રણ વર્ષની બાળકી મિનાશીનો પત્તો લાગ્યો ન હતો.આઘાતમાં ગરકાવ અને ભાંગી પડેલા પરિવારના સભ્યો એકબીજાને આશ્ર્વાસન આપતાં હતા.

તે દરમિયાન ‘રક્ષક’ યુવક અદ્રશ્ય થઇ ગયો હતો. આ તકે સરકારી તંત્ર પણ પહોંચી ગયું હતું. ક્રેઇનથી કાર બહાર કાઢી હતી. લાપતા બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. પોલીસ હવે ચાર માણસોનો જીવ બચાવનાર બહાદુર યુવકની શોધ કરી રહી છે.

બહાદુરી બદલ ઇનામ આપવાનો ઉદ્દેશ છે.દુર્ઘટનાસ્થળ નજીક પેટ્રોલ પંપ ધરાવતો વ્યક્તિએ રક્ષક યુવકનું વર્ણન પોલીસને આપ્યું હતું. પરંતુ બચાવ કામગીરીની દોડધામમાં નામ પુછવાનું રહી ગયું હતું. આસપાસનાં ખેતરોમાં કામ કરતો શ્રમિક હોવાના અનુમાનથી તપાસ કરવામાં આવી રહી છે.જોકે લગભગ દરેક લોકો નું માનવું છે કે આ ભગવાન નો એક ચમત્કાર જ છે.