AIIMSએ ચેતાવણી આપતા બતાવ્યા Omicronના આ પાંચ લક્ષણો, જાણો………

0
1233

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1.17 લાખ કોરોના પોઝિટિવ કેસ મળ્યાં છે. તો ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા પણ 3 હજારને પાર પહોંચી ગઇ છે. જો કોઈ ઓમિક્રોનથી સંક્રમિત થઇ જાય છે, તો તેને સમજાતુ નથી કે તેણે કયા ફૂડનું સેવન કરવુ જોઈએ.ભારતમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે, અને બહુ ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રૉનના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એઇમ્સએ મોટી ચેતાવણી આપીને એલર્ટ આપ્યુ છે.

યુએસ સેન્સર ફૉર ડિસીઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શન એનાલિસીસ અનુસાર, ઓમિક્રૉનના ચાર લક્ષણો મોટા ભાગે લોકોમાં ખાસ જોવા મળી રહ્યા છે. જેમાં નાક નીતરવુ, કફ, ખાંસી અને થાક સામેલ છે. વળી હવે એઇમ્સ એ ઓમિક્રૉનના એવા પાંચ લક્ષણો બતાવ્યો છે જે કોરોનાના અન્ય વેરિએન્ટથી અલગ છે. આ લક્ષણો દેખાવવા ગંભીર બની શકે છે. આવામાં લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે, એઇમ્સએ મોટી ચેતાવણી આપીને એલર્ટ આપ્યુ છે. જાણો એઇમ્સે બતાવેલા પાંચ ખતરનાક લક્ષણો.

એઇમ્સે બતાવેલા ઓમિક્રૉનના પાંચ ખતરનાક લક્ષણો. ઓક્સિજન સેચૂરેશનમાં ઘટાડો, છાતીમાં સતત દુઃખાવો કે દબાણ અનુભવવુ, શ્વાસ લેવામાં તકલીફ પડવી, મેન્ટલ કન્ફ્યૂઝન કે રિએક્શન ના આપો,લક્ષણ 3-4 દિવસ કે વધુ દેખાય કે બગડતા દેખાય.

સેન્ટ જોસેફ હેલ્થમાં ઈન્સ્ટીટ્યુટ ફોર ઓટોઈમ્યુન એન્ડ રૂમેટીક ડીજીજની ડાયરેક્ટર અને ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બુકની રાઈટર ડૉ. રોબર્ટ જી લાહિતા કે જે ડૉ. બોબના નામથી ઓળખાય છે. તેમના જણાવ્યાં મુજબ, જે લોકો ઓમિક્રોન, ડેલ્ટા અને ઈન્ફલુએન્જાથી સંક્રમિત થાય છે, એવા લોકોમાં ભૂખની કમી ઓછી હોય છે. ઓમિક્રોન થતાં ગળામાં વધુ દુ:ખાવો થાય છે. એવુ લાગે છે કે ગળુ ખરાબ થઇ ગયુ હોય અને તેમાં કોઈ વસ્તુ ભરાઈ ગઇ હોય. ગળામાં કોઈ તરલ પદાર્થ પીવાથી ગળામાં દુ:ખાવો પણ થાય છે.

ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો શરીરમાં 10 દિવસ સુધી રહે છે જ્યારે ઓમિક્રોનનાં લક્ષણો 4-5 દિવસમાં જતા રહે છેડેલ્ટાના દર્દીને ભારે તાવ આવી શકે છે. જ્યારે માઈલ્ડ ઓમિક્રોનમાં હળવો તાવ આવી શકે છે.ડેલ્ટા વેરિઅન્ટ આપણાં ફેફસાંને નુકસાન કરી શકે છે. તેનાથી શ્વસનતંત્ર પર નકારાત્મક અસર પડે છે. ડેલ્ટાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ઓમિક્રોન સંક્રમણ થવા પર ફેફસાંને ના બરાબર નુકસાન થાય છે.ડેલ્ટાને કારણે બીજી લહેર આવી હતી. તે સમયે વેક્સિનેશન શરૂ જ થયું હતું અને મોટા ભાગની વસતી અનવેક્સિનેટેડ હતી.

તેને કારણે લોકો ડેલ્ટાની ઝપેટમાં આવી ગંભીર રીતે બીમાર પડ્યા હતા. હાલથી સ્થિતિ અલગ છે.અડધી વસતી વેક્સિનેટેડ છે.જોકે વેક્સિનેટેડ લોકોને પણ ઓમિક્રોનનું સંક્રમણ થઈ રહ્યું છે.ડેલ્ટા વેરિઅન્ટના મુખ્ય લક્ષણોમાં શરદી-ઉધરસ,ભારે તાવ,શ્વાસ લેવામાં તકલીફ,સ્વાદ અને ગંધ ન આવવી સામેલ છે.અત્યાર સુધીના ડેટા પ્રમાણે ઓમિક્રોનનાં શરૂઆતનાં લક્ષણોમાં ગળામાં દુખાવો,માથાનો દુખાવો,ઉધરસ,ચામડી પર ચકામા,માંસપેશીઓમાં દુખાવો સામેલ છે.