અંડરવર્લ્ડનાં કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડી દીધી આ અભિનેત્રીઓએ,અડધીતો મરી પણ ગઈ……..

0
342

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બોલિવૂડની વાત કરીશું બોલીવુડની એવી અભિનેત્રીઓ પણ છે જેને અંડરવર્લ્ડના લીધે બોલિવૂડ છોડી દીધું. બોલીવુડ અને અંડરવર્લ્ડનો સંબંધ ઘણો ગાઢ રહ્યો છે. હકીકત એવી છે કે ફિલ્મ અપાવવાને અને ફિલ્મોમાં પૈસા લગાવવા સુધીને લઈને પણ અંડરવર્લ્ડના ડોન એમાં હસ્તક્ષેપ કરતા હતા. ખુબસુરત અભિનેત્રીઓ સાથે પણ અંડરવર્લ્ડનો સંબંધ રહ્યો છે, જેમાં ઘણી અભિનેત્રીઓનું કરિયર પણ બરબાદ થયું છે. અંડરવર્લ્ડ સાથે નામ જોડાવાને લીધે ઘણી અભિનેત્રીઓએ બોલીવુડને છોડવાનું જ યોગ્ય સમજ્યું. એટલુજ નહિ, કેટલીક અભિનેત્રીઓ અંડરવર્લ્ડના ડોનના પ્રેમમાં પણ પડી. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ અભિનેત્રીઓ છે, જેમણે અંડરવર્લ્ડના ખૌફથી પોતાનું કરિયર પણ છોડી દીધું?

સાક્ષી શિવાનંદ ૯૦ ના દશકની સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી, પણ અચાનક એ ગાયબ થઇ ગઈ. એવું કહેવાય છે કે અંડરવર્લ્ડના ડરથી એમણે પોતાનું કરિયર જ છોડી દેવાનો નિર્ણય કર્યો અને પછી એવી જગ્યાએ ચાલી ગઈ, જ્યાં એમને કોઈ ઓળખતું ના હોય. જણાવી દઈએ કે સાક્ષીએ ૧૯૯૪ માં આવેલી ફિલ્મ ‘જન્મ કુંડળી’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પણ ૨૦૦૨ માં આવેલી ફિલ્મ ‘આપકો પહેલે ભી કહા દેખા હૈ’ થી એમના કરિયરમાં મોટો પરિવર્તન લઈને આવી, જેના વિષે એમણે ફક્ત સપના જ જોયા હશે. આ ફિલ્મ ખુબ જ વધુ હિટ થઇ હતી અને એમનું કરિયર પણ પાટા પર આવી ગયું. જયારે સાક્ષીનું કરિયર એકદમ સારી રીતે ચાલવા લાગ્યું હતું, ત્યારે એમનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાયું, જેનાથી એ ડરી ગઈ અને એમણે રાતોરાત જ પોતાનું સરનામું બદલાઈ દીધું. જોકે, હવે એ સાઉથની ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ આજે પણ એ અંડરવર્લ્ડના નામથી કાંપે છે.

વીરાના ફિલ્મની સુંદર ભુતની તો તમને યાદ જ હશે. એ એક એવી ભૂતની હતી, એ જોઇને ફેંસ ડરતા ઓછા હતા,પણ મજા વધારે લેતા હતા. અભિનેત્રી જૈસ્મીન એટલી સુંદર હતી કે એની પર અંડરવર્લ્ડનો એક ડોન ફિદા થઇ ગયો હતો. એની ચર્ચા મીડિયામાં થવા લાગી અને એ પછી જૈસ્મીન પોતાના અંડરવર્લ્ડ કનેક્શનની ખબરોથી હેરાન રહેવા લાગી. એ પછી એમણે એક દિવસ દેશ છોડી દેવાનું મન બનાવી લીધું અને હમેશા માટે ગુમનામ થઇ ગઈ.

વર્ષો પછી પણ આજે સુધી જૈસ્મીન વિષે કોઈ માહિતી મળી નથી શકી. જોકે કેટલીક એવી ખબરો આવી હતી કે જૈસ્મીન અમેરિકામાં લગ્ન કરીને સેટલ થઇ ગઈ છે. તો કેટલાક લોકો એવું કહે છે કે જૈસ્મીન હવે આ દુનિયામાં રહી નથી. એવું પણ કહેવાય છે કે વર્ષ ૧૯૯૮ માં જૈસ્મીન જોર્ડનમાં જઈને વસી ગઈ છે.

૯૦ ના દશકની સૌથી બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક સોનમે ત્રિદેવ અને વિશ્વાત્મા જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. આ ફિલ્મોમાં એમના અભિનય માટે લોકો આજે પણ એમને યાદ કરે છે. સોનમના બોલ્ડ દ્રશ્ય જોવા માટે દર્શકો સિનેમા હોલ તરફ જવા આકર્ષિત થતા હતા. એ દિવસોમાં સોનમનો ક્રેજ એટલો હતો કે ફિલ્મ પ્રોડ્યુસર્સ ફિલ્મ સૈન કરાવવા માટે એમના ઘરના ચક્કર મારતા હતા.

