અમેરિકા માં કરીયાણાની 58 દુકાન છે આ ગુજરાતીની, કમાઈ છે એટલા રૂપિયા કે આંકડો જાણી મોંમા આંગળા નાખી દેશો..

0
714

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે જેને અમેરિકા માં કરિયાણા ની 58 દુકાનો ના માલિક છે. તે એક ખેડૂતના પુત્ર છે.આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મેહસાણાના એક ભાડું ગામની છે. આ ગામના બે ભાઈઓ મફત અને તુલસી પટેલની અને અરુણા અને ચંચળ બેનની છે. જેમને અમેરિકામાં 58 કરિયાણા ની દુકાનો ચાલુ કરીને ત્યાં વસતા ભારતના ખાવાનું ચસ્કો લગાડ્યો છે. 58 દુકાનો ધમધોકાર ચાલે છે. અરબો રૂપિયા નો ધંધો કરે છે. આ ધંધામાં મફત ભાઇજ નઇ પણ ભારતના 300 જેટલા લોકો અમેરિકામાં જઈને લીલાલેર કરે છે.

યુવાની સુધી મફત ભાઈએ અમેરિકા શું મેહસાણા અને પાટણ સિવાય બીજું મલક જોયું ન હતું. 6 ભાઈ માં તે બધાથી મોટો હતા. તે ભણતાં સાથે પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. ભણવામાં પેહલાથી હોશિયાર હતા. તેમણે પાટણ ની એક કોલેજ માં એન્જીનીયરિંગનો અભ્યાસ પૂરો કરીને તે એમ.બી.એ નો ઉચ્ચ અભ્યાસ કરવા અમેરિકા ગયા. 23 વર્ષ ની ઉંમરે ડિગ્રી લીધા પછી સારી નોકરી ના મળી. પણ શિકાગોમાં જેફરસન ઇલેક્ટ્રીક ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલમાં જોડાઈ ગયા. અને 16 વર્ષ સુધી જે તે કંપની માં નોકરી કરી. પણ એમને લાગ્યું કે આખી જીદગી નોકરી કરીશ તો કશું મળવાનું નથી.

ગામડે હળ ચલાવતા માબાપ અને ખેતી કરતા તેમનો પરિવારનો ઉધાર કરવો હોય તો કંઇક ઘર નો ધંધો કરવો પડશે. ઉપરાંત પોતાના ગામ ભાડું અને માતૃભૂમિ ગુજરાત માટે કઈક કરવા માગતો હતો. ગુજરાતી નો દીકરો વણજ અને ધંધો કરવા માગે ને ના મળે તે વાતમાં માલ નહિ. એવામાં મફત નું ભણતર નઇ પણ ગણતર કામ આવ્યું. કરિયાણાના ધંધા માં તેમને સપના સાકાર કરવાનો રસ્તો મળ્યો. ગામડાંમાં 8-10 વીઘા જમીન ધરાવતા ખેડૂતે અઢાર અઢાર કલાક કામ કરીને અમેરિકામાં પટેલ બ્રધર્સ નામે એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું.

સ્વાદ અને રાજા નામની પોતીકી પેકેજીંગ બ્રાન્ડ ઉતરી. ગામડે બળદ ગાડું હાકનાર મફત ભાઈની નવી પેઢી એ અમેરિકામાં એર ટુર્સ નામની ટ્રાવેલ્સ એજન્સી શરૂ કરી. કાપડની દુકાન સાહિલ, પટેલ કેફે રેસ્ટોરન્ટ, હેન્દિક્રેફ અને ઉતેસિલ્ડ, પીસી બોર્ડ કંપની, બીર કંપની, મોટેલ્સ વગેરે અનેક ધાધા શરૂ કર્યાં. તેમણે પ્રોફીટ વાળા ચાલુ રાખ્યા અને લોસ વાળા બંધ કરી દીધા. પટેલનો દીકરો કોઈ દિવસ ખોટ ખાઈને ધંધો કરે નઇ. ભાડું ગામનો આ નિશાળિયો હવે મફત ભાઈ, માર્કેટ લીડરની મફતલાલ, ગ્રોસરી સ્ટોરનો બેતાજ બાદશાહ બની ગયા છે. આજની તારીખમાં બિલ ક્લિન્ટન, બરાક ઓબામા, નરેન્દ્ર મોદી મફત ભાઈના સફળતાના મુરિદો છે. આ ઉપરાંત બાબા રામદેવ પણ તેમનું સન્માન કરતા ખુશી અનુભવે છે. અમેરિકાના જુદા જુદા શહેરના મેયર મફત ભાઈના વખાણ કરતા થાકતાં જ નથી.

