અધધ આટલાં કરોડ ખર્ચ કરે છે બોલિવડ સ્ટાર્સ પોતાની સિક્યુરિટીમાં,જાણો કોનાં બોડીગાર્ડનો પગાર છે સૌથી વધુ…..

0
115

બોલીવુડમાં હાલ ઘણા દિગ્ગજ અભિનેતા છે જે હાલ મોટા નામ છે. એટલા માટે આ અભિનેતાઓની સેફ્ટી માટે બોડીગાર્ડ પણ રાખવામાં આવે છે. જે દરેક સમયે એમની સેફ્ટી કરતા નજરે પડે છે, ફિલ્મોમાં ભલે હીરો એકલો જ 100 વિલન પર ભારે પડતો હોય પરંતુ એ ફિલ્મી હીરો રિયલ લાઇફમાં પોતાની સુરક્ષા માટો બોડીગાર્ડ રાખે છે
કારણ કે બોલિવૂડ માં કામ કરવા વાળા લોકોનું જીવન ઘણું મોંઘુ હોય છે અને તેમને સફળતા દિવસ રાત મહેનત પછી મળે છે. ઇન્ડસ્ટ્રી થી જોડાયેલા લોકો ફિલ્મો માં કામ કર્યા પછી પણ પોતાનો બિઝનેસ કરે છે અને એટલી મહેનત ના પછી એક લક્ઝરી લાઇફ જીવે છે.અને એવામાં દરેક જણ પોતપોતાના મનપસંદ બોલીવુડ સ્ટાર વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે.

બૉલીવુડની આ મોટી-મોટી હસ્તિઓની ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે એ તો બધા જાણે જ છે. એવામાં દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ કલાકાર સાથે સંકળાયેલ નાનામાં નાની વસ્તુઓ પણ જાણવાની ઇચ્છા રાખે છે. લોકો આ ફિલ્મી સ્ટાર્સને એટલો બધો પ્રેમ કરે છે કે તેમને મળવા માટે દૂર-દૂરથી આવે છે. આ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે, સેંકડો લોકોની ભીડ જમા થઈ જાય છે. અને આ ભીડ તેમની પાસે જવા માટે આતુર હોય પરંતુ તમે કદાચ જ જાણતા હશો કે આ બોડીગાર્ડને એમના કામના બદલે કેટલી ફી મળે છે.ઘણી વખત આ સ્ટાર્સની સુરક્ષાને પણ નુક્શાન પહોંચી શકે છે. તેથી જ આ ફિલ્મી કલાકારો પોતાની સાથે અથવા પોતાના ઘરની બહાર એક બોડીગાર્ડ ચોક્કસથી રાખે છે. આ બોડીગાર્ડ હંમેશાં એમની સાથે જ રહે છે.બોડીગાર્ડની નોકરીને હમેશાં સમાજમાં લોકો નીચી નોકરી ગણે છે.પણ આ બોડીગાર્ડનો.પગાર જાણીને જ આશ્ચર્ય થશે કે બોડીગાર્ડની નોકરી કોઈ નીચી નથી.આ બોડીગાર્ડ્સનું કામ ફેન્સ અને સેલિબ્રિટીઝ વચ્ચે એક સલામત અંતર જાળવવાનું તેમજ કલાકારને કોઈપણ પ્રકારનાં જોખમથી બચાવવાનું હોય છે. તેથી જ કોઈપણ વ્યક્તિ આ કલાકારોને સ્પર્શ પણ કરી શકે નહીં. આ કલાકારોની સલામતી માટે બોડીગાર્ડ એક મોટી રકમ વસુલ કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા જાણીતા ફિલ્મી કલાકારોના બોડીગાર્ડ્સના પગાર વિશે જણાવવાના છીએ. જે જાણીને તમે પણ દંગ રહી જશો.તો ચાલો જણાવીએ તમને બૉલીવુડના કેટલાક ખાસ સ્ટાર્સના બોડીગાર્ડ વિશે.

આમિર ખાનનાં બોડીગાર્ડ યુવરાજ ઘોરપડેનો પગાર.

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીનાં મશહૂર અભિનેતા આમિર ખાને પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર ફિલ્મોને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર પરફેક્ટ’ ની પદવી મેળવી છે. દુનિયાભરમાં એમની ફેન ફોલોઈંગની કોઈ કમી નથી. જેમ આપણે જાણીએ છીએ કે આમિર ખાનની ફિલ્મો ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવે છે. અભિનેતા આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે. એમનો પગાર દર વર્ષે 2 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચનનાં બોડીગાર્ડ જીતેન્દ્ર સિંહનો પગાર.

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીનાં મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનનાં ચાહકો આખી દુનિયામાં મોજુદ છે. તેઓ જ્યાં-જ્યાં જાય છે ત્યાં-ત્યાં એમના ચાહકો પણ પહોંચી જાય છે. આવી સ્થિતિમાં હીરો અમિતાભ બચ્ચનની સુરક્ષાની જવાબદારી એમના પર્સનલ બોડીગાર્ડ જિતેન્દ્ર સિંહની છે. જો આપણે એના પગાર વિશે વાત કરીએ તો તેઓ દર વર્ષે 1 કરોડ 50 લાખ રૂપિયા લે છે.

શાહરૂખ ખાનનાં બોડીગાર્ડ રવિ સિંહનો પગાર.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન અને રોમેન્સના કિંગ તરીકે જાણીતા શાહરૂખ ખાનની ઉંમર 50 વર્ષથી ઉપર થઈ ગઈ છે, પરંતુ આજે પણ ઘણી છોકરીઓ.એમની પર ફિદા છે અને એમની એક ઝલક જોવા માટે કંઈપણ કરવા તૈયાર રહે છે. એમનાં ચાહકોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જો આપણે અભિનેતા શાહરૂખ ખાનનાં બોડીગાર્ડનાં પગારની વાત કરીએ તો રવિ સિંહ દર વર્ષે 2 કરોડ 50 લાખ રૂપિયા લે છે.

સલમાન ખાનનાં બોડીગાર્ડ શેરાનો પગાર.

બૉલીવુડમાં દબંગ ખાન સલમાન ખાન વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય સ્ટાર ગણાય છે, એમની ફિલ્મો 300 કરોડથીયે વધુની કમાણી ખૂબ જ સરળતાથી કરી લે છે. તેઓ દરેક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 60 કરોડ રૂપિયા લે છે. એવામાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પણ થોડી કાઈ પીછેહઠ કરે !! સલમાન ખાનની સુરક્ષા કરવા માટે એમનો બોડીગાર્ડ શેરા દર વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો પગાર લે છે.

અક્ષય કુમારનાં બોડીગાર્ડ શ્રેયસનો પગાર.

બૉલીવુડના સૌથી ફિટ ખિલાડીઓ કા ખિલાડી એટલે કે અક્ષય કુમાર. અક્ષય પોતાની મોટાભાગની ફિલ્મોમાં જાતે જ સ્ટંટ કરે છે. પરંતુ, એમનો પણ એક બોડીગાર્ડ છે. તેનું નામ શ્રેયસ છે. અક્ષયના બોડીગાર્ડનો વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા છે.આવા ઘણા બધા બૉલીવુડ સ્ટાર્સ છે જેમના બોડીગાર્ડનો પગાર જાણીને જ તમે હેરાન થઈ જશો.પણ આ છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ સ્ટાર્સ જેમના બોડીગાર્ડના પગાર વિશે અમે તમને જાણકારી આપી છે.