અહિયા ગંગા નદી પોતે આવે છે હનુમાનજીને સ્નાન કરાવવા જાણો કયા આવેલુ છે ભગવાન હમુમાનજીનુ આ ખાસ મંદિર….

0
547

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે તમારા માટે લાવ્યા છે કઈ નવું જ આજે આપણે એક એવા મંદિર વિષે વાત કરીશું કે જયા હંનુમાંનજી સૂતેલી અવસ્થામાં બિરાજમાન છે. અને તેના દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાઈ છે. ભારત માં લોકો ધાર્મિક હોય છે.ભારત માં એવા ઘણા મંદિર આવેલા છે જે પોતાના ચમત્કાર અને રહસ્ય માટે ઓળખાય છે. બધા લોકો ને મંદિરો ના પ્રતિ ઘણી શ્રદ્ધા જોવા મળે છે. તો ચાલો જાણીએ આ મંદિર વિષે.આ મંદિર નું નામ બડે હનુમાનજી નું મંદિર છે. હનુમાન નું આ મંદિર ઇલાહાબાદ શહેર માં આવેલું છે, ઇલાહાબાદ ના કોટવાલ નામ થી તે પ્રસિદ્ધ છે, ઇલાહાબાદ કુંભ ના મેળા માટે વખણાઈ છે.

આ સંગમ નગરી માં ગંગાસ્નાન ને સનાતન સંસ્કૃતિ માં ઘણુ ફળદાયી માનવા માં આવ્યું છે. કુંભ ના સિવાય પણ અહીંયા અનેક ધાર્મિક ઉત્સવ પર ગંગા સ્નાન નું ખુબજ મહત્વ છે. ત્યાં સંગમ નગરી માં ગંગા કિનારે આવેલું હનુમાનજી નુ એવું ધામ છે. કે લોકો તેના દર્શન કરે છે. અને જો ત્યાના દર્શન ના કર્યા તો ગંગાસ્નાન ને અધુરૂ માનવા માં સામાન્ય રીતે બધા મંદિરો માં મુર્તિ બેઠેલી અવસ્થા માં હોય છે પરંતુ અહી સૂતેલી મુર્તિ છે.

આ મંદિર માં દક્ષિણમુખી હનુમાનજી ની મુર્તિ છે અને તે ૨૦ ફૂટ લાંબી છે અને એ જમીન થી થી ૬ થી ૭ ફૂટ નીચે છે એમને બડે હનુમાનજી પણ કહેવાઈ છે.અને તેને કિલા વાલે હનુમાનજી અને બાંધ વાલે હનુમાનજી ના નામ થી પણ ઓળખવામાં આવે છે. પુરાણો માં બડે હનુમાનજી નો ઉલ્લેખ મળે છે. કહેવાઈ છે કે લંકા ઉપર જીત મેળવ્યા પછી હનુમાનજી થાક અનુભવવા લાગ્યા હતા ત્યારે માતા સીતા એ એમને વિશ્રામ કરવા માટે કીધુ હતુ એ ત્યારે આ મંદિર માં મહાબલી હનુમાનજી એ વિશ્રામ કર્યો હતો બીજી એક એવી માન્યતા છે કે એક ધનવાન વેપારી હનુમાનજી ની આ પ્રતિમા નું નિર્માણ કરાવ્યું હતું એ વેપારી આને લઈ ને ફરતો હતો પરંતુ આ સ્થાન પર આવી ને તે રોકાઈ ગયો હતો.

વર્ષો પછી બાલાગીરી નામક સંત ને આ સ્થાન પર આ મૂર્તિ મળી તો એમણે આ જગ્યા પર બડે હનુમાનજી નું મંદિર બંધાવ્યું હતુંઆ જગ્યા પર હનુમાંનજી ના ડાબા પગની નીચે કામદા દેવી અને જમણા પગની નીચે અહીરાવણ દબાયેલો છે. અહી ના દર્શન કરવાથી લોકોની બધીજ મનોકામના પૂરી થાઈ છે, દર વર્ષે શ્રાવણ મહિના માં ગંગા માતા નું સ્તર વધી જાય છે તો એવું કહેવાઈ છે કે તે હનુમાનજી ને સ્નાન કરાવવા માટે વધે છે. ગંગાજી નો જલ સ્તર હનુમાનજી ના ચરણ નો સ્પર્શ કરે ત્યાં સુધી આવે છે.