ભારત અને અમેરિકાના મીડિયાવાળા તેમની સાથે ફરે છે. પ્રિન્ટ મીડિયા વાળા તેમના લેખ મોટી મોટી તસવીર વાળો લેખ મફત માં છાપે છે. સારું ઇંગલિશ બોલતી અમેરકાની ગોરી મહિલાઓ પટેલ બ્રધર્સ ની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી ને યુટ્યુબ પર અપલોડ કરે છે. અજાણ્યા મલક માં આટલી મોટી ઉચાઈ એ પોહચતા પેહલા બને ભાઈ અને એક જ ઘરમાં આપેલી બે બહેનોએ લોહિપરસેવો એક કરવો પડ્યા છે.

મેહનતથી કમાયેલી મૂડીનું જોખમ લઇને વેપારનો જુગાર રમવો પડ્યો છે. મફત ભાઈ એક સિફ્ટ માં નોકરી અને બીજી સિફ્ટ માં ધંધો કામ કરવું પડ્યું છે. બેન/દેરાણી અને પતિ કોઈ ટેન્શન વગર કામ કરી શકે તે માટે ચંચળ બેન રાતદિવસ ઉજાગરા કરીને ઘર સંભાળતા હતા. દુકાન થી દસ માઈલ દૂર ત્રણ ત માળના પગથિયાં ચઢીને દૂધ આપવા જવું પડે છે. પટેલ બ્રધર્સ ના બેકબોન ઘણાતા અરુણા બેન છોકરા રડતા મૂકીને દુકાને આવે છે. ટૂંકમાં કહીએ તો પારસમણિ બનતા પેહલા આ પરિવાર ને નેવાના પાણી મોભે ચઢાવવા પડ્યા છે.

મફત ભાઈ વિદેશી લાઇફ સ્ટાઇલ અપનાવ્યા પછી પણ બાજરાના રોટલા અને કઢી ખીચડી ખાઈને ઉછળેલા મફત ભાઈને ત્યાંનું ખાવાનું ભાવતું ન હતું. ચીજ, સેનવિચ ખાઈને કંટાળી ગયા હતા, આ તેમને જ નઇ ત્યાં વસતા અન્ય ભરતીઓ ની પણ એવીજ હાલત હતી. એ જમાનામાં અમેરિકામાં દેશી ભોજનમાં વાપરતી વસ્તુઓ બોવ અોછી દુકાનમાં મળતી હતી. પટેલના દીકરાએ આ સમસ્યા પારખી લીધી. મફત ભાઈ ને લાગ્યું કે આપણે કરિયાણા ની દુકાન ચાલુ કરીએ તો એક કાંકરે બે પક્ષી મરે, રસોડે દેશી ખાવા રાંધી શકાય અને રૂપિયા પણ કમાવી શકાય. મફત ભાઈ એ ગુજરાત માં વસતા તુલસી ભાઈને વાત કરી. તેમને કહ્યું તમે અહી આવો તો આપણે અમદાવાદ નું કરિયાણું અમેરિકાના વેચી શકીએ. અહી ગ્રોસરી નો સ્ટોર ધમધોકાર ચાલે એમ છે. પણ મારા એકલાથી નઇ થાય.

1971માં તુલસી ભાઈ અને અરુણા બેન અમેરિકા આવ્યા. કામ સેહલુ ન હતું પણ બને ભાઈ ઓ પરિસ્થિતિ નો તાગ મેળવવા. સતત ત્રણ વર્ષ ની મેહનત પછી 1974 માં કરિયાણા ની દુકાન ચાલુ કરી. શિકાગોના ડેવન એવન્યુંમાં 900 ફૂટની જર્જરિત હાલતમાં પડેલી એક દુકાન રમેશ ત્રિવેદી નામના એક ધંધાદારી એ વેચવા કાઢી હતી. આ દુકાન પટેલ પરિવારે ખરીદી લીધી. જુના ફનીચર ને ઢિક કરીને નાના પાયે ગ્રોસરીની દુકાન ચાલુ કરી. નામ આપ્યું પટેલ બ્રધર્સ.

મફત ભાઈ, તુલસી ભાઈ, અને અરુણા બેને એમ ત્રણ જનાનો સ્ટાફ હતો. થોડાં દિવસ ગ્રાહક આવ્યું નઇ. પછી ધીમે ધીમે ગરાગી જામી. પટેલ ભાઈઓ અમદાવાદ થી લોટ, મરીમસાલા, અથાણાં, વગેરે મંગાવતા ગયા. કસ્ટમર ની ડિમાન્ડ મુજબ દેશી સમાન મંગાવતા ગયા. મેન પાવર ની જરૂર પડતાં સંતાનો, સગાવલા અને મિત્રો ને બોલાવ્યા. પછી મફત ભાઈ એ અલગ અલગ શાખા ખોલતી ગઈ. એટલાન્ટા, ન્યુયોર્ક, કનેટિકટ, હ્યુસ્ટન વગેરે પટેલ બ્રધર્સની 58 શાખાઓ ખોલી છે. અમેરિકાની લીડિંગ ગ્રોસરી સ્ટોર ચેન શરૂ કરી. પટેલ બ્રધર્સના નફાના અકડા બિલિયન અને મિલિયન માં છે. સાદી ભાષામાં કહીએ તો એક શાખા ઓછા માં ઓછી 25 લાખ નફો કમાણી કરતી હોય, તો વિચારો વર્ષે 58 શાખા કેટલા રૂપિયા કમાય?

