અજાણ્યો વ્યક્તિ રૂપિયા દોઢ કરોડની રોકડ ઓફિસમાં મૂકી ગયો હતો, સાથે ચિઠ્ઠી પણ મૂકી…

0
203

અમેરિકાના ન્યૂયોર્કની એક કોલેજમાં ભારતીય મૂળના અધ્યાપક ડો.વિનોદ મેનનની ઓફિસમાં 1.80 લાખ ડોલર એટલે કે 1.36 કરોડ રુપિયા ભરેલુ બોક્સ નવ મહિના સુધી ધુળ ખાતુ પડી રહ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આટલા રૂપિયા ગયા વર્ષે એક અનામી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યા હતા,જે આ કોલેજમાં અગાઉ અભ્યાસ કરી ચૂક્યો હતો.રોકડની સાથે તેણે એક ચિઠ્ઠી પણ લખી હતી.અહેવાલ મુજબ,ગયા મહિને પ્રોફેસર વિનોદ મેનનને તેમની ઓફિસમાં રોકડથી ભરેલ એક બોક્સ મળ્યું હતું,જેમાં લગભગ 1.5 કરોડ રૂપિયા રોકડા હતા.આ બોક્સ નવેમ્બર 2020 માં પ્રોફેસરની ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું.

પરંતુ કોરોનાને કારણે કોલેજ બંધ હતી તેથી કોઈએ તેની નોંધ લીધી ન હતી.પ્રોફેસર વિનોદ મેનનને બોક્સની અંદર એક ચિઠ્ઠી મળી. બોક્સ પર ડિલિવરીનું સરનામું પ્રોફેસરની ઓફિસનું લખેલું હતું,એટલે કે આ બોક્સ તેમને જ મોકલવામાં આવ્યું હતું.નોટમાં કહેવામાં આવ્યું હતું કે બોક્સ મોકલનાર વ્યક્તિએ વિનોદ મેનન પાસેથી શિક્ષણ લીધું હતું.તે એક સમયે તેમની કોલેજનો વિદ્યાર્થી હતો.તે વિદ્યાર્થીએ રોકડ સાથેના બોક્સની અંદર બાકી રહેલી નોટમાં લખ્યું હતું કે જેમ મેં આ કોલેજમાંથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવ્યું છે,તે જ રીતે અન્ય લોકો પણ લાભ લઈ શકે છે.

આ રકમ મેં કોલેજને દાનમાં આપવા રજૂ કરી છે.બૉક્સ મોકલનાર વિદ્યાર્થીએ સિટી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી,પછી ભૌતિકશાસ્ત્રમાં એમએ અને ભૌતિકશાસ્ત્રમાં ડબલ પીએચડી કરી. નોંટમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાંનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર અને ગણિતના અભ્યાસમાં જુનિયર અને વરિષ્ઠ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે થવો જોઈએ,જેમને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે નાણાકીય સહાયની જરૂર છે.

પ્રોફેસરે કહ્યું,નોટ વાંચીને મને આ સંસ્થા સાથે સંકળાયેલ હોવાનો ખરેખર ગર્વ અને આનંદ થયો જેણે ખરેખર વિદ્યાર્થીનું જીવન બદલી નાખ્યું. એ પછી કોલેજ ચાલુ થઈ ત્યારે પ્રો.મેનનની નજર આ બોક્સ પર પડી હતી અને તેના પર પ્રો.વિનોદની ઓફિસનુ જ સરનામુ લખ્યુ હતુ.આ બોક્સ તેમને મોકલવામાં આવ્યુ હતુ.જેમાં લખનારે એક ચિઠ્ઠી મુકી હતી.જેમાં જણાવાયુ હતુ કે, આ કોલેજમાં મને ઉત્તમ શિક્ષણ મળ્યુ છે અને બીજા લોકોને તેનો ફાયદો મળે તે માટે આ રકમ કોલેજનો ડોનશન તરીકે મોકલુ છું.જેનો ઉપયોગ જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે. પ્રોફેસર મેનને કહ્યુ હતુ કે, આ નોટ વાંચીને મને ખરેખર સંસ્થા સાથે જોડાવા બદલ ગર્વની લાગણી થઈ છે.