જે લોકો ની કોઈપણ મનોકામના હોય તે ગંગા ના કિનારે આવેલા આ બડે હનુમાનજી ના દર્શન કરવાથી પૂરી થાઈ છે. અને તે પોતાના ભક્તો ને ક્યારેય પણ ખાલી હાથ પાછા મોકલતા નથી.આવીજ એક અનોખી વાત તમારી સમક્ષ રજુ કરવા જય રહ્યો છું એક એવી મૂર્તિ હનુમાન ની જે જાતે પ્રસાદ ગ્રહણ કરે છે ચાલો જોઈએ સુ છે મહાબલી હનુમાનને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમની શક્તિઓથી દરેક વ્યક્તિ સારી રીતે પરિચિત છે, તેમના સ્મરણ માત્રથી મોટા મોટા સંકટ દૂર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની પ્રેત-બાધા પરેશાન નથી કરતી.દરેક વ્યક્તિ એજ ઈચ્છે છે કે, તેમની ઉપર સંકટ મોચન મહાબલી હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે,

જેના માટે લોકો પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્ન કરે છે. ઘણા લોકો એવા છે જે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઉપાય અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે, જેમની ભક્તિથી હનુમાનજી ખુશ થાય છે, તેમના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. મહાબલી હનુમાનજીની જન્મ જયંતી દર વર્ષે ચૈત્ર માસની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે.

જો તમે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે અમુક ઉપાય કરી શકો છો.મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે જે કળિયુગમાં પણ પોતાના ભક્તોની પોકાર સાંભળે છે. હિંદુ ધર્મ અનુસાર મહાબલી હનુમાન રામના ભક્ત અને ભગવાન શિવના અંશ અવતાર માનવામાં આવે છે. જે લોકો બ્રહ્મચારી છે તેમના માટે હનુમાન જયંતીનું પર્વ ઘણું મહત્વ રાખે છે. ભક્ત હનુમાનજીને ઘણા નામોથી પોકારે છે.ધાર્મિક ગ્રંથોમાં મહાબલી હનુમાનજીને વીરોના વીરની પદવી આપવામાં આવી છે. હનુમાનજીએ પોતાના આરાધ્ય ભગવાન શ્રી રામ અને સીતા માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આજે અમે તમને કયો ઉપાય કરવાથી તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો, તેના વિષે જાણકારી આપવાના છીએ. જો તમે આ સાધારણ ઉપાય અપનાવી લો છો, તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી મનોકામના પુરી થઈ શકે છો.જો તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે અત્યારથી તૈયારી કરવી પડશે. હનુમાન જયંતી પર હનુમાનજીની વિશેષ કૃપા મેળવી શકાય છે.

તેના માટે તમે 8 એપ્રિલ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો અને રોજ નિયમિત રૂપથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને હનુમાનજીની પ્રતિમા અથવા ફોટાના માથા પર ગાયના ઘી માં મિક્સ કરેલા સિંદૂરનું તિલક લગાવો. ત્યારબાદ તમારે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે.તમે આ ઉપાય નિયમિત રૂપથી કરો અને છેલ્લા દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે તમે સુંદરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવો. જો તમે આ સરળ ઉપાય કરો છો તો તેનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પુરી કરશે.

હનુમાનજી પોતાના ભક્તોની સાચી ભક્તિ જુએ છે, અને તેમને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ વસ્તુની જરૂર નથી. તમે આ સાધારણ રીતથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.હનુમાન જન્મોત્સવનો દિવસ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. એટલા માટે તમે આ ઉપાય જરૂર અપનાવો.