પાટીદાર ના દીકરાએ રૂપિયા પેદા કાર્ય અને અમેરિકામાં વસતા કરોડો લોકોને સંતોષ નો ઓડકાર ખાતા થયા. અમેરિકા માં વસ્તી ગુજરાતની પ્રજાને દેશી શાકભાજી, ફળો, પૂજાનો સમાન, માટલા કુલ્ફી બધું એક જગ્યા એ મળી રહે છે. હવે અમેરિકાના રસોડામાં પણ સુરતી ઉંધીયાની સુગંધ આવે છે. પટેલ બ્રધર્સ ની નવી પેઢી શ્વેતલ, હિરેન, રાકેશ, સાથે મળીને કામ કરે છે. હિટ એન્ડ ઇટ નામ નું નવી પ્રોડક્ટ લોન્ચ કરી. તેલ મસાલાથી વઘારેલી તૈયાર આઈટમો ખાલી ગરમ કરી અને ખાવ.

નવી પેઢી ને બધું કામ આપીને લગભગ રિટાયર થઈ ગયા છે. પણ હજુ એ દુકાને જઈને ગ્રાહકના ફિડબેક લે છે. આસમાનની બુલાંડીઓ પામવા છતાં તેમના પગ જમીન પર છે. ભારત આવે ત્યારે ડાઉન ટુ અર્થ રહે છે. પલાઠી વાળીને બેસી ગામ લોકો સાથે ભોજન કરે છે. ભારતીય સંસ્કૃતિ ને જાળવી રાખે છે. તડકામાં પગપાળા ચાલે છે. છૂટા હાથે પૈસા વાપરે છે. તેમને ચંચળ બેનની યાદમાં ચંચળ બેન મફત ભાઈ પટેલ નર્સિંગ કોલેજમાં 1.76 કરોડ નું દાન આપ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ની એલ જી હોસ્પિલમાં બર્ન કેર સેન્ટરની સ્થાપન કરી. 2001માં આવેલા કચ્છ ભૂકંપે વિનાશ સર્જ્યો ત્યારે મફત ભાઈ તેમનું બધું કામ પડતું મૂકીને તે કચ્છની મદદ કરવા આવ્યા.

કચ્છ ના એક ગામને દત્તક લઈ ને 160 ઘરોનું નવનિર્માણ કરીને ત્યાં શિકાગો નામની ટાઉનશિપ ઉભી કરી. આ ટાઉનશિપ માં બે મંદિર અને એક શાળા શુરૂ કરી. પેહલા કાળો કેર વરસાવ્યો પછી મફત ભાઈને દેવદૂત તરીકે મોકલ્યા. પોતાના ભાડું ગામમાં ચંચળ બેન કોમ્યુનિટી સેન્ટર અને આધુનિક પુસ્તકાલય બનાવ્યું છે. ગુજરાત સરકાર ના મૂળી રોકાણ કર્યાક્રમમાં હજાર થાય છે. પટેલ સમાજમાં કેટલા ગુપ્ત દાન કર્યા છે. જોકે મફત ભાઈ દાન કરવામાં કોઈ દિવસ નાતજાત નો ફરક કર્યો નથી.

તેઓ એ શિકાગોમાં સ્વામિનારાયણ સમાજ, ગુજરાતી સમાજ, જૈન સોસાયટી અને ઇન્ડો- અમેરિકન સેન્ટર સાથે સંકળાયેલા છે. પાકિસ્તાની પત્રકાર રાણા જાવેદ અન્ય મુસ્લિમો પણ મફત ભાઈ સેવાઓથી પ્રભાવિત છે. એક કિસ્સો અમેરિકામાં રિંગડી બાળી નાખી એવી કડકડતિ ઠંડીમાં ફૂટપાથ ઉપર કરેલાના એક વ્યક્તિ ઠંડીથી કાપતા હતો. પોલીસ એને પકડીને મફત ભાઈ પાસે લઈ ગયા. મફત ભાઈ એ ન માગ્યું આધાર કાર્ડ ન માગ્યું પાન કાર્ડ ખવાં પીવા સાથે નોકરી લઈ લીધો.