હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદ ને લઈને મોટી આગાહી,આ તારીખે આ વિસ્તારો માં વરસાદની શકયતા…

0
323

આ વર્ષે જ નહીં પરંતુ આગામી વર્ષ સુધી કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નહીં છોડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં નવા વર્ષમાં જાન્યુઆરીની શરુઆતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે રાજ્યના હવામાનમાં પલ્ટો આવશે અને ઠંડીનું જોર વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતા હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

અંબાલાલ પટેલ દ્વારા કરેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે.4થી 11 જાન્યુઆરી વચ્ચે થઇ શકે કમોસમી વરસાદ: જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવતા જગતના તાતનો જીવ અધ્ધર થઇ ગયો છે.ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું. હવે જાન્યુઆરીમાં તારીખ 4થી 11 દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે અંબાલાલ પટેલ પણ જણાવે છે કે હવામાનમાં પલ્ટો આવવાના યોગ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર 4 થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા બદલાવ આવી શકે છે. જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ અવારનવાર ચાલુ રહેશે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અચાનક વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો.ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જવાની ભય સેવાઈ રહી છે. જો હજુ પણ માવઠું થશે તો ખેડૂતો ચિંતાતુર બની જશે અને પાકને ખુબ જ નુકસાન પહોંચી શકે છે.આવનારી ૩૧ ડિસેમ્બરની આસપાસ સમગ્ર દેશની અંદર ફરી એકવાર રાજ્યના ભાગો ની અંદર માવઠું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગ્રહોની રાશિ પરિવર્તન અને જળદયાક નક્ષત્ર ના યોગ હોવાથી પૃથ્વી તત્વની રાશિમાં છે.

જેના કારણે હવામાંન માં મોટો આવવાના યોગ બની રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઉત્તરીય પર્વતીય પ્રદેશો થી લઇ ને પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ના ભાગો સુધી ભારે માવઠું આવી શકે છે.આ તમામ રાજ્યની અંદર માવઠું થશે, તો તેની અસર ગુજરાતના અલગ-અલગ ભાગોમાં પણ થવાની શક્યતાઓ છે. ગુજરાતના કચ્છ ઉદય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં, તેમજ અરવલ્લી સાબરકાંઠા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ વગેરેની અંદર કમોસમી વરસાદની આશંકા સેવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદમાં ગાંધીનગરના ભાગોમાં વાતાવરણ પલટાઈ ને કમોસમી વરસાદ પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ની અંદર હવાના દબાણ ઉભા થઇ શકે તેવી આશંકાઓ સેવામાં આવી રહી છે. એને કારણે દક્ષિણ ગુજરાત ના ભાગો અને સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા ની અંદર ની થોડી ઘણી અસર થઈ શકે છે. આ ઉપરાંત આવતા મહિનાની એટલે કે 21 જાન્યુઆરી સુધી ની અંદર હવામાન ભારે પલટો આવી શકે છે.તેમજ જાન્યુઆરી મહિનાની 4 થી લઈને 11 ની વચ્ચે માવઠું થવાની શક્યતાઓ રહેશે. લગભગ મહિનો એટલે કે આખો જાન્યુઆરી મહિનો હવામાન માં પલટો બદલાતા રહેશે. જેની અંદર વાદળછાયું વાતાવરણ ઉપરાંત ભારે ઠંડી અને તાપમાન ની અંદર વધઘટ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે.

આ સિવાય જાન્યુઆરીની બીજા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના છે જેના કારણે પણ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. જાન્યુઆરીની 8-10 તારીખ દરમિયાન અને 16થી 18 તારીખ દરમિયાન હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે મસાલા અને જીરાના પાકને નુકસાન થવાની સંભાવના છે. જ્યારે કપાસ અને દિવેલ જેવા પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા છે જેના લીધે જાન્યુઆરી ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આવતા મહિનાની 8, ૯, ૧૦ તારીખ ના રોજ દેશની અંદર ઉત્તર પર્વતીય પ્રદેશોમાં થી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેને કારણે જાન્યુઆરીમાં સૌથી ૧૬ થી ૧૮ તારીખ ની વચ્ચે હવામાન ની અંદર ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત ભારે ઠંડી પણ વરતાઈ શકે છે. આવનારા મહિનામાં ૨૦-૨૧ જાન્યુઆરીના રોજ હવામાન ની અંદર ઘણા રાજ્યો ના ભાગો માં હવામાનમાં પલટો આવી શકે છે. કમોસમી વરસાદને કારણે જીરા જેવા પાકોની અંદર પણ માઠી અસર થઈ શકે છે. આ ઉપરાંત કપાસ જેવા પાકોની અંદર તેમજ દિવેલ જેવા પાકો માં ભારે અસર થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે.જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાની પટ્ટીના જિલ્લાઓમાં આગામી મહિને માવઠું થવાની સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલે થયેલા માવઠામાં રાજ્યના કેટલાક ભાગોમાં માર્કેટ યાર્ડની કામગીરી અટકાવી પડી હતી જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક માર્કેટ યાર્ડમાં અનાજ પલળી જવાની ફરિયાદ ઉઠી હતી.ગઈકાલે રાજ્યના રાજકોટ,જામનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ,મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં માવઠું નોંધાયું હતું.આ કારણે અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર જેવા શહેરો જાણે હિલ સ્ટેશન બની ગયા હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો.