અમિતાભ અને શાહરુખ ના બંગલા થી પણ વૈભવી છે ગામ માં બનેલ છે આ 800 કરોડ ની હવેલી,સ્વર્ગ થી પણ સુંદર છે….

0
1022

નવાબ મન્સુર અલી ખાન પટૌડીની આજે પુણ્યતિથિ છે. તે ક્રિકેટના મેદાન પર ‘ટાઇગર’ તરીકે જાણીતા હતા. તેમનું જીવન કોઈ ફિલ્મ કરતા ઓછું નહોતું. અકસ્માતમાં આંખની રોશની ગુમાવવી, નવાબોનું જીવન જીવવુ, અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે પ્રેમ.કરવા માટે પણ ચર્ચામાં હતા. પુણ્યતિથિ નિમિત્તે, અમે તમને હરિયાણાના પટૌડી પેલેસ વિશે જણાવી રહ્યા છીએ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.

ગુડગાંવથી 26 કિલોમીટર દૂર પટૌડી ગામમાં આ સફેદ રંગનો મહેલ બનાવવામાં આવ્યો છે. આ મહેલ, જે પટૌડી પેલેસ તરીકે ઓળખાય છે, આ પેલેસ 1900 માં બંધાયો હતો અને તેને અબ્રાહમ કોઠી પણ કહેવામાં આવે છે. 2014 માં, સૈફે તેનું રીનોવેશન કર્યું અને તેના આંતરિક ભાગોને ફરીથી ડિઝાઇન કર્યા. ત્યારબાદથી તેનો આખો પરિવાર રજા માટે અહીં આવતો રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહેલમાં આશરે 150 ઓરડાઓ છે, જેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ અને ઘણા મોટા ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમનો સમાવેશ થાય છે. આ મહેલનું બાંધકામ સૈફ અલી ખાનના દાદા અને મન્સૂર અલી ખાનના પિતા ઇફ્તીકાર અલી હુસેન સિદ્દીકી દ્વારા કરવામાં આવ્યું હતું.

નવાબ પટૌડીની આ વૈભવી હવેલી ‘અંદરથી જોવા માટે સ્વર્ગ’ કરતા ઓછી સુંદર નથી. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને કિંગ ખાનના બંગલા કરતા પણ પટૌડી પેલેસ લક્ઝરી છે.તસ્વીરોમાં, તમે જોઈ શકો છો કે પટૌડી પેલેસની સામે એક મોટો સ્વિમિંગ પૂલ છે અને તેની અંદર ચેસ જેવા કાળા અને સફેદ આરસ લાગેલા છે. બહાર એક મોટો લોન અને ચારે બાજુ હરિયાળી છે. મુંબઈના અવાજથી દૂર આવી જગ્યાએ રહેવું એની મજા જ કંઈક અલગ છે.

જણાવીએ કે આજના સમયમાં તેની કિંમત આશરે 800 કરોડ હોવાનું કહેવામાં આવે છે. જોકે પટૌડી પરિવાર હાલમાં આ મહેલમાં રહેતો નથી, પરંતુ 20 થી 25 સેવકો અહીં રહે છે અને તેનું ધ્યાન રાખે છે.તમને જણાવી દઈએ કે પટૌડી પેલેસમાં બોલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. આ મહેલ સફેદ દિવાલો, લાકડાના ફર્નિચર અને ઉંચી સીડીથી બનેલો છે.ઇન ડોર ગેમ રમવા માટે પૂલ રૂમ પણ છે અને દિવાલો પર મોટા મોટા સોફા સાથે ઘણા ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

મિત્રો આ પેલેસ ને ડિઝાઇન કરવા પાછળ પણ એક ખાસ રાજ જોડાયેલો છે તેની પાછળ પણ ઈતિહાસ છે.પટોડી પેલેસ કનોટ પ્લેસ થી પ્રભાવિત છે.તેને રોબર્ટ ટોર રસેલ એ બનાવ્યો છે, જેમને દિલ્લી ના કનોટ પ્લેસ ની ડીઝાઈન બનાવી હતી.મિત્રો અહીં એવું માનવામાં આવે છે કે પટોડી રિયાસત ના નવાબ સાહિબ ઇફ્તીયાર ને કનોટ પ્લેસ ની ડીઝાઈન બહુ પસંદ આવી હતી જેના ચાલતા તેમને પોતાના મહેલ ને બરાબર તેવો જ બનાવવાનું કહ્યું.ત્યારબાદ તેની મદદ લઈને આવી ખાસ ડિઝાઇન ઉભી કરવામા આવી છે આ પેલેસ ખુબજ વિશાળ છે.મિત્રો જાણવી દઈએ કે સૈફ ને વિરાસતમાં ધન દૌલત હાથમાં આવે નહીં એટલે પુષ્કળ પ્રમાણમાં મળી છે.

મસુર અલી ઉર્ફે નવાબ પટૌડીના અવસાન પછી તેમને મહેલ સંકુલમાં આવેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.જણાવીએ કે આ વૈભવી હવેલીમાં જીમથી લઈને સ્પોર્ટ્સ સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈને ગોલ્ફ સુધી, અહીં રમી શકાય છે.

એક મુલાકાતમાં સૈફે કહ્યું હતું કે, ‘પિતાના અવસાન પછી આ મહેલ નીમરાણા હોટલને ભાડે આપવામાં આવી હતી. આ અગાઉ, અમન અને ફ્રાન્સિસ તેને ચલાવતા હતા. ફ્રાન્સિસનું અવસાન થયું જેના પછી મને કહેવામાં આવ્યું કે હું મારો મહેલ પાછો લઈ શકું છું.

2003 માં મન્સૂર અલી ખાનની માતા સાજીદા સુલતાનના મૃત્યુ પછી, તેમણે સરકારી બંગલો છોડવો પડ્યો. તે પછી નવાબ પટૌડી પત્ની શર્મિલા ટાગોર સાથે આ મહેલમાં રહેવા લાગ્યા.