વર્ષ ૧૯૯૧ માં સોનમે ફિલ્મ ત્રિદેવના નિર્દેશક રાજીવ રાય સાથે લગ્ન કર્યા, પણ અંડરવર્લ્ડના જાણીતા ડોન અબૂ સાલેમ તરફથી સોનમ અને એના પતિ રાજીવ રાયને મારી નાખવાથી ધમકીઓ મળી રહી હતી. એ પહચી સોનમ અને રાજીવે ૧૯૯૭ માં દેશ છોડી દીધો અને વિદેશમાં જઈને સેટલ થઇ ગયા, જોકે, લગ્નના ૧૬ વર્ષો પછી એમના છૂટાછેડા થઇ ગયા ,એ પછી સોનમે એક ડોક્ટર સાથે લગ્ન કર્યા. અત્યારે લાઈમલાઈટ અને મિડીયાથી દૂર સોનમ ઉંટીમાં પોતાના પતિ સાથે ખુશ છે.

આ ઉપરાંત અન્ય અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડ સાથે જોડાયેલી હતીબોલીવુડમાં ૯૦ ના દશકમાં ઘણી જ સુંદર હિરોઈને એન્ટ્રી લીધી હતી, જેનું નામ હતું મમતા કુલકર્ણી. તે સમયે તેની સુંદરતાની આગળ મોટા મોટા કલાકારો ફિદા થઇ જતા હતા. પરંતુ પછી તેનું નામ એક ગેંગસ્ટર સાથે જોડાયું અને પછી તેણે છૂપું જીવન પસાર કર્યુ. તમને જણાવી દઈએ કે તેનું નામ વિક્રમ ગોસ્વામી સાથે જોડાયું અને બન્ને દુબઈમાં રહેતા હતા, જ્યાં લગભગ ૧૦ વર્ષ રહ્યા પછી વર્ષ ૨૦૧૪ માં તેની કેન્યાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. મમતાએ કરણ અર્જુન અને નસીબ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

મોનિકા બેદી એટલે બોલીવુડની એ ફેમસ હિરોઈન જે આજકાલ નાના પડદા ઉપર ‘માં’ ના રોલમાં જોવા મળે છે. પણ એક સમય હતો જયારે તેણે અબુ સાલેમ સાથે જેલની હવા પણ ખાધી હતી. તેને પણ દુબઈથી પકડવામાં આવી હતી અને બે વર્ષની સજા પછી તેને છોડી દેવામાં આવી હતી. સમાચારો મુજબ ફિલ્મોમાં આવતા દરમિયાન ફિલ્મ મેકર્સને અબુ સાલેમના નામની ધમકી આપ્યા કરતી હતી. અબુ આજે પણ જેલમાં છે જો કે મોનિકાને છોડી દેવામાં આવી હતી.

વર્ષ ૧૯૯૧ માં રીલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ માં જે ભોળી એવી ડુંગરાળ વિસ્તારની છોકરી હતી, તેનું સાચું નામ મંદાકિની છે. તેણે બોલીવુડમાં લોહા, ડાંસ ડાંસ, જાલ, કમાંડો અને તેજાબ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ બોલીવુડમાં વિશેષ ઓળખ બનાવ્યા પછી મંદાકિનીનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયું અને તેની સાથે રહેવાના ઘણા ફોટા સામે પણ આવ્યા. એવું પણ કહેવામાં આવતું હતું કે મંદાકિનીને દાઉદના કારણે જ બોલીવુડ ફિલ્મમાં કામ કરવાની તક મળી શકી હતી, અને પછી તેમણે લગ્ન પણ કરી લીધા હતા, પરંતુ હવે કોઈ કારણસર તે જુદા રહે છે. તેના છુટાછેડા થઇ ગયા હતા છતાપણ થોડો સમય જેલમાં પસાર કર્યા પછી મંદાકિનીએ કહ્યું કે તે આ બાબતે કાંઈ જાણતી જ નથી.

ડોન દાઉદ ઈબ્રાહીમના બોલીવુડ હિરોઈન અનીતા અયુબ સાથે પણ સંબંધ હતા. સમાચારો મુજબ દાઉદએ ફિલ્મ નિર્માતા જાવેદ સિદ્દીકીને એટલા માટે મારી નાખ્યો હતો, કેમ કે જાવેદએ અનીતા અયુબને ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી. દાઉદ ઈબ્રાહીમ પહેલા અંડરવર્લ્ડમાં હાજી મસ્તાનનું નામ ઘણું પ્રખ્યાત હતું. હાજી મસ્તાનનું અભિનેત્રી સોના સાથે ઘણા વર્ષો સુધી અફેયર અફેર રહ્યું અને તેની લવ સ્ટોરીને જ ‘વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ’ માં ફિલ્માવવામાં આવી હતી.