ખૂબ અદભુત છે આ ચમત્કારી મંદિર,જ્યાં ચોકી કરવાથી થાય છે તમારી દરેક ઈચ્છા પૂરી,જાણો એના પાછળ નું કારણ

0
467

આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે કોઈ પણ ખરાબ કામ ન કરવા જોઈએ નહી. તેનું ખરાબ પરિણામ આવે છે. જો વાત ચોરી કરવાની આવે તો ચોરી કરવું પાપ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ચોરી કરે છે, તો તેની સજા તેને જરૂર મળે છે. જો કોઈ મંદિરમાં ચોરી કરવાની વાત હોય તો તે મહાપાપ માનવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ જે મંદિરની અંદર ચોરી કવાથી જ મનોકામના પૂરી થાય છે, તમે લોકો એ વાત જાણીને આશ્ચર્યચકિત જરૂર થઇ ગયા હશો.તમારા લોકોના મનમાં એવો વિચાર આવી રહ્યો હશે કે ચોરી કરવી ખરાબ વાત છે. જો મંદિરમાં ચોરી કરવામાં આવે તો ભગવાન મનોકામના કેવી રીતે પૂરી કરી શકે છે? તો આવો જાણીએ આ અનોખા મંદિર વિષે.

આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં ના નિયમ અજબ-ગજબ છે. અને કદાચ નિયમોના લીધે જ આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે તમને એવા એક મંદિરના નિયમ વિશે જણાવીશું કે જે જાણવાથી તમે હેરાન થઈ જશો.આપણે બધા જાણતા હોઈએ છીએ કે ચોરી કરવું પાપ છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ જણાવ્યું છે જે ચોરી કરવું પાપ છે અને આ બાપથી દરેકને બચવું જોઈએ. પરંતુ હિન્દુસ્તાનમાં એક એવું મંદિર છે કે જ્યાં ચોરી કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે જે કોઈપણ ભક્ત અહીં ચોરી કરે છે. તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

આ મંદિર ઉત્તરાખંડના રૂડકી જિલ્લાના ચુડીયાલા ગામમાં આવેલું છે. આ મંદિરને ચુડામણી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં આવતા ભક્ત પોતાની શ્રદ્ધા અનુસાર મંદિરમાં ચઢાવવા માટે નારિયેળ અને ફૂલ લઈને આવે છે. આ મંદિરમાં આવતા ભક્ત પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચોરી કરવા માટે આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ચોરી કરતા મ સજા નથી મળતી. પરંતુ તેમની મનોકામના પૂર્ણ થાય છે.

એવું કહેવામાં આવે છે કે ચોરી કરવું પાપ છે અને મંદિરમાં ચોરી કરવું મહાપાપ હોય છે, પરંતુ એક એવું મંદિર રહેલું છે, જ્યાં ચોરી કરવા વાળા લોકોની મનોકામના પૂરી થાય છે અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તે મંદિર દેવભૂમિ કહેવાતા ઉત્તરાખંડમાં રહેલું છે આમ તો આ સ્થળમાં ઘણા પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરોમાં એ એક એવું અનોખું મંદિર છે.સિદ્ધપીઠ ચુડામણી દેવી મંદિર, માન્યતા મુજબ અહિયાં ચોરી કરવાથી વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. રૂડકીના ચુડાયાલા ગામમાં આવેલા પ્રાચીન સિદ્ધપીઠ ચુડામણી દેવી મંદિરમાં જે વ્યક્તિઓને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય છે. તે અહિયાં પતિ પત્ની માથું ટેકવા આવે છે.

આ મંદિરમાં ચોરી આસ્થાના નામ પર થાય છે. અહીં આવતા માણસો જણાવે છે કે ચોરી કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. જે દંપતિઓને સંતાન ના હોય તો આ મંદિરમાં આવીને માતાજીની મૂર્તિની બાજુમાં લડ્ડુ ને ચોરીને લઈ જાય છે. અને આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને તે દંપતી ફરી એકવાર પોતાના સંતાન સાથે આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. અને અહીં ભંડારા કરે છે. અને સાથે લાકડી પણ ચડાવે છે.

આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે કે જે પરણિત દંપતીને પુત્રની ઈચ્છા હોય છે. જો આ મંદિરમાં આવીને માતાના ચરણોમાં છોકરીની ઢીંગલી ચોરી કરીને પોતાની સાથે લઇ જાય છે. તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે તે ઉપરાંત દીકરા સાથે માતા પિતાને અહિયાં માથું ટેકવા આવવું પડે છે, એવું જણાવવામાં આવે છે કે પુત્ર ઉપર ભંડારો કરાવવાની સાથે જ દંપત્તિ અષાઢ મહિનામાં લઇ લીધેલી છોકરીની ઢીંગલી સાથે એક બીજી છોકરીની ઢીંગલી પણ પોતાના પુત્રના હાથમાં અર્પણ કરાવે છે.કહેવામાં આવે છે કે ભગવાન શિવ જે સમયે માતા સતીના મૃત શરીરને લઇને જતા હતા ત્યારે માતા શક્તિ નો ચુડો અહીં પર પડી ગયો હતો. ત્યાંના સ્થાનીય લોકો જણાવે છે કે આ મંદિરનું નિર્માણ લન્ઢોર રિયાસતના રાજાએ 1805માં કરાવ્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે.

આ મંદિર વિષે એવી કહાની બતાવવા માં આવે છે કે ઘણા વર્ષો પહેલા એક રજા રહેતો હતો. જેને કોઈ સંતાન ન હતું એક દિવસ તે આ મંદિરના જંગલમાં શિકાર કરવા આવ્યો. જ્યાં તેને માં ની પીંડીના દર્શન થયા હતા તેના દર્શન કર્યા પછી તેણે પુત્રની કામના કરી અને તેના થોડા દિવસો પછી તેને પુત્રની પ્રાપ્તિ થઇ ગઈ હતી. ત્યાર પછી જ રાજા એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે સ્થળ ઉપર આ ભવ્ય મંદિર બનેલું છે અહિયાં ઉપર પહેલા ગાઢ જંગલ હતું. જ્યાંથી સિંહની ત્રાડનો અવાજ સંભળાતો હતો. આ મંદિરમાં દુર દુરથી લોકો દર્શન માટે આવે છે. આ મંદિરમાં મોટો મેળો પણ ભરાય